CBSE Board Exam 2023 : કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12ની પરીક્ષા આજથી શરુ થઈ છે. આ પરીક્ષા 15 ફેબ્રુઆરી એટલે કે આજથી લઈને 5 એપ્રિલ સુધી ચાલશે. સીબીએસઇ દ્વારા લેવાતી આ પરીક્ષામાં 38 લાખ વિદ્યાર્થીઓ ભાગ લશે.
ધોરણ 10ની પરીક્ષાના 21.8 લાખ પરીક્ષાર્થીઓ
સીબીએસઇ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ધોરણ 10ની પરીક્ષા માટે રજીસ્ટર ઉમેદવારોની સંખ્યા 21.8 લાખ છે.જેમાં 12.4 લાખ વિદ્યાર્થીઓ છે જ્યારે 9.39 લાખ વિદ્યાર્થિનીઓ છે. જ્યારે 10 વિદ્યાર્થીઓએ અન્યનો વિકલ્પ પસંદ કર્યો છે.
ધોરણ 12ની પરીક્ષાના 16.9 લાખ ઉમેદવારો
ધોરણ 12ની પરીક્ષા માટે રજીસ્ટર ઉમેદવારોની કુલ સંખ્યા 16.9 લાખ છે. આ 16 લાખ વિદ્યાર્થીઓ માથી 7.4 લાખ મહિલા વિદ્યાર્થી અને 9.51 લાખ પુરુષ વિદ્યાર્થી છે. જ્યારે 5 ઉમેદવારોએ અન્ય વિકલ્પ પસંદ કર્યો છે.
દેશમાં 7200 થી વધુ કેન્દ્રો અને વિશ્વના 26 દેશોમાં લેવામાં આવશે
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા જારી કરવામાં આવેલા ડેટા મુજબ બોર્ડની પરીક્ષાઓ સમગ્ર દેશમાં 7200 થી વધુ કેન્દ્રો અને વિશ્વના 26 દેશોમાં લેવામાં આવશે.
આટલા વિષયો માટે પરીક્ષા લેવાશે
ધોરણ 10ની પરીક્ષા 16 દિવસમાં 76 વિષયો માટે લેવામાં આવશે અને 21 માર્ચ સુધીમાં સમાપ્ત થશે. ધોરણ 12 માટે 115 વિષયોની પરીક્ષાઓ છે જે 36 દિવસ સુધી ચાલશે અને 5 એપ્રિલે સમાપ્ત થશે. એકંદરે, CBSE 191 માટે પરીક્ષાનું આયોજન કરશે.