/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Central-bank-of-India-Bharti.jpg)
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી - photo - Social media
central bank of India Recruitment 2025, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી : બેંકમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ ઝોન આધારિત ઓફિસરની જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે બેંકે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ, પોસ્ટની સંખ્યા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતીની અગત્યની માહિતી
| સંસ્થા | સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા |
| પોસ્ટ | ઓફિસર |
| જગ્યા | 266 |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| અરજી કરવાની શરુઆતની તારીખ | 21 જાન્યુઆરી 2025 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 9 ફેબ્રુઆરી 2025 |
| ક્યાં અરજી કરવી | centerbankofindia.co.in |
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી પોસ્ટની વિગતો
| કેટેગરી | જગ્યા |
| SC | 39 |
| ST | 19 |
| OBC | 71 |
| EWS | 26 |
| GEN | 111 |
| કુલ | 266 |
અમદાવાદ ઝોનમાં કેટલી જગ્યા
| કેટેગરી | જગ્યા |
| SC | 18 |
| ST | 9 |
| OBC | 33 |
| EWS | 12 |
| GEN | 51 |
| કુલ | 123 |
ઝોન પ્રમાણે જગ્યાની વિગત
| ઝોન | જગ્યા |
| અમદાવાદ | 123 |
| ચેન્નાઈ | 58 |
| ગુવાહાટી | 43 |
| હૈદરાબાદ | 42 |
શૈક્ષણિક લાયકાત
માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક અથવા ઈન્ટિગ્રેટેડ ડ્યુઅલ ડિગ્રી (IDD), મેડિકલ, એન્જિનિયરિંગ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કોસ્ટ એકાઉન્ટન્ટ જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે.
વય મર્યાદા
અરજી કરવા માટેની વય મર્યાદા 30 નવેમ્બર, 2024 ના રોજ 21 વર્ષથી 32 વર્ષની વચ્ચે હોવી જોઈએ એટલે કે ઉમેદવારોનો જન્મ 30.11.2003 પછી અને 01.12.1992 (બંને દિવસો સહિત) કરતાં પહેલાં થયો ન હોવો જોઈએ.
પસંદગી પ્રક્રિયા
પસંદગી પ્રક્રિયામાં લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુનો સમાવેશ થાય છે. લેખિત પરીક્ષામાં 120 પ્રશ્નો અને 120 માર્કસ હશે. પરીક્ષાનો સમયગાળો 80 મિનિટનો છે. સામાન્ય લેખિત પરીક્ષા માટે વેઇટેજ: ઇન્ટરવ્યૂ - 70:30 (લાગુ હોય તેમ). ઓનલાઈન ટેસ્ટમાં મેળવેલા ગુણના આધારે ઝોન મુજબ અને કેટેગરી મુજબ મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે.
અરજી ફી
અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ/PWBD ઉમેદવારો/મહિલા ઉમેદવારો માટેની અરજી ફી ₹175/- + GST છે અને અન્ય તમામ ઉમેદવારો માટે ₹850/- + GST છે. ડેબિટ કાર્ડ્સ (RuPay/Visa/MasterCard/Maestro), ક્રેડિટ કાર્ડ્સ, ઈન્ટરનેટ બેન્કિંગ, IMPS, કેશ કાર્ડ્સ/મોબાઈલ વોલેટ્સનો ઉપયોગ કરીને સ્ક્રીન પર પૂછ્યા મુજબની માહિતી આપીને ચુકવણી કરી શકાય છે.
અરજી કેવી રીતે કરવી?
- સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા બેંકની centerbankofindia.co.in વેબસાઈટની મુલાકાત લેવી
- અહીં કરિયર ઓપ્શનમાં જઈને અરજી કરવાની રહેશે.
- જરૂરી વિગતો અને દસ્તાવેજો સબમીટ કર્યા બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી.
- ઉમેદવારોએ 9 ફેબ્રુઆરી 2025 પહેલા અરજી કરવાની રહેશે.
નોટીફિકેશન
ઉમેદવારોને સૂચન કરવામાં આવે છે કે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની ભરતી કરતા પહેલા આ લેખમાં આપેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us