CBSE (સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન)ના ધોરણ- 12ના પરીક્ષાના પરિણામો ટૂંક સમયમાં જાહેર થઇ શકે છે. ચાલુ વર્ષે સીબીએસઇ ધોરણ-12ની પરીક્ષા માટે 16.9 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ. અલબત્ત અત્યાર સુધી CBSE એ પરીક્ષાના પરિણામો ક્યારે જાહેર થશે તેની ચોક્કસ તારીખ જણાવી નથી. એકવાર પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ તેમના રિઝલ્ટ સત્તાવાર વેબસાઇટ્સ – cbse.nic.in, cbseresults.nic.in, cbseresults.gov.in અને cbse.gov.in પર જોઈ શકે છે.
આ વખતે CBSE દ્વારા ધોરણ- 12ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી 5 એપ્રિલ દરમિયાન યોજવામાં આવી હતી. પરીક્ષાનો સમયગાળો ત્રણ કલાકનો હતો, જે સવારે 10:30 વાગે શરૂ થતી હતી અને બપોરે 1:30 વાગે સમાપ્ત થતી હતી.
છેલ્લા કેટલાક વર્ષોમાં CBSEને ધોરણ 12ની પરીક્ષા લીધા બાદ તેના પરિણામો જાહેર કરવામાં લગભગ એક મહિનાનો સમય લાગ્યો હતો. જો કે, આવું ખાસ કરીને કોરોના મહામારી પહેલાના સમયમાં થયુ હતુ. વર્ષ 2018માં પરીક્ષાઓ 5 માર્ચથી 12 એપ્રિલની વચ્ચે યોજાઈ હતી, અને પરિણામ 43 દિવસ પછી 26 મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું.
જો કે વર્ષ 2019 પછી પરિણામોની ઘોષણાનો વેઇટિંગ પિરિયડ નાટકીય રીતે ઘટ્યો છે. અગાઉના વર્ષોમાં પરીક્ષા સમાપ્તના 43 દિવસની તુલનાએ, વર્ષ 2019માં પરિણામ 28 દિવસના રેકોર્ડ ઓછા સમયમાં જાહેર કરવામાં આવ્યું હતું. તે વર્ષે સીબીએસઇ ધોરણ-12ની પરીક્ષા 3 એપ્રિલે સમાપ્ત થઈ અને 2 મેના રોજ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતુ.
વર્ષ | પરીક્ષાની તારીખ | પરિણામની તારીખ |
2018 | 5 માર્ચ થી 12 એપ્રિલ | 26 મે |
2019 | 15 ફેબ્રુારી થી 3 એપ્રિલ | 2 મે |
2020 | કોરોના મહામારીને કારણે પરીક્ષા રદ થઇ | 13 જુલાઇ |
2021 | કોરોના મહામારીને કારણે પરીક્ષા રદ થઇ | 30 જુલાઇ |
2022 | પરીક્ષા બે ટર્મમાં યોજાઇ હતી. પ્રથમ ટર્મની પરીક્ષા નવેમ્બર ડિસેમ્બર 2021 અને બીજા ટર્મની પરીક્ષા મે-જૂન 2022માં યોજાઇ હતી. | 26 જુલાઇ |
The exams were yet again cancelled in 2021 due to the Covid-19 pandemic. The
નોંધનિય છે કે, વર્ષ 2020માં કોવિડ -19 મહામારીને કારણે વાર્ષિક પરીક્ષાઓ મુલતવી રાખ્યા પછી રદ કરવામાં આવી હતી. તે મહામારીના વર્ષે પરિણામ 13 જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. CBSEના જણાવ્યા અનુસાર વિવિધ રાજ્ય સરકારોની વિનંતીઓને કારણે પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી. પરીક્ષાઓ રદ કરવાના નિર્ણયનો ખુલાસો સૌથી પહેલા સુપ્રીમ કોર્ટની સુનાવણીમાં થયો હતો. તેથી પરિણામ આંતરિક મૂલ્યાંકનના આધારે તૈયાર કરવામાં આવ્યું હતું.
જો કે કોરોના મહામારીની બીજી ભયંકર લહેરને કારણે ફરીવાર વર્ષ 2021માં પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી. 30 જુલાઇના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. વર્ષ 2020 અને 2021માં ધોરણ 12ના પરિણામોની ઘોષણામાં 17 દિવસનો તફાવત હતો. વર્ષ 2021માં સીબીએસઇ ધોરણ 12ના પરિણામ તૈયાર કરવા માટે બોર્ડ દ્વારા 13 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી.
વર્ષ 2022માં પરીક્ષાઓ બે ટર્મમાં યોજાઈ હતી, પ્રથમ-ટર્ નવેમ્બર-ડિસેમ્બર અને બીજી-ટર્મ મે-જૂન 2023માં યોજાઈ હતી. તે વર્ષે CBSE એ 41 દિવસ પછી 26 જુલાઈના રોજ પરિણામ જાહેર કર્યા હતા જે કોરોના મહામારી પહેલાની 2019 અને 2018ની બોર્ડ પરીક્ષાઓની તુલનાએ 2 દિવસ વહેલા હતા.
આ પણ વાંચોઃ GSEB ધોરણ 12 સાયન્સ, GUJCET પરિણામ 2023 અપડેટ્સ: આ વેબસાઇટ્સ પર સ્કોર તપાસી શકાશે
પાછલા વર્ષે સીબીએસઇની પરીક્ષાઓ બે ટર્મમાં લેવામાં આવી હતી જેમાં પ્રથમ ટર્મની પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બરમાં અને બીજા ટર્મની પરીક્ષા મે-જૂનમાં યોજાઇ હતી. વર્ષ 2022માં ધોરણ 12ની પરીક્ષા માટે 14,44,341 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ અને 92.71 ટકા પરીક્ષાથી પાસ થયા હતા.
Disclaimer : આ આર્ટિકલ Financial Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.