Dhansura College Head Clerk bharti 2025: અરવલ્લી જિલ્લામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરીના સારા સમાચાર આવી ગયા છે. ધનસુરા પ્રદેશ એજ્યુકેશન સોસાયટી દ્વારા ધનસુરા પિપલ્સ કો.ઓ.બેન્ક લી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં હેડ ક્લાર્કની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવાર પસંદ કરવા માટે સંસ્થાએ ઓફલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત ભરતી અંતર્ગત હેડક્લાર્ક પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી અંહી આપેલી છે.
હેડક્લાર્ક ભરતીની મહત્વની માહિતી
સંસ્થા ધનસુરા પ્રદેશ એજ્યુકેશન સોસાયટી નોકરી સ્થળ ધનસુરા પિપલ્સ કો.ઓ.બેન્ક લી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પોસ્ટ હેડક્લાર્ક જગ્યા 1 એપ્લિકેશન મોડ ઓફલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસની અંદર ભરતી જાહેર થયાની તારીખ 9-12-2025 ક્યાં અરજી કરવી સરનામું નીચે આપેલું છે
ધનસુરા કોલેજ ભરતી માટે પોસ્ટની વિગતો
ધી ધનસુરા પ્રદેશ એજ્યુકેશન સોસાયટી સંચાલિત ધી ધનસુરા પિપલ્સ કો.ઓ. બેન્ક લી, આર્ટ્સ એન્ડ કોલેજ ધનસુરા ઉચ્છ શિક્ષણ કમિશ્નરની કચેરી, ગાંધીનગર દ્વારા 19-11-2025ના પત્રથી મળેલ હેડક્લાર્કની એન.ઓ.સી.ની એક જગ્યા પર ઓપન કેટેગરીના ઉમેદવાર પસંદ કરવાના છે.
ધનસુરા ભરતી માટે શૈક્ષણિક લાયકાત
- માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક પાસ કરેલું હોવું જોઈએ.
- કમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારી હોવી જોઈએ.
- ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાઓનું પુરતું જ્ઞાન હોવું જોઈએ.
વય મર્યાદા
ધનસુરા કોલેજ હેડ ક્લાર્ક ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની ઉંમર 20થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ.ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નિયમો મુજબ રહેશે.
પગાર ધોરણ
આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ફિક્સ ₹ 40,800 પગાર મળવા પાત્ર રહેશે.
અરજી કેવી રીતે કરવી?
- ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં રજિસ્ટર પોસ્ટ એ.ડી. દ્વારા અરજી મોકલવાની રહેશે.
- સમાચાર પત્રમાં 9-12-2025ના રોજ ભરતીની જાહેરાત પ્રસિદ્ધ થઈ છે.
- ઉમેદવારોએ અરજી કવર ઉપર જગ્યાનું નામ સ્પષ્ટ લખવું
- અધુરી વિગતોવાળી કે આધારો વગરની અરજીઓ તેમજ નિયત સયમ મર્યાાદ બાદ આવેલી અજીઓ આપોઆપ રદ ગણાશે.
- 9X4ના કવર ઉપર ₹40 ની ટિકિટ ચોટાડી અરજી મોકલવાની રહેશે.
- ₹500 નો નોન રીફન્ડેબલ ડીમાન્ડ ડ્રાફ્ટ , prinicapl, the dhansura people’s Co. Op. bank Ltd, Arts & commerce college dhansura ના નામનો અવશ્ય સામેલ રાખવાનો રહેશે.
નોટિફિકેશન
આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કરવાનું સરનામું
આચાર્યશ્રીધી ધનસુરા પિપલ્સ કો.ઓ. બેંક લિ., આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ધનસુરાજી. અરવલ્લી – 383310





