CBSE Board 10 th Results 2024 declered :સીબીએસઈ બોર્ડે ધોરણ 10નું 93.60 % પરિણામ જાહેર કર્યું, કેવી રીતે જોવું રિઝલ્ટ

CBSE Board 10 th Results 2024 : આ વર્ષે ધોરણ 10ની પરીક્ષામાં કુલ 93.60 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગયા વર્ષની તુલનામાં પાસ થવાની ટકાવારીમાં 0.48 ટકાનો વધારો થયો છે.

CBSE Board 10 th Results 2024 : આ વર્ષે ધોરણ 10ની પરીક્ષામાં કુલ 93.60 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગયા વર્ષની તુલનામાં પાસ થવાની ટકાવારીમાં 0.48 ટકાનો વધારો થયો છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
cbse class 10th result out, cbse 10th result declered, cbse 10th result 2024 out

સીબીએસઈ ધોરણ 10 પરિણામ જાહેર - Express photo

CBSE Board 10 th Results 2024: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ) એ અચાનક ધોરણ 12 ની જેમ 10 મી પરીક્ષાનું પરિણામ જાહેર કરી દીધું છે. આ વર્ષે ધોરણ 10ની પરીક્ષામાં કુલ 93.60 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગયા વર્ષની તુલનામાં પાસ થવાની ટકાવારીમાં 0.48 ટકાનો વધારો થયો છે.

Advertisment

સીબીએસઈએ 15 ફેબ્રુઆરીથી 13 માર્ચ દરમિયાન ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાઓ લીધી હતી. સીબીએસઈ બોર્ડનું 10મું પરિણામ ઓનલાઈન મોડમાં જાહેર કરવામાં આવશે અને પરિણામ જાહેર થયા બાદ પરિણામની લિંક ઓફિશિયલ વેબસાઈટ cbse.nic.in, cbseresults.nic.in, results.cbse.nic.in પર એક્ટિવેટ કરવામાં આવશે.

CBSE Board 10 th Results 2024 : કેરળનું ત્રિવેન્દ્રમ શહેર ટોપ પર

  • ત્રિવેન્દ્રમ - 99.75 ટકા
  • વિજવાડા - 99.60 ટકા
  • ચેન્નઈ - 99.30 ટકા
  • બેંગલુરુ - 99.26 ટકા
  • અજમેર - 97.10 ટકા
  • પુણે - 96.46 ટકા
  • ઈસ્ટ દિલ્હી - 94.45 ટકા
  • વેસ્ટ દિલ્હી - 95.18 ટકા
  • ચંડીગઢ - 94.14 ટકા
  • પટના - 92.91 ટકા
  • પ્રયાગરાજ 92.72 ટકા
  • પંચકુલા - 92.16 ટકા

આ પણ વાંચોઃ-CBSE Class 12th Result 2024 Declared: સીબીએસઈ બોર્ડ 12નું 87.98 ટકા પરિણામ જાહેર, આવી રીતે કરો ચેક

Advertisment

સીબીએસઈ બોર્ડ 10 મી પરીક્ષા 2024 માં ભાગ લેનારા વિદ્યાર્થીઓ રોલ નંબર, સ્કૂલ કોડ અને જન્મ તારીખ જેવા લોગિન ઓળખપત્રો દાખલ કર્યા પછી સત્તાવાર વેબસાઇટ પર પોતાનું પરિણામ ચકાસી શકે છે. સત્તાવાર વેબસાઇટ ઉપરાંત ડિજિલોકર વેબસાઇટ digilocker.gov.in અને ઉમંગ એપ દ્વારા પણ જોઇ શકાય છે.

પરિણામ પરીક્ષા સીબીએસઈ