Jobs in Kheda, ચકલાસી નગરપાલિકા ભરતી : ખેડા જિલ્લામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરીના સારા સમાચાર આવી ગયા છે. ખેડા જિલ્લામાં આવેલી ચકલાસી નગરપાલિકા દ્વારા સીટી મેનેજરની પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવાર પસંદ કરવા માટે સંસ્થાએ વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે. વોક ઈન ઈન્ટરવ્યુમાં હાજર રહેવા માટે સંસ્થાએ ઉમેદવારોને આમંત્રિત કર્યા છે.
Kheda Bharti અંતર્ગત સીટી મેજનેર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ, વય મર્યાદા, વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
ગુજરાત ભરતી 2025 ની મહત્વની માહિતી
સંસ્થા ચકલાસી નગરપાલિકા (ખેડા જિલ્લો)પોસ્ટ સીટી મેનેજરજગ્યા 01નોકરીનો પ્રકાર 11 માસ કરાર આધારિતએપ્લિકેશન મોડ વોક ઈન ઈન્ટરવ્યુવોક ઈન ઈન્ટરવ્યુ તારીખ 25-11-2025ઈન્ટરવ્યુ સ્થળ સરનામુ નીચે આપેલું છે
ચકલાસી નગરપાલિકા ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો
સ્વચ્છ ભારત મિશન અર્બન, ગુજરાત અંતર્ગત ચકલાસી નગરપાલિકામાં 11 માસ કરાર આધારિત સીટી મેનેજર પોસ્ટની એક જગ્યા માટે વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે. તારીખ 25-11-2025ના રોજ વોક ઈન ઈન્ટરવ્યુ રાખવામાં આવ્યું છે.
શૈક્ષણિક લાયકા
- ચકલાસી નગરપાલિકા ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો B.E/B.Tech- Environment, B.E/B.tech civil, M.E/M.Tech- Environment, M.E/M.tech civil
- ડિગ્રી મેળવ્યા બાદ એક વર્ષનો અનુભવ
પગાર ધોરણ
ચકલાસી નગરપાલિકા ભરતી 11 માસના કરાર આધારિત હોવાથી સીટી મેનેજર પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમદેવારોને પ્રતિ માસ ₹30,000 ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે.
વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ-સમય-સ્થળ
યોગ્યતા ધરાવતા ઉમદેવારે ચકલાસી નગરવાલિકા ખાતે સવારે 10:30થી 11:30 સુધી રૂબરૂ હાજર રહી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તેમજ 12 કલાકથી ઈન્ટરવ્યુ શરૂ થશે.
ઈન્ટરવ્યુ સ્થળ
ચકલાસી નગરપાલિકા ભવન, ખેડા જિલ્લો
ભરતીની જાહેરાત
આ પણ વાંચોઃ- Weekly Government Bharti 2025 : ભારતીય સેના, આઈબી, પ્રોફેસર સહિતની નોકરીઓ માટે અંતિમ તક, આ સપ્તાહમાં થશે બંધ
ઉમેદવારોએ શું ધ્યાનમાં રાખવું
- ઉમેદવારોએ લાયકાત અને અનુભવના અસલ પ્રમાણપત્રો તેમજ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકર અને પાસપોર્ટ સાઈઝના બે ફોટોગ્રાફ્સ સાથે હાજર રહેવું.
- ભરતી અંગેની શરતો અત્રેની કચેરીના નોટીસ બોર્ડ પર જોઈ શકાશે





