CISF ભરતી 2025 : ધો.10 પાસ ઉમેદવારો માટે ₹ 70 હજાર સુધીની સરકારી નોકરી, અહીં વાંચો બધી જ માહિતી

CISF Tradesmen Recruitment 2025 : CISF ભરતી 2025 અંતર્ગત કોન્સ્ટેબલ ટ્રેડસમેન પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, ભરતી અંગે મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

CISF Tradesmen Recruitment 2025 : CISF ભરતી 2025 અંતર્ગત કોન્સ્ટેબલ ટ્રેડસમેન પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, ભરતી અંગે મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
CISF recruitment 2025

CISF recruitment 2025 : સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ ભરતી - photo- X @CISFHQrs

CISF Constable Tradesman Recruitment 2025: CISFમાં સરકારી નોકરીનું સપનું જોતા યુવાનો માટે મોટી ભરતી આવી છે. CISF એ કોન્સ્ટેબલ ટ્રેડસમેનની ભરતીની જાહેરાત કરી છે. આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

CISF ભરતી 2025 અંતર્ગત ટ્રેડસમેન પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, ભરતી અંગે મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

CISF ભરતી 2025ની મહત્વની માહિતી

સંસ્થાકેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)
પોસ્ટટ્રેડ્સમેન કોન્સ્ટેબલ
જગ્યા1161
એપ્લિકેશન મોડઓનલાઈન
વય મર્યાદા18થી 28 વર્ષ
અરજી કરવાની શરુઆતની તારીખ5 માર્ચ 2025
અરજી કરવાની છેલ્લી તારીખ3 એપ્રિલ 2025
ક્યાં અરજી કરવીwww.cisf.gov.in

CISF ટ્રેડમેન પોસ્ટની વિગતો

CISF કોન્સ્ટેબલ ટ્રેડસમેનની આ ખાલી જગ્યા કોન્સ્ટેબલ કૂક, દરજી, વાળંદ, સફાઈ કામદાર, ચિત્રકાર, માળી અને અન્ય જગ્યાઓ માટે બહાર પાડવામાં આવી છે. કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ ખાલી છે? ઉમેદવારો નીચે આપેલા કોષ્ટકમાંથી તેની વિગતો જોઈ શકે છે.

પોસ્ટજગ્યા
કોન્સ્ટેબલ કૂક493
કોન્સ્ટેબલ મોચી9
કોન્સ્ટેબલ ટેલર23
કોન્સ્ટેબલ વાળંદ199
કોન્સ્ટેબલ ધોબી262
કોન્સ્ટેબલ સફાઈ કામદાર152
કોન્સ્ટેબલ ચિત્રકાર2
કોન્સ્ટેબલ સુથાર9
કોન્સ્ટેબલ ઇલેક્ટ્રિશિયન4
કોન્સ્ટેબલ માળી4
કોન્સ્ટેબલ વેલ્ડર1
કોન્સ્ટેબલ ચાર્જમેન મિકેનિકલ1
કોન્સ્ટેબલ એમપી એટેન્ડન્ટ2
કુલ1161

શૈક્ષણિક લાયકાત

CISF કોન્સ્ટેબલ ટ્રેડસમેનની આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી 10મું પાસ કરેલ હોવું આવશ્યક છે.

વય મર્યાદા

ઉમેદવારોની ઉંમર વિશે વાત કરીએ તો ઉમેદવારોની લઘુત્તમ વય 18 વર્ષથી ઓછી અને મહત્તમ વય 28 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
અનામત વર્ગોને નિયમો અનુસાર ઉચ્ચ વયની છૂટ આપવામાં આવી છે.
ઉમેદવારોની ઉંમરની ગણતરી 1લી ઓગસ્ટ 2025ના આધારે કરવામાં આવશે.

ભરતી અંગે મહત્વની તારીખ

સંસ્થાની વેબસાઇટ www.cisf.gov.in પર ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા 5 માર્ચથી શરૂ થશે. જેમાં ઉમેદવારો છેલ્લી તારીખ 3 એપ્રિલ 2025 સુધી અરજી કરી શકશે.

CISF ભરતી અંતર્ગત પગાર

કોન્સ્ટેબલ ટ્રેડસમેનની પોસ્ટ પર નિમણૂક કર્યા પછી, ઉમેદવારોને દર મહિને ₹ 21,700- ₹ 69,100/-નો પગાર મળશે.

CISF ભરતની પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET), શારીરિક ધોરણ કસોટી (PST), દસ્તાવેજની ચકાસણી, લેખિત પરીક્ષા અને તબીબી પરીક્ષા વગેરે જેવા તબક્કાઓ દ્વારા કરવામાં આવશે.

CISF ભરતી માટે અરજી ફી

આ CISF ભરતી માટે અરજી કરવા માટે, જનરલ/OBC/EWS કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. જ્યારે SC/ST/મહિલા ઉમેદવારો માટે કોઈ ફી નિર્ધારિત કરવામાં આવી નથી.

શારીરિક લાયકાત

પુરૂષ ઉમેદવારોની ઊંચાઈ 170 સેમી અને CISF કોન્સ્ટેબલ માટે મહિલા ઉમેદવારોની ઊંચાઈ 157 સેમી હોવી જોઈએ.

ગુજરાતમાં ચાલતી ભરતીઓ અને કરિયર વિશેની વધુ માહિતી જાણવા માટે અહીં વાંચો.

નોટિફિકેશન

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી

CISF ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ www.cisf.gov.in વેબસાઈટ ઉપર જઈને અરજી કરી શકશે. અરજી પ્રક્રિયા 5 માર્ચ 2025ના રોજથી શરુ થવાની છે. જે 3 એપ્રિલ 2025 સુધી ચાલશે.

Advertisment
નોકરી કરિયર ભરતી સરકારી નોકરી