DHS સુરેન્દ્રનગર ભરતી, મેડિકલ ઓફિસર સહિતની પોસ્ટ માટે કરો અરજી, ₹ 60,000 સુધી મળશે પગાર

DHS Surendranagar 2024, DHS સુરેન્દ્રનગર ભરતી : સુરેન્દ્રનગર જિલ્લામાં નોકરી માટે સારી તક આવી ગઈ છે. સુરેન્દ્રનગર જિલ્લા હેલ્થ સોસાયટી દ્વારા વિવિધ 25 પોસ્ટ પર ભરતી બહાર પાડી છે. જેની છેલ્લી તારીખ આવતી કાલ મંગળવાર 12 માર્ચ 2024 રાખી છે.

DHS Surendranagar 2024, DHS સુરેન્દ્રનગર ભરતી : સુરેન્દ્રનગર જિલ્લામાં નોકરી માટે સારી તક આવી ગઈ છે. સુરેન્દ્રનગર જિલ્લા હેલ્થ સોસાયટી દ્વારા વિવિધ 25 પોસ્ટ પર ભરતી બહાર પાડી છે. જેની છેલ્લી તારીખ આવતી કાલ મંગળવાર 12 માર્ચ 2024 રાખી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
DHS Surendranagar recruitment

ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી સુરેન્દ્રનગર ભરતી, photo - Social media

DHS Surendranagar Recruitment 2024, DHS સુરેન્દ્રનગર ભરતી : સુરેન્દ્રનગર જિલ્લામાં રહેતા અને નોકરી શોધતા યુવકો માટે સારા સમાચાર આવી ગયા છે. સુરેન્દ્રનગર જિલ્લા હેલ્થ સોસાયટી દ્વારા વિવિધ પોસ્ટો પર ભરતી બહાર પાડી છે. ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી સુરેન્દ્રનગર દ્વારા તાજેતરમાં મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ ડેટા આસિસ્ટન્ટ, એકાઉન્ટન્ટ ડેટા આસિસ્ટન્ટ ભરતી માટે અરજી આમંત્રિત કરવામાં આવી છે. આ અરજી માટે છેલ્લી તારીખ 12 માર્ચ 2024 રાખવામાં આવી છે.

ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી સુરેન્દ્રનગરમાં નોકરી માટે રસ ધરાવતા ઉમેદવારો આ ભરીત માટેની શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ જાણકારી માટે આપેલા સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા

DHS સુરેન્દ્રનગર ભરતી, મહત્વની વિગતો

સંસ્થાડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી સુરેન્દ્રનગર
પોસ્ટ્સમેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ ડેટા આસિસ્ટન્ટ, એકાઉન્ટન્ટ ડેટા આસિસ્ટન્ટ
જગ્યા25
છેલ્લી તારીખ12-3-2024

ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી સુરેન્દ્રનગર માટે પોસ્ટની વિગતો

પોસ્ટખાલી જગ્યા
મેડિકલ ઓફિસર (NTEP)01
મેડિકલ ઓફિસર (NPPC)01
ફાર્માસિસ્ટ ડેટા આસિસ્ટન્ટ18
એકાઉન્ટન્ટ મદદનીશ05
કુલ25

શૈક્ષણિક લાયકાત

મેડિકલ ઓફિસર (NTEP પ્રોગ્રામ):

  • આવશ્યક: M.B.B.S. અથવા મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી સમકક્ષ ડિગ્રી; ફરજિયાત રોટરી ઇન્ટર્નશિપ પૂર્ણ કરેલ હોવી જોઈએ
  • પ્રેફરન્શિયલ: (1) ડિપ્લોમા / MD પબ્લિક હેલ્થ / ટ્યુબરક્યુલોસિસ અને છાતીના રોગો. (2) કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન
  • અનુભવ: NTEP માં એક વર્ષનો અનુભવ
  • પગારઃ ₹ 60,000

મેડિકલ ઓફિસર (NPPC પ્રોગ્રામ):

અભ્યાસ: M.B.B.S. અથવા મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી સમકક્ષ ડિગ્રી.
ઇચ્છનીય: મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (MCI) દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ડિપ્લોમા/માસ્ટર્સ ઇન મેડિસિન/એનેસ્થેસિયા/રેડિયોથેરાપી.
અનુભવ: હોસ્પિટલમાં કામ કરવાનો ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ.
પગારઃ ₹ 60,000

ફાર્માસિસ્ટ ડેટા સહાયક:

  • અભ્યાસ : ઉમેદવાર માન્ય કોલેજ/યુનિવર્સિટીમાંથી ફાર્મસીમાં ડિગ્રી અથવા ફાર્મસીમાં ડિપ્લોમા ધરાવે છે. ઉમેદવાર પાસે ફાર્મસી કાઉન્સિલ ઓફ ગુજરાત સાથે તેના નામની માન્ય નોંધણી હોવી આવશ્યક છે.
  • પ્રાથમિક્તા : જો કે દવાખાના અથવા દવાખાનામાં દવા વિતરણ કરવાનો અનુભવ હોય તેને પ્રાધાન્ય આપવામાં આવશે. કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા ઉમેદવાર એ વધારાની લાયકાત છે.
  • પગારઃ ₹ 13000

આ પણ વાંચોઃ-Tips for Students, બોર્ડ પરીક્ષા ટીપ્સ : બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓની એકાગ્રતા વધારવા માટે અપનાવો આ સરળ ટીપ્સ

એકાઉન્ટન્ટ ડેટા સહાયક:

  • લાયકાત: કમ્પ્યુટર એપ્લિકેશનમાં ડિપ્લોમા / પ્રમાણપત્ર સાથે કોમર્સ B.Com / M.Com માં સ્નાતક. કોમ્પ્યુટર સોફ્ટવેર (એકાઉન્ટીંગ સોફ્ટવેર, MS Office/GIS સોફ્ટવેર વગેરે) અને હાર્ડવેરનું જ્ઞાન. ઓફિસ મેનેજમેન્ટ અને ફિલિંગ સિસ્ટમમાં મૂળભૂત કુશળતા. અંગ્રેજી અને ગુજરાતીમાં સારી ટાઇપિંગ અને ડેટા એન્ટ્રી કુશળતા.
  • અનુભવ: ઓછામાં ઓછો એક વર્ષનો કાર્ય અનુભવ. અંગ્રેજી અને ગુજરાતીમાં કાર્યકારી જ્ઞાન.
  • પગારઃ ₹ 13,000

DHS સુરેન્દ્રનગર ભરતી : નોટિફિકેશન

DHS સુરેન્દ્રનગર ભરતી માટે લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો વિશે જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.

DHS સુરેન્દ્રનગર ભરતી : કેવી રીતે અરજી કરવી?

ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી સુરેન્દ્રનગર દ્વારા બહાર પડાયેલી જગ્યાઓ ઉપર નોકરી કરવા ઇચ્છતા ઉમેમદવારોએ આપેલી સત્તાવાર વેબસાઈટ ઉપર ઓલાઇન અરજી કરવાની રહેશે.

આ પણ વાંચોઃ-બોર્ડ પરીક્ષા ટીપ્સ : ધો. 10 અને ધો. 12 પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓના માતા પિતાએ આટલું રાખવું ધ્યાન

અરજી કરવાની છેલ્લી તારીખ કઈ?

ઉમેદવારોએ તારીખ 12 માર્ચ 2024 છેલ્લી તારીખ સુધીમાં અરજી કરવાની રહેશે.

Advertisment
ગુજરાત નોકરી કરિયર સરકારી નોકરી