આ બે રાજ્યોની 21 શાળાઓ સામે CBSC ની કાર્યવાહી, માન્યતા રદ કરી, અહીં વાંચો સ્કૂલોના નામ

CBSE action Schools : સીબીએસસી બોર્ડે દિલ્હી અને રાજસ્થાનમાં વધુ 21 શાળાઓની માન્યતા રદ કરવાની જાહેરાત કરી છે. જેમાં દિલ્હીની 16 અને રાજસ્થાનની 5 શાળાઓનો સમાવેશ થાય છે.

Written by Ankit Patel
November 07, 2024 09:30 IST
આ બે રાજ્યોની 21 શાળાઓ સામે CBSC ની કાર્યવાહી, માન્યતા રદ કરી, અહીં વાંચો સ્કૂલોના નામ
CBSE બોર્ડ પરીક્ષા - photo - social media

CBSC board News : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની ‘ડમી સ્કૂલો’ સામે કાર્યવાહી ચાલુ છે. થોડા સમય પહેલા પણ CBSE એ શાળાઓ સામે કાર્યવાહી કરી હતી અને તેમની માન્યતા રદ કરી હતી. દરમિયાન બોર્ડે દિલ્હી અને રાજસ્થાનમાં વધુ 21 શાળાઓની માન્યતા રદ કરવાની જાહેરાત કરી છે. જેમાં દિલ્હીની 16 અને રાજસ્થાનની 5 શાળાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજધાનીની 6 શાળાઓને સિનિયર સેકન્ડરીમાંથી ડાઉનગ્રેડ કરીને માધ્યમિક કક્ષામાં લાવવામાં આવી છે.

ઓચિંતી તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવી

સીબીએસઈ દ્વારા 3 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવેલ અનેક ઓચિંતી તપાસ બાદ બોર્ડે આ કાર્યવાહી કરી છે. બોર્ડની તે ઓચિંતી તપાસનો હેતુ બોર્ડની સંલગ્નતા અને પરીક્ષાના પેટા-નિયમો સાથેના તેના પાલનનું મૂલ્યાંકન કરવાનો હતો, ખાસ કરીને વિદ્યાર્થીઓની હાજરીના સંદર્ભમાં. 6 નવેમ્બરના રોજ બોર્ડ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે શૈક્ષણિક ધોરણો જાળવવા અને હાજરી સાથેના વ્યાપક મુદ્દાઓને ઉકેલવા માટે ડી-એક્રેડિટેશન અને ડાઉનગ્રેડ જરૂરી છે.

શાળાઓને ચેતવણી આપવામાં આવી

CBSE અનુસાર, આ સંસ્થાઓમાં ધોરણ 9 થી 12 સુધીના ડમી અને બિન-હાજર વિદ્યાર્થીઓની મોટી સંખ્યા જોવા મળી હતી અને પરિસ્થિતિ ચિંતાજનક હતી. બોર્ડે એવા વિદ્યાર્થીઓને પણ ચેતવણી આપી છે જેઓ વર્ગોમાંથી ગાયબ છે. ઉપરાંત, બોર્ડના અધિકારીઓએ અન્ય શાળાઓને ચેતવણી આપી છે કે જે બાળકો વર્ગમાં ગેરહાજર રહે છે તેમના પર ધ્યાન આપે, અન્યથા તેમની સામે પણ આવી કાર્યવાહી થઈ શકે છે.

ઓચિંતી તપાસ ચાલુ રહેશે

બોર્ડના અધિકારીઓએ કહ્યું છે કે અમે ડમી શાળાઓ પર કડક કાર્યવાહી કરવા માટે નિર્ણાયક પગલાં લઈ રહ્યા છીએ અને તમામ સંલગ્ન સંસ્થાઓને ડમી અથવા બિન-પ્રદર્શિત પ્રવેશ સ્વીકારવાની લાલચનો પ્રતિકાર કરવા સ્પષ્ટ સંદેશ મોકલી રહ્યા છીએ. તેમણે જણાવ્યું હતું કે, નિરીક્ષણ દરમિયાન મળી આવેલી ગેરરીતિઓ અંગે ભવિષ્યમાં પણ ઓચિંતી તપાસ કરવામાં આવશે.

સજા દિલ્હીની આ શાળાઓ પર પડી

ખેમો દેવી પબ્લિક સ્કૂલ, વિવેકાનંદ સ્કૂલ, સંત જ્ઞાનેશ્વર મોડલ સ્કૂલ, પીડી મોડલ સેકન્ડરી સ્કૂલ, સિદ્ધાર્થ પબ્લિક સ્કૂલ, રાહુલ પબ્લિક સ્કૂલ, ભારતી વિદ્યા નિકેતન પબ્લિક સ્કૂલ, યુએસએમ પબકિલ સેકન્ડરી સ્કૂલ, આરડી ઇન્ટરનેશનલ સ્કૂલ, હીરા લાલ પબ્લિક સ્કૂલ, બીઆર ઇન્ટરનેશનલ સ્કૂલ, એસજીએન પબ્લિક સ્કૂલ, એમડી મેમોરિયલ પબ્લિક સ્કૂલ, હંસરાજ મોડલ સ્કૂલ, કેઆરડી ઇન્ટરનેશનલ સ્કૂલ, એમઆર ભારતી મોડલ સિનિયર સેકન્ડરી સ્કૂલ.

આ પણ વાંચોઃ- આત્મિય યુનિવર્સિટી ભરતીઃ રાજકોટમાં સારા પગારની નોકરી મેળવવાની જોરદાર તક, અહીં વાંચો બધી જ માહિતી

રાજસ્થાનની આ શાળાઓ સામે કાર્યવાહી

વિદ્યા ભારતી પબ્લિક સ્કૂલ, શિવ જ્યોતિ કોન્વેન્ટ સિનિયર સેકન્ડરી સ્કૂલ, એલબીએસ કોન્વેન્ટ સ્કૂલ, લોર્ડ બુદ્ધ પબ્લિક સ્કૂલ, પ્રિન્સ હાયર સેકન્ડરી સ્કૂલ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ