GPSC Recruitment 2022: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા ગુજરાત સરકારમાં વિવિધ જગ્યાઓ ઉપર વર્ગ 1 અને વર્ગ 2 અધિકારીની કુલ 306 જગ્યાઓ ઉપર ભરતી બહાર પાડી છે. જીપીએસસીએ એકાઉન્ટ ઓફિસર વર્ગ 1 અને 2 માટે આદર્શ નિવાસી શાળાના આચાર્ય, કાર્યપાલક ઈજનેર (સિવિલ) વર્ગ 1 માટે ભરતી પ્રકાશિત કરી છે. કાર્યપાલક ઈજનેર વર્ગ 2 (સિવિલ), સહાયક ઈજનેર (સિવિલ), કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ), સહાયક ઈજનેર (મિકેનિકલ) પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. અહીં આપણે ઉમેદવારો કેવી રીતે અરજી કરી શકે એ અંગેની પ્રક્રિયા
કેવી રીતે કરવી અરજી?
એકાઉન્ટ ઓફિસર વર્ગ 1 અને 2 માટે આદર્શ નિવાસી શાળાના આચાર્ય, કાર્યપાલક ઈજનેર (સિવિલ) વર્ગ 1 માટે અને કાર્યપાલક ઈજનેર વર્ગ 2 (સિવિલ), સહાયક ઈજનેર (સિવિલ), કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ), સહાયક ઈજનેર (મિકેનિકલ) પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ શું ધ્યાનમાં રાખવું એ આ પ્રમાણે છે.
- ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક અને જગ્યાનું નામ સ્પષ્ટ રીતે વાંચીને ઓનલાઈન અરજી કરવી
- ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ http://www.gpsc-ojas.gujarat.gov.inની મુલાકાત લેવાની રહેશે
- ઓનલાઈન અરજી કરતી વખતે તમામ વિગતો અરજીપત્રમાં ભર્યા બાદ, તે વિગતોની ખાતરી કરીને ત્યાર પછી જ અરજી કન્ફર્મ કરવાની રહેશે
- કન્ફર્મ થયેલા અરજીપત્રની વિગતો કે તેમાં ઉમેદવારે આપેલી માહિતીમાં ક્ષતિ કે ચૂક બાબતે સુધારો કરાવની જરૂર જણાય તો http://www.gpsc-ojas.gujarat.gov.inના ONline Application મેનુમાં EDit વિકલ્પમાં જઈને તે જાહેરાતમાં ઓનલાઈન અરજી કરવાના આખરી દિવસ અને સમય સુધીમાં કોઈપણ વિગત સુધારી શકાશે.
- જાહેરાતના ઓનલાઈન અરજી કરવાનો સમયપૂર્ણ થયા બાદ ઓનલાઈન ભરેલા અરજી પત્રમાં કોઈ સુધારા વધારા થઈ શકે નહીં.
- એક કરતા વધારે સંખ્યામાં અરજી કર્યાના કિસ્સામાં છેલ્લે કન્ફર્મ થયેલી અરજી જ માન્ય રાખવામાં આવશે.
- બિન અનામત વર્ગના ઉમેદવારો માટે છેલ્લે કન્ફર્મ થયેલી ફી સાથેનું અરજી પત્રક માન્ય રાખવામાં આવશે.
- ઉમેદવારોએ રૂબરૂ મુલાકાતને પાત્ર થયાના કિસ્સામાં રજૂ કરવાના થતા પ્રમાણપત્રો તૈયાર રાખવાના રહેશે.
- બિન અનામત ઉમેદવારો અરજી ફી પોસ્ટ ઓફિસ ચણથી તારીખ 2.11.2022 સુધીમાં જે તે પોસ્ટ ઓફિસનાં કચેરી સમય સુધી ભરી શકશે અને ઓનલાઈન આયોગની વેબસાઈટ ઉપર રાત્રીના 11.59 સુધી ભરી શકાશે
સંસ્થાનું નામ | ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) |
પોસ્ટનું નામ | એકાઉન્ટ ઓફિસર વર્ગ 1 અને 2 આદર્શ નિવાસી શાળાના આચાર્ય, કાર્યપાલક ઈજનેર (સિવિલ) વર્ગ 1, Dy. કાર્યપાલક ઈજનેર વર્ગ 2 (સિવિલ), મદદનીશ ઈજનેર (સિવિલ), કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ), સહાયક ઈજનેર (મિકેનિકલ) |
કુલ ખાલી જગ્યાઓ | 306 |
જોબ લોકેશન | ગુજરાત |
અરજી કરવાની શરુઆતની તારીખ | 15/10/2022 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 01/11/2022 |
રજીસ્ટ્રેશન મોડ | ઓનલાઈન અરજી |
ઉમેદવારોને ખાસ સલાહ
જાહેરાતમાં જણાવ્યા પ્રમાણે ઉમેદવારોને ખાસ સલાહ આપવામાં આવે છે કે ઓનલાઈન અરજી કરવા માટે તારીખ 1-11-2022ના રાત્રીના 11.59 વાગ્યા સુધી જ વેબસાઈટ ખુલ્લી રહેશે. માત્ર આખરી દિવસો સુધી રાહમાં નહીં રહેતા ઓનલાઈન અરજીપત્રકમાં તમામ વિગો કાળજીપૂર્વક ચકાસીને વહેલી તકે ભરવા અને ઓનલાઈન અરજી કન્ફર્મ કરવા જણાવવામાં આવે છે.
આ ઉપરાંત ઓનલાઈન કન્ફર્મ થયેલી અરજીની નકલ અવશ્ય ડાઉનલોડ કરી લેવી. ઉમેદવાર દ્વારા નિયત સમયમાં ઓનલાઈન અરજી પત્રક ભરી મેળવી લેવા ફરજિયાત છે. તે ઉપરાંત ઓનલાઇન કન્ફર્મ થયેલા અરજીપત્રકની કલ અવશ્ય ડાઉનલોડ કરી લેવી. ઉમેદવાર દ્વારા નિયત સમયમાં ઓનલાઈન અરજી પત્રક ભરી કન્ફર્મ નંબર મેળવી લેજો ફરજિયાત છે. જેમાં ચૂક થશે તો ઉમેદવાર જ જવાબદાર રહેશે.
જીપીએસસી ભરતીની મહત્વની વિગતો
- સંસ્થાનું નામ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)
- પોસ્ટનું નામ એકાઉન્ટ ઓફિસર વર્ગ 1 અને 2 આદર્શ નિવાસી શાળાના આચાર્ય, કાર્યપાલક ઈજનેર (સિવિલ) વર્ગ 1, Dy. કાર્યપાલક ઈજનેર વર્ગ 2 (સિવિલ), મદદનીશ ઈજનેર (સિવિલ), કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ), સહાયક ઈજનેર (મિકેનિકલ)
- કુલ ખાલી જગ્યાઓ 306
- જોબ લોકેશન ગુજરાત
- અરજી કરવાની શરુઆતની તારીખ 15/10/2022
- અરજી કરવાની છેલ્લી તારીખ 01/11/2022
- રજીસ્ટ્રેશન મોડ ઓનલાઈન અરજી કરો
પોસ્ટનું નામ: વિવિધ પોસ્ટ
- એકાઉન્ટ ઓફિસર વર્ગ 1 અને 2 12 અને 15
- આદર્શ નિવાસી શાળાના આચાર્ય 19
- કાર્યપાલક ઈજનેર (સિવિલ) વર્ગ 1 06
- નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) 22
- નાયબ કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ) 07
- સહાયક કાર્યપાલક ઇજનેર (સિવિલ) 125
- સહાયક કાર્યપાલક ઇજનેર (મિકેનિકલ) 100
- કુલ 306
શૈક્ષણિક લાયકાત
ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, અનુભવ વગેરે આયોગની વેબસાઈટ https://gpsc.gujarat.gov.in અને https://gpsc-ojas.gujarat.gov.in પર પ્રસિદ્ધ કરવામાં આવેલી વિગતવાર જાહેરાત પ્રમાણે રહેશે.
ઉંમર મર્યાદા:
ઉમેદવારોની ઉંમરની મર્યા અંગે સત્તાવાર જાહેરાતમાં વિગતો વાંચો જેની પીડીએફ આપવામાં આવેલી છે
પસંદગી પ્રક્રિયા
પસંદગી પ્રક્રિયા: ઉમેદવારોની પસંદગી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા અને કોમ્પ્યુટર પ્રાવીણ્ય કસોટીના આધારે કરવામાં આવશે. GPSC ભારતી 2022
અરજી ફી
સામાન્ય શ્રેણીના ઉમેદવારોએ રૂ. 100/- + લાગુ પોસ્ટલ શુલ્ક, જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારો અને ગુજરાત રાજ્યની અસુરક્ષિત શ્રેણીના આર્થિક રીતે નબળા વિભાગ અને ભૂતપૂર્વ. સર્વિસમેન અને પી.એચ. ઉમેદવારોએ મફત અરજી કરી શકશે. જ્યારે અન્ય રાજ્યોના અનામત વર્ગના ઉમેદવારોએ નિયત અરજી ફી ભરવાની રહેશે.