Government jobs: કેબિનેટ સચિવાલય, ભારત સરકારે ડેપ્યુટી ફિલ્ડ ઓફિસરની જગ્યા માટે અરજીઓ બહાર પડી છે. DFO ભરતીની જાહેરાત 22 થી 28 ઓક્ટોબરના સાપ્તાહિક રોજગાર સમાચારમાં પ્રકાશિત કરવામાં આવી છે. ડીએફઓ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 21 નવેમ્બર છે. સૂચના અનુસાર કેબિનેટ સચિવાલયમાં DFOની પોસ્ટ માટે કુલ 15 જગ્યાઓ ખાલી છે.
કેબિનેટ સચિવાલય ડીએફઓ પગાર
DFOના પદ પર પસંદગી થયા બાદ દર મહિને રૂ. 44900 મળશે.
ડીએફઓ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત
ડીએફઓના પદ માટે, ઉમેદવારો પાસે સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.
ડીએફઓ પોસ્ટ માટે વય મર્યાદા
ડીએફઓ પોસ્ટ માટે ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ અને મહત્તમ 30 વર્ષ હોવી જોઈએ.
પસંદગી પ્રક્રિયા
લેખિત પરીક્ષા- 100 ગુણના બે પેપર હશે.
ઇન્ટરવ્યુ – 40 માર્કસનો હશે.
કેવી રીતે અરજી કરવી
અરજીપત્ર મોકલવાનું સરનામું છે- પોસ્ટ બેગ નંબર-001, લોધી રોડ હેડ પોસ્ટ ઓફિસ, નવી દિલ્હી-110003.