CBSE Recruitment 2024, CBSE ભરતી 2024 : નોકરીની રાહ જોઈને બેઠેલા યુવાનો માટે સારા સમાચાર આવી ગયા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ વિવિધ ગ્રુપ A, B, અને C જગ્યાઓ માટે કુલ 118 ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત કરી છે. CBSE ના નોટિફિકેશન પ્રમાણે ઓન ઇન્ડિયા કોમ્પિટિટિવ એક્ઝામિનેશન દ્વારા આ જગ્યાઓ ઉપર સીધી ભરતી કરવામાં આવશે. સીબીએસઈએ આ માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.
CBSE ભરતી 2024 : મહત્વની માહિતી
સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) પોસ્ટ વિવિધ ગ્રૂપ A,B,C કુલ જગ્યા 118 અરજી કરવાની શરુઆતની તારીખ 12 માર્ચ 2024 અરજી કરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ 2024 મુખ્ય વેબસાઇટ cbse.gov.in
કઈ કઈ પોસ્ટ માટે થશે ભરતી ?
CBSE ભરતી 2024 અંતર્ગત મદદનીશ સચિવ, એકાઉન્ટ્સ ઓફિસર, જુનિયર એન્જિનિયર, જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર, એકાઉન્ટન્ટ અને જુનિયર એકાઉન્ટન્ટનો સમાવેશ કરતી જગ્યાઓ માટે ભરતી હાથ ધરવામાં આવશે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ભરતી અંગે પોસ્ટની વિગતે માહિતી
ગ્રૂપ પોસ્ટનું નામ કુલ જગ્યા A આસિસ્ટન્ટ સેક્રેટરી (એડમિનિસ્ટ્રેશન) 18 A આસિસ્ટન્ટ સેક્રેટરી (એકેડમિક) 16 A આસિસ્ટન્ટ સેક્રેટરી (સ્કિલ એજ્યુકેશન) 08 A આસિસ્ટન્ટ સેક્રેટરી (ટ્રેનિંગન) 22 A અકાઉન્ટ્સ ઓફિસર 03 B જુનયર એન્જિનિયર 17 B જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર 07 C એકાઉન્ટન્ટ 07 C જુનિયર એકાઉન્ટન્ટ 01
સીબીએસઈ ભરતીની મહત્વની તારીખો
લાયક ઉમેદવારો તેમની અરજીઓ 12 માર્ચ, 2024 થી 11 એપ્રિલ, 2024 સુધી મુખ્ય વેબસાઇટ cbse.gov.in પર સબમિટ કરી શકશે.
નોટિફિકેશન
સીબીએસઈ ટૂંક સમયમાં જ વિવિધ વિગતો જેમ કે પાત્રતા માપદંડો, શિક્ષણ લાયકાત, સૂચનાઓ, ફી અને વધુ વિશે આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચો.
આ પણ વાંચોઃ- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા અંગે મહત્વનો નિર્ણય : પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો આ ચોક્કસ વાંચો
કેવી રીતે કરવી અરજી?
- સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર જાઓ.
- હોમપેજ પર, ભરતી વિભાગ પર જાઓ.
- લાઈવ ભરતી/જાહેરાતોની યાદી સાથે નવું પેજ ખુલશે.
- વિવિધ પોસ્ટ માટે સીધી ભરતી સંબંધિત લિંક શોધો અને ઓનલાઈન અરજી કરવા માટે ક્લિક કરો.
- અરજી ફોર્મમાં પૂછ્યા મુજબ વિગતો સાથે તમારી અરજી ભરો. તમારા રજિસ્ટર્ડ લોગિન આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરો.