સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી : બેંકમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરની નોકરી મેળવવાની તક, અહીં વાંચો બધી માહિતી

Central bank of India Bharti : સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નોકરીનું સ્થળ, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી કેવી રીતે કરવી એ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

Written by Ankit Patel
January 03, 2025 12:05 IST
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી : બેંકમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરની નોકરી મેળવવાની તક, અહીં વાંચો બધી માહિતી
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી - photo - Social media

Central Bank of India Recruitment, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી : બેંકમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે આ કામના સમાચાર છે. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ સમગ્ર ભારતમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરની પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આઈટી વિભાગમાં વિવિધ રોલ માટે ઉમેદવારો પસંદ કરવા માટે બેંકે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નોકરીનું સ્થળ, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી કેવી રીતે કરવી એ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી માટે મહત્વની માહિતી

સંસ્થાસેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા
પોસ્ટસ્પેશિયાલિસ્ટ ઓફિસર
જગ્યા62
વિભાગઈન્ફોર્મેશન ટેક્નોલોજી
વય મર્યાદા22થી 38 વર્ષ વચ્ચે
અરજી કરવાની છેલ્લી તારીખ12.1.2025
ક્યાં અરજી કરવીhttps://www.centralbankofindia.co.in/en

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી, સ્પેશિયાલિસ્ટ ઓફિસર પોસ્ટની વિગતો

કેટેગરીજગ્યા
SC9
ST4
OBC16
EWS6
GEN27
કુલ27

વિવિઘ સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જોબ રોલ અને જગ્યા

જોબ રોલજગ્યા
ડેટા એન્જિનિયર/વિશ્લેષક3
ડેટા સાયન્ટિસ્ટ2
ડેટા-આર્કિટેક્ટ/કુડ આર્કિટેક્ટ/ડિઝાઇનર/મોડલર2
ML ઑપ્સ એન્જિનિયર2
જનરલ AI નિષ્ણાતો (મોટી ભાષા મોડેલ)2
ઝુંબેશ મેનેજર (SEM અને SMM)1
SEO નિષ્ણાત1
ગ્રાફિક ડિઝાઇનર અને વિડિયો એડિટર1
સામગ્રી લેખક (ડિજિટલ માર્કેટિંગ)1
માર્ટેક સ્પેશિયાલિસ્ટ1
નીઓ સપોર્ટ આવશ્યકતા- L26
નીઓ સપોર્ટ આવશ્યકતા- L110
પ્રોડક્શન સપોર્ટ/ટેક્નિકલ સપોર્ટ એન્જિનિયર10
ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન સપોર્ટ એન્જિનિયર10
ડેવલપર/ડેટા સપોર્ટ એન્જીનિયર10
કુલ62

શૈક્ષણિક લાયકાત

વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. બી.ઈ. / B. ટેક. કમ્પ્યુટર સાયન્સ / કમ્પ્યુટરમાં એપ્લિકેશન / માહિતી ટેકનોલોજી / ઇલેક્ટ્રોનિક્સ / ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન્સ / ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન્સ / ડેટા સાયન્સ / MCA / M.SC સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર અથવા આંકડાશાસ્ત્ર/અર્થશાસ્ત્રમાં માસ્ટર્સ ડિગ્રી /સંબંધિત ક્ષેત્રોને પ્રાધાન્ય આપવામાં આવે છે. વિવિધ જોબ પ્રોફાઇલ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. માટે શૈક્ષણિક લાયકાત વિશે સંપૂર્ણ જાણકારી મેળવવા માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.

વય મર્યાદા અને પગાર ધોરણ

વિવિધ પોસ્ટ માટે ઉમેદાવરોની વિવિદ વય મર્યાદાની માંગ કરવામાં આવી છે. જોકે, 22 વર્ષથી 38 વર્ષ વચ્ચે ઉમેદવારોની ઉંમર હોવી જોઈએ. આ ઉપરાંત પગાર ધોરણની વાત કરીએ તો આ પોસ્ટ પર પસંદ પામેલા ઉમેદવારોને બેંકના ધારા ધોરણ પ્રમાણે પગાર મળવા પાત્ર રહેશે.

અરજી ફી

કેટેગરીફી
જનરલ/EWS/OBC₹750+GST
SC/ST/PWBD0

અરજી કેવી રીતે કરવી

  • સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી માટે ઉમેદવારોએ 12 જાન્યુઆરી 2025 પહેલા ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ઉમેદવારોએ અરજી કરવા માટે બેંકની વેબસાઈટ https://www.centralbankofindia.co.in/enની મુલાકાત લેવી
  • કરિયર ઓપ્શન ઉપર જઈને અરજી કરવાની રહેશે.

નોટિફિકેશન

ઉમેદવારોને સૂચન છેકે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી માટે અરજી કરતા પહેલા ઉમેદવારોએ આ લેખમાં આપેલા નોટિફિકેશનને ધ્યાન પૂર્વ વાંચવું.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ