DGCA Recruitment 2025: મહિને લાખો રૂપિયા વાળી સરકારી નોકરી, કોણ કરી શકશે અરજી? વાંચો બધી જ માહિતી

DGCA Recruitment 2025 :DGCA ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

DGCA Recruitment 2025 :DGCA ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
DGCA Recruitment 2025

DGCA ભરતી 2025 - Photo - freepik

DGCA Recruitment 2025, DGCA ભરતી 2025: ભારત સરકારમાં નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) વિવિધ પોસ્ટ પર ઉમેદવારો પસંદ કરવા માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન પ્રમાણે DGCA એ વરિષ્ઠ ફ્લાઇટ ઓપરેશન્સ ઇન્સ્પેક્ટર (એરપ્લેન), ફ્લાઇટ ઓપરેશન્સ ઇન્સ્પેક્ટર (એરપ્લેન) અને ફ્લાઇટ ઑપરેશન્સ ઇન્સ્પેક્ટર (હેલિકોપ્ટર) ની જગ્યાઓ માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે. આ માટે સંસ્થાએ ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે.

DGCA ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

DGCA ભરતી 2025 મહત્વની માહિતી

સંસ્થાડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)
પોસ્ટવિવિધ ઇન્સ્પેક્ટર
જગ્યા16
વય મર્યાદા58થી 64 વર્ષ
એપ્લિકેશન મોડઓફલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ7 માર્ચ 2025
ક્યાં અરજી કરવીનીચે આપેલા સરનામા પર અરજી મોકલી

DGCA ભરતી 2025, પોસ્ટની માહિતી

પોસ્ટજગ્યા
વરિષ્ઠ ફ્લાઇટ ઓપરેશન્સ ઇન્સ્પેક્ટર (એરોપ્લેન)1
ફ્લાઇટ ઓપરેશન્સ ઇન્સ્પેક્ટર (એરોપ્લેન)10
ફ્લાઇટ ઓપરેશન્સ ઇન્સ્પેક્ટર (હેલિકોપ્ટર)5
કૂલ16

શૈક્ષણિક લાયકાત

DGCA ભરતી 2025 માટે વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગી છે. માટે ઉમેદવારોએ પોતાની પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાત વિશે વધારે માહિતી જાણવા માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.

વય મર્યાદા

  • વરિષ્ઠ ફ્લાઇટ ઓપરેશન્સ ઇન્સ્પેક્ટર (એરપ્લેન) માટે મહત્તમ વય મર્યાદા - 58 વર્ષ
  • અન્ય તમામ પોસ્ટ માટે મહત્તમ વય મર્યાદા - 64 વર્ષ

પાગર કેટલો મળશે?

પોસ્ટજગ્યા
સિનિયર ફ્લાઇટ ઓપરેશન્સ ઇન્સ્પેક્ટર (એરોપ્લેન)₹ 7,46,000
ફ્લાઇટ ઓપરેશન્સ ઇન્સ્પેક્ટર (એરપ્લેન)રૂ 5,02,800
ફ્લાઇટ ઓપરેશન્સ ઇન્સ્પેક્ટર (હેલિકોપ્ટર)₹ 2,82,800

નોટિફિકેશન

આ રીતે અરજી કરો

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અને એપ્લિકેશન લિંક ખોલો.
  • જરૂરી માહિતી ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • એપ્લિકેશનની સફળ રજૂઆત પછી, ઉમેદવારને ઇમેઇલ પર એપ્લિકેશનની નકલ પ્રાપ્ત થશે.
  • હાર્ડ કોપી મોકલવાની પ્રક્રિયા
  • એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ આઉટ લો, તેમાં ફોટોગ્રાફ પેસ્ટ કરો અને તેના પર સહી કરો.
  • બધા જરૂરી દસ્તાવેજોની સ્વ-પ્રમાણિત નકલો જોડો.

ગુજરાતમાં ચાલતી ભરતીઓ અને કરિયર વિશેની વધુ માહિતી જાણવા માટે અહીં વાંચો.

નીચેના સરનામે સીલબંધ પરબિડીયુંમાં અરજી ફોર્મ મોકલો

ભરતી વિભાગ, એ બ્લોક,
નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય,
સફદરજંગ એરપોર્ટની સામે,
નવી દિલ્હી-110003

Advertisment
નોકરી કરિયર ભરતી સરકારી નોકરી