CISF Recruitment 2025 : CISF કોન્સ્ટેબલ ભરતી માટે અરજી આજથી શરૂ, જાણો બધી વિગતો

CISF Constable Recruitment 2025 Online Apply Career News Updates: CISF કોન્સ્ટેબલ ભરતી માટે અરજી પ્રક્રિયા આજથી શરુ કરવામાં આવી છે. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સમાં સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક છે. ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? સહિત તમામ વિગત અહીં જાણો.

CISF Constable Recruitment 2025 Online Apply Career News Updates: CISF કોન્સ્ટેબલ ભરતી માટે અરજી પ્રક્રિયા આજથી શરુ કરવામાં આવી છે. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સમાં સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક છે. ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? સહિત તમામ વિગત અહીં જાણો.

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
CISF Recruitment 2025 : CISF કોન્સ્ટેબલ ભરતી માટે અરજી આજથી શરૂ, જાણો બધી વિગતો । CISF Constable Recruitment 2025 Apply Online News In Gujarati

CISF Recruitment 2025 : CISF કોન્સ્ટેબલ ભરતી માટે અરજી અંગે જાણો વિગતો (ફોટો ક્રેડિટ CISF)

CISF Constable Recruitment 2025: સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) માં કોન્સ્ટેબલ અને ટ્રેડ્સમેનની જગ્યાઓ પર ભરતી માટેની અરજી પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા ઉમેદવારો 3 એપ્રિલ 2025 સુધી સત્તાવાર વેબસાઇટ cisfrectt.cisf.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ ભરતી અભિયાન હેઠળ કુલ 1161 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

Advertisment

કોણ અરજી કરી શકે છે?

CISF કોન્સ્ટેબલ ભરતી 2025 માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ કોઈપણ માન્ય બોર્ડમાંથી ધોરણ 10 અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.

આ રીતે અરજી પ્રક્રિયા પૂર્ણ કરો

  • સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સની સત્તાવાર વેબસાઇટ cisfrectt.cisf.gov.in પર જાઓ.
  • લોગિન ટેબ પર ક્લિક કરો: હોમપેજ પર જાઓ અને અરજી માટે નોંધણી કરો.
  • અરજી ફોર્મ ભરો: તમારી જરૂરી માહિતી દાખલ કરો અને ઓનલાઇન અરજી ફી ચૂકવો.
  • ફોર્મ સબમિટ કરો: જરુરી વિગતો સાથે અરજી સબમિટ કરો અને એની પ્રિન્ટઆઉટ લો.

પસંદગી કેવી રીતે કરવામાં આવશે?

CISF ભરતી 2025 અંતર્ગત કોન્સ્ટેબલ અને ટ્રેડ્સમેનની જગ્યાઓ પર પસંદગી પ્રક્રિયા અનેક તબક્કામાં થશે. આમાં શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET), શારીરિક ધોરણ કસોટી (PST), દસ્તાવેજ ચકાસણી, લેખિત કસોટી અને તબીબી પરીક્ષણનો સમાવેશ થાય છે. આ પરીક્ષાઓની તારીખો પછીથી જાહેર કરવામાં આવશે.

Advertisment

CISF ભરતી 2025 માટે મહત્વપૂર્ણ માહિતી

  • કોન્સ્ટેબલ અને ટ્રેડ્સમેનની જગ્યાઓ પર ભરતી માટે આજથી અરજી શરુ
  • અરજી કરવાની છેલ્લી તારીખ 3 એપ્રિલ 2025 નિયત કરવામાં આવી છે.
  • કુલ ખાલી જગ્યાઓ 1161 પર ભરતી કરાશે
  • સત્તાવાર વેબસાઇટ: cisfrectt.cisf.gov.in છે. જ્યાં તમે ઓનલાઇન અરજી કરી શકશો

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે નવા નિયમ વિશે વાંચો

અંતિમ મેરિટ યાદી

લેખિત પરીક્ષામાં પ્રદર્શનના આધારે અંતિમ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. જોકે, ઉમેદવારો માટે PET, PST, દસ્તાવેજીકરણ, ટ્રેડ ટેસ્ટ અને તબીબી પરીક્ષા પાસ કરવી ફરજિયાત રહેશે. બધી પાત્રતા શરતો પૂર્ણ કરનારા ઉમેદવારોની અંતિમ પસંદગી કરવામાં આવશે.

નોકરી સરકારી નોકરી