CBSE Recruitment 2025, CBSE ભરતી 2025: સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરીના સારા સમાચાર આવીગયા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ જુનિયર આસિસ્ટન્ટ, એકાઉન્ટન્ટ, સુપરિન્ટેન્ડેન્ટ અને આસિસ્ટન્ટ સેક્રેટરી સહિત 124 જગ્યાઓ માટે ભરતી માટે સત્તાવાર સૂચના બહાર પાડી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસે સંસ્થાએ ઓલાઈન અરજીઓ મંગાવી છે.
CBSE ભરતી સરકારી નોકરીઓ માટે તૈયારી કરી રહેલા યુવાનો માટે સુવર્ણ તક માનવામાં આવે છે. આ ભરતીમાં ગ્રુપ A, B અને C જગ્યાઓ ભરવામાં આવશે. તો, વિલંબ કર્યા વિના, અરજી તારીખોથી લઈને પસંદગી પ્રક્રિયા સુધીની બધી વિગતો જાણો.
CBSE Recruitment 2025 મહત્વની માહિતી
સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન (CBSE) પોસ્ટ વિવિધ જગ્યા 124 એપ્લિકેશન મોડ ઓનલાઈન વય મર્યાદા વિવિધ અરજી કરવાની છેલ્લી તારીખ 22-12-2025 ક્યાં અરજી કરવી cbse.gov.in
CBSE ભરતી 2025: પદોની સંપૂર્ણ વિગતો
પદનું નામ જગ્યા સહાયક સચિવ 8 સહાયક પ્રોફેસર અને સહાયક નિયામક 27 એકાઉન્ટ્સ ઓફિસર 2 સુપ્રિન્ટેન્ડન્ટ 27 જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર 9 જુનિયર એકાઉન્ટન્ટ 16 જુનિયર આસિસ્ટન્ટ 35 કુલ 124
લાયકાત અને વય મર્યાદા
આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારો માટેની શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા પદ પ્રમાણે બદલાય છે. ઉમેદવારોને CBSEની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ વિગતવાર સૂચના કાળજીપૂર્વક વાંચવાની સલાહ આપવામાં આવે છે.
CBSE ભરતી 2025: પસંદગી પ્રક્રિયા
CBSE ભરતી 2025 માટેની પસંદગી પ્રક્રિયા પદ પ્રમાણે બદલાશે. તેમાં નીચેના તબક્કાઓ શામેલ હોઈ શકે છે:
- લેખિત કસોટી
- કૌશલ્ય કસોટી
- ઇન્ટરવ્યૂ
- દસ્તાવેજ ચકાસણી
- અંતિમ પસંદગી મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવશે.
અરજી ફી
કેટેગરી ફી SC/ST/PwBD/ભૂતપૂર્વ સૈનિકો/મહિલા ₹250 જનરલ/OBC/EWS (ગ્રુપ A) ₹1750 જનરલ/OBC/EWS (ગ્રુપ B અને C) ₹1050
ઉમેદવારોએ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઇન્ટરનેટ બેંકિંગ અને UPI જેવા મોડ્સનો ઉપયોગ કરીને અરજી ફી ઓનલાઈન ચૂકવવી પડશે.
CBSE ભરતી 2025 વિશે પગાર
આ ભરતી ગ્રુપ A, B અને C સ્તરના પદો માટે હાથ ધરવામાં આવી રહી છે, અને પસંદ કરાયેલા ઉમેદવારોને કેન્દ્ર સરકારના પગાર ધોરણ હેઠળ પગાર મળશે. જુનિયર આસિસ્ટન્ટ અને જુનિયર એકાઉન્ટન્ટ પદો ફ્રેશર્સ માટે ઉત્તમ તકો છે. ઉમેદવારોને સમયમર્યાદા પહેલાં અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.
આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
CBSE ભરતી 2025: ઓનલાઈન અરજી કેવી રીતે કરવી
- સૌપ્રથમ, cbse.gov.in ની મુલાકાત લો.
- “ભરતી 2025” લિંક પર ક્લિક કરો.
- નવા ઉમેદવારો નોંધણી કરાવી શકે છે.
- અરજી ફોર્મ ભરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- અરજી ફી ચૂકવો.
- ફોર્મ સબમિટ કરો અને તેની પ્રિન્ટઆઉટ સુરક્ષિત રાખો.





