કમાન્ડો તાલીમ કેન્દ્ર ખલાલ ભરતી : ગુજરાતમાં એક્સ આર્મીમેન માટે નોકરીની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

Commando Training Center Khalal Recruitment, કમાન્ડો તાલીમ કેન્દ્ર ખલાલ ભરતી : ગુજરાતમાં ખેડા જિલ્લામાં આવેલા કઠલાલ તાલુકામાં આવેલા ખલાલ ગામમાં કમાન્ડો તાલીમ કેન્દ્ર ખાતે ભરતી બહાર પડી છે.

Written by Ankit Patel
August 08, 2024 11:59 IST
કમાન્ડો તાલીમ કેન્દ્ર ખલાલ ભરતી : ગુજરાતમાં એક્સ આર્મીમેન માટે નોકરીની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
કમાન્ડો તાલીમ કેન્દ્ર ખલાલ ભરતી - photo - facebook

Commando Training Center Khalal Recruitment, કમાન્ડો તાલીમ કેન્દ્ર ખલાલ ભરતી : ભારતીય સેનામાં નોકરી નિવૃત્ત થયેલા જવાનો માટે નોકરીની સારી તક આવી ગઈ છે. ગુજરાતમાં ખેડા જિલ્લામાં આવેલા કઠલાલ તાલુકામાં આવેલા ખલાલ ગામમાં કમાન્ડો તાલીમ કેન્દ્ર ખાતે ભરતી બહાર પડી છે. સંસ્થા દ્વારા વિવિધ પોસ્ટ માટે કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

કમાન્ડો તાલીમ કેન્દ્ર ખલાલ ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, ભરતી પ્રક્રિયા, નોકરીનો પ્રકાર, પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

કમાન્ડો તાલીમ કેન્દ્ર ખલાલ ભરતીની મહત્વની વિગતો

સંસ્થાકમાન્ડો તાલીમ કેન્દ્ર, ખલાલ
પોસ્ટકમાન્ડો ઇન્સ્ટ્રક્ટર
જગ્યા8
નોકરીનો પ્રકારકરાર આધારિત
વય મર્યાદા50થી 55 વર્ષથી વધારે નહીં
એપ્લિકેશન મોડઓફલાઈન

કમાન્ડો તાલીમ કેન્દ્ર ભરતી પોસ્ટની વિગતો

કમાન્ડો તાલીમ કેન્દ્ર ખલાલ ખાતે કરાર આધારીત નીચે દર્શાવેલ સંખ્યામાં આર્મી એક્સ સર્વિસ મેન એટલે કે એક્સ સુબેદાર મેજર, સુબેદાર, લાન્સ નાયક-નાયક હવાલદારને જોડાવવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે

એક્સ આર્મી મેનકમાન્ડો ઇન્સ્ટ્રક્ટરની જગ્યાવયમર્યાદા
સુબેદાર મેજર155 વર્ષ
સુબેદાર255 વર્ષ
લાન્સ નાયક/નાયક/હવાલદાર550 વર્ષ

કમાન્ડો તાલીમ કેન્દ્ર ખલાલ ભરતી માટે લાયકાત

  • ભારતીય સેનામાં સેવા દરમિયાન મળેલા વિશેષ પ્રમાણપત્રો મેડલ ધારકોને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • તાલીમ કેન્દ્ર અથવા વિશેષ શાખામાં કામ કરનારને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • યુદ્ધ, ઓપરેશન, આતંકવાદ, નક્સલવાદી વિસ્તાર અથવા વિષમ પરિસ્થિતિમાં કામ કરવાનો અનુભવ હોય તો તેને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • આર્ટલરી વિભાગ-એમટી વિભાગ-સિગ્નલ વિભાગના નિવૃત્ત કર્મચારી-અધિકારીઓની અરજી સ્વિકારવામાં આવશે નહીં.
  • હથિયારો ફિલ્ડ ક્રાફ્ટ, ટેક્ટીક્સ, મેપરીડિંગનું પર્યાપ્ત જ્ઞાન હોવું જોઈએ

પગાર ધોરણ

એક્સ આર્મી મેન પગાર (પ્રતિ માસ ફિક્સ)
સુબેદાર મેજર₹ 18,500
સુબેદાર₹ 18,200
લાન્સ નાયક/નાયક/હવાલદાર₹ 17,900

કેવી રીતે પસંદગી થશે

કમાન્ડો તાલીમ કેન્દ્ર ખલાલ ખાતે સંસ્થાની કમિટી દ્વારા યોગ્ય લાયકાત ધરાવનાર ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂ પ્રેક્ટીસ પરીક્ષા દ્વારા ચકાસણી કરવામાં આવશે.

ફિઝીકલ સ્ટાન્ડર્ડ

ઉમેદવારો માટે સંસ્થા દ્વારા નકી કરેલા ફિઝીકલ સ્ટાન્ડર્ડની વાત કરીએ તો સુબેદાર મેજર, સુબેદાર ઉમેદવારોએ 2.4 કિમી દોડ 17 મીનીટમાં પુરી કરવાની રહેશે. જ્યારે લાન્સ નાયક-નાયક-હવાલદાર ઉમેદવારોએ 2.4 કિમી દોડ 15 મીનીટ, વર્ટીકલ રોપ 3 મીટર, મંકી રોપ પાસ કરવો, ચીન અપ-પ જરૂરી છે. ફિઝીકલ ફિટનેશ પ્રમાણપત સરકારી મેડીકલ ઓફિસરનું રજુ કરવાનું રહેશે.

ઉમેદવારો માટે ખાસ સૂચના

  • કરાર સેવાકાળ દરમિયાન સંસ્થા આધારે નિમણૂક પામેલા સંસ્થા કરાર આધારીત નિમણૂક ધરાવનારને એક માસની નોટી આપીને છૂટા કરવાની સત્તા ધરાવે છે. તેજ રીતે કરાર આધારીત નિમણૂક પામનાર એક માસની નોટીસ કે એક માસનો પગાર જમા કરાવી કરારથી મુક્ત થવાની સ્વતંત્રતા ધરાવે છે.
  • અશિસ્ત સંદર્ભ કરાથી નિમાયેલ વ્યક્તિ કોઈ ભૂલ-ચૂક માટે જવાબદાર જણાશે તો તેમની સામે કર્મચારીની જેમ પગલાં લેવાશે.
  • કરાર દરમિયાન નિમણૂક પામનારે ફરજ દરમિયાન તેણે પોલીસ શિસ્તના ધોરણેને આધિન રહેવાનું રહેશે અને તેમને દરેક વહીવટી હુકમો લેખિત અથવા મૌખિક જે તે સિનિયર અધિકારી દ્વારા કરવામાં આવશે તો તેનો અમલ કરવો તેમજ શિષ્ટાચાર જાળવાનો રહેશે.
  • અન્ય ભત્થા જેવા કે ટીએ-ડીએ, ઘરભાડા ભથ્થું મળવાપાત્ર નથી.

ભરતીની જાહેરાત

આ પણ વાંચો

અરજી ક્યાં કરવી?

લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારોએ પોલીસ મહાનિરીક્ષક, કમાન્ડો તાલીમ કેન્દ્ર, ખલાલ પી.ન.387635 સરનામા પર અરજી મોકલવી અથવા રૂપરૂમાં આપી જવાની રહેશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ