CISF Recruitment 2022: કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળમાં નોકરીઓ મેળવવાની બમ્પર તક મળી છે. CISFએ હેડ કોન્સ્ટેબલ અને આસિસન્ટન્ટ સબ ઈસ્પેક્ટરના પદો ઉપર ભરતી માટે આવેદન મંગાવ્યા છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો જો આ પદ માટે અરજી કરવા માંગતા હોવ તો આવા ઉમેદવારો CISFની સત્તાવાર વેબસાઈટ cisf.gov.in ઉપર જ જઈને અરજી કરી શકે છે. આ પદો માટે આવેદન કરવાની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર છે.
આ નોકરીમાં રસ ધરાવતા ઉમેદવારો સીધા જ https://www.cisf.gov.in/cisfeng/ લીંક થકી ભરત પર અરજી કરી શકે છે. આ ઉપરાંત સત્તાવાર જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરી શકો છો. આ સીઆઈએસએફમાં કુલ 540 જગ્યાઓની ભરતી કરવામાં આવનારી છે.
CISF Recruitment માટે મહત્વની તારીખ
ઓનલાઈન અરજી કરવાની શરુઆતની તારીખ – 26 સપ્ટેમ્બર 2022
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ – 25 ઓક્ટોબર 2022
ભરતી અંગે મહત્વની વિગતો
સંસ્થાનું નામ | CISF |
કુલ જગ્યા | 540 |
વયમર્યાદા | 18થી 25 વચ્ચે |
પગાર | રૂ.25,000થી રૂ.92,000 સુધી |
લાયકાત | ઉમેદવારે કોઈપણ માન્ય સંસ્થામાં ધો.12 પાસ કરેલું હોવું જોઈએ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 25 ઓક્ટોબર 2022 |
ક્યાં અરજી કરવી | અરજી કરવા માટે અહીં ક્લિક કરો |
સીઆઈએસએફમાં કુલ જગ્યાની ભરતી
સત્તાવાર જાહેર થયેલા નોટિફિકેશનના આધારે જોઈએ તો આ ભરત અંતર્ગત 540 જગ્યાઓ ભરવામાં આવશે.
લાયકાત
રસ ધરાવતા ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત બોર્ડથી 12મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ.
વય મર્યાદા
લાયક અને નોકરી માટે રસ ધરવાતા ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 25 વર્ષ સુધી હોવી જોઈએ.
અરજી ફી કેટલી?
ઉમેદવારોએ અરજી કરી વખતે અરજી ફી 100 રૂપિયા ચૂકવવા પડશે.
પગાર ધોરણ
પસંદ કરાયેલા ઉમેદવારોને લેવલ પ્રમાણે પગાર આપવામાં આવશે
- HC – પગાર સ્કેલ 4 (રૂ.25,500- રૂ.81,100 પગાર મેટ્રિક્સમાં)
- ASI – પે લેવલ – 5 (પે મેટ્રિક્સમાં 29,200 – 92,300 રૂપિયા)
પસંદગી પ્રક્રિયા
- ફિજિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ અને દસ્તાવેજીકરણ ઓએમઆર- કમ્પ્યુટર આધારિત ટેસ્ટ
- સીબીટી મોડ અંતર્ગત લેખીત પરીક્ષા
- સ્કિલ ટેસ્ટ
- મેડિકલ ટેસ્ટ