DRDO Scientist B Recruitment 2025, DRDO ભરતી 2025: જો તમારું સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન છે અને તમે સારી તક શોધી રહ્યા છો, તો તમારા માટે નવી ભરતી આવી છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ વૈજ્ઞાનિક ‘B’, વૈજ્ઞાનિક / એન્જિનિયરની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જેના માટે ભરતી અને સંપત્તિ કેન્દ્ર (RAC) દ્વારા અરજીઓ મંગાવવામાં આવી છે.
DRDO ભરતી 2025 અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની વિગતો જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
DRDO ભરતી 2025ની મહત્તવની માહિતી
સંસ્થા સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) પોસ્ટ વિવિધ વૈજ્ઞાનિક / એન્જિનિયર જગ્યા 148 એપ્લિકેશન મોડ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ભરતી જાહેર થયાના 21 દિવસ સુધી ભરતી જાહેર થયાની તારીખ 24-5-2025 ક્યાં અરજી કરવી https://rac.gov.in
DRDO ભરતી 2025: પોસ્ટની વિગતો
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એ ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય હેઠળ કાર્યરત એક મુખ્ય સંસ્થા છે, જે સંશોધન અને વિકાસના ક્ષેત્રમાં કાર્ય કરે છે. DRDO ને વૈજ્ઞાનિક ‘B’ પોસ્ટ માટે લાયક ઉમેદવારોની જરૂર છે. ઉમેદવારો નીચે આપેલા કોષ્ટકમાંથી ખાલી જગ્યાની વિગતો જોઈ શકે છે.
પોસ્ટ જગ્યા DRDO સાયન્ટિસ્ટ ‘B’ 127 ADA સાયન્ટિસ્ટ/એન્જિનિયર B 9 એન્કેડેડ પોસ્ટ સાયન્ટિસ્ટ ‘B’ 12 કુલ 148
DRDO Bharti 2025 માટે શૌક્ષણિક લાયકાત
- આ પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સંબંધિત વિષયમાં B.Tech/ B.E/ M.A/ M.Sc/ ગ્રેજ્યુએટ એન્જિનિયર/ પોસ્ટ ગ્રેજ્યુએટ સાયન્સ વિષયો હોવા જોઈએ. જે ઉમેદવારો અંતિમ સેમેસ્ટરની પરીક્ષા આપી રહ્યા છે તેઓ પણ આ ખાલી જગ્યા ફોર્મ ભરી શકે છે.
- ઉમેદવારો પાસે સંબંધિત ક્ષેત્રમાં માન્ય GATE સ્કોર કાર્ડ પણ હોવું જોઈએ.
- ઉમેદવારો ભરતીની સત્તાવાર સૂચનામાંથી લાયકાત સંબંધિત અન્ય વિગતો પણ ચકાસી શકે છે.
DRDOમાં નોકરી માટે વય મર્યાદા
ફોર્મ ભરવા માટે બિન અનામત/EWS ઉમેદવારોની વય મર્યાદા અરજીની છેલ્લી તારીખ સુધી 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.OBC (NCL) ઉમેદવારોની વય મર્યાદા 38 વર્ષથી વધુ ન હોવી જોઈએSC/ST 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
DRDO ભરતી 2025માં પગાર કેટલો મળશે?
પસંદ કરાયેલા ઉમેદવારોને લેવલ-10 મુજબ મૂળ પગાર સાથે માસિક રૂ. 56,100 નો પગાર મળશે. જોકે, તે રૂ. 1,00,000 સુધી પહોંચશે જેમાં HRA અને અન્ય ભથ્થાઓનો સમાવેશ થાય છે.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોને GATE સ્કોર કાર્ડના આધારે વ્યક્તિગત ઇન્ટરવ્યુ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. ઉમેદવારોને આ માહિતી પછીથી RAC/DRDO દ્વારા મળશે. એટલે કે, ઉમેદવારોએ કોઈપણ પ્રકારની લેખિત પરીક્ષા આપવાની રહેશે નહીં.
અરજી ફી
- જનરલ/EWS અને OBC પુરુષ ઉમેદવારોએ રૂ. 100 ની અરજી ફી ચૂકવવાની રહેશે.
- SC/ST/દિવ્યાંગજન અને મહિલા ઉમેદવારો માટે કોઈ ફી નથી
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી?
DRDO ભરતી 2025 અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ https://rac.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરવું પડશે ત્યાર બાદ વેબસાઈટમાં આપેલા સ્ટેપ પ્રમાણે અરજી કરવાની રહશે.





