સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2025: ક્રેડિટ ઓફિસરની 1000 જગ્યાઓ પર ભરતી, અહીં વાંચો બધી માહિતી

Central bank of India Recruitment 2025, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી માટે ક્રેડિટ ઓફિસરની પોસ્ટની વિગતે માહિતી, શૈક્ષણિક લાયકાત, અરજી કેવી રીતે કરવી સહિતની માહિતી અહીં આપવમાં આવેલી છે.

Written by Ankit Patel
February 01, 2025 10:39 IST
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2025: ક્રેડિટ ઓફિસરની 1000 જગ્યાઓ પર ભરતી, અહીં વાંચો બધી માહિતી
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી - photo - Social media

Central bank of India Recruitment 2025, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી : બેંકમાં નોકરી મેળવવા ઈચ્છા ઉમેદવારો માટે અત્યારે ચાંદી જ ચાંદી છે. કારણ કે અત્યારે વિવિધ બેંકોમાં ભરતીઓ ચાલી રહી છે. ત્યારે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ પણ ક્રેડિટ ઓફિસરની 1000 જેટલી જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. સંસ્થાએ આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા 30 જાન્યુઆરી 2025થી ચાલુ થઈ ગઈ છે જે 20 ફેબ્રુઆરી 2025 સુધી ચાલશે.

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી અંતર્ગત ક્રેડિટ ઓફિસર માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અનુભવ, અરજી પ્રક્રિયા, અરજી ફી, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી માટે અગત્યની માહિતી

સંસ્થાસેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા
પોસ્ટક્રેડિટ ઓફિસર
જગ્યા1000
એપ્લિકેશન મોડઓનલાઈન
વયમર્યાદા20થી 30 વર્ષ વચ્ચે
અરજી કરવાની છેલ્લી તારીખ20 ફેબ્રુઆરી 2025
ક્યાં અરજી કરવીcenterbankofindia.co.in

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી, પોસ્ટની વિગતો

કેટેગરીજગ્યા
SC150
ST75
OBC270
EWS100
સામાન્ય405

શૈક્ષણિક લાયકાત

ઉમેદવારો પાસે સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી કોઈપણ વિદ્યાશાખામાં ડિગ્રી (સ્નાતક) 60% ગુણ અથવા સમકક્ષ ગ્રેડ (SC/ST/OBC/PWBD માટે 55%) સાથે હોવી જોઈએ.અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય કોઈપણ સમકક્ષ લાયકાત.

વય મર્યાદા

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી માટે ઉમેદારોની વય મર્યાદની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 20 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ એટલે કે ઉમેદવારનો જન્મ 30.11.1994 કરતાં પહેલાં અને 30.11.2004 (બંને તારીખો સહિત) કરતાં પહેલાં ન થયો હોવો જોઈએ.

પસંદગી પ્રક્રિયા

પસંદગી ઓનલાઈન ટેસ્ટ દ્વારા થશે જેમાં વર્ણનાત્મક કસોટી અને વ્યક્તિગત ઈન્ટરવ્યુનો સમાવેશ થાય છે.ઉમેદવારોની અંતિમ પસંદગી ઉમેદવારોએ ઓનલાઈન પરીક્ષા અને વ્યક્તિગત ઈન્ટરવ્યુમાં મેળવેલા ગુણના આધારે કરવામાં આવશે. અંતિમ યાદી સંબંધિત શ્રેણીઓ એટલે કે SC/ST/OBC/EWS/GEN માટે ઉતરતા ક્રમમાં તૈયાર કરવામાં આવશે.

અરજી ફી

અરજી ફી મહિલા/SC/ST/PWBD ઉમેદવારો માટે ₹150/- અને અન્ય તમામ શ્રેણીના ઉમેદવારો માટે ₹750/- છે. ) ડેબિટ કાર્ડ્સ (RuPay/Visa/MasterCard/Maestro), ક્રેડિટ કાર્ડ્સ, ઈન્ટરનેટ બેન્કિંગ, IMPS, કેશ કાર્ડ્સ/મોબાઈલ વોલેટ્સ/UPIનો ઉપયોગ કરીને સ્ક્રીન પર પૂછવામાં આવેલી માહિતી આપીને ચુકવણી કરી શકાય છે.

અરજી કેવી રીતે કરવી

  • સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી માટે અરજી કરવા ઉમેદવારોએ બેંકની વેબસાઈટ centerbankofindia.co.in ઉપર જવું
  • જ્યાં કરિયર ઓપ્શનમાં જઈને અરજી કરી શકાશે.
  • ઉમેદવારોએ ઓનલાઈન અરજી 20 ફેબ્રુઆરી 2025 સુધીમાં કરવાની રહેશ.
  • અરજી કર્યા બાદ તેની પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી.

નોટિફિકેશન

ગુજરાતમાં અને દેશ વિદેશમા ચાલતી વિવિદ ભરતીઓ વિશે વધુ અહીં વાંચો

ઉમેદવારોને ખાસ સૂચન છે કે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું ભરતીનું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું અને ત્યારબાદ અરજી કરવી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ