ડીઆરડીઓ ભરતી : DRDO GTRE માં સ્નાતક ઉમેદવારો માટે સરકારી નોકરી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

DRDO GTRE Recruitment 2024, ડીઆરડીઓ ભરતી: એન્જીનિયર અને બીન એન્જીનિયર સ્નાતક ઉમેદવારો માટે સંરક્ષણ મંત્રાલય હેઠળ સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક છે. અહીં વાંચો લાયકાતથી લઈને પગાર સુધીની તમામ વિગતો.

Written by Ankit Patel
March 29, 2024 12:14 IST
ડીઆરડીઓ ભરતી : DRDO GTRE માં સ્નાતક ઉમેદવારો માટે સરકારી નોકરી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
ડીઆરડીઓ ભરતી એપ્રેન્ટિસ - photo - social media

DRDO GTRE Recruitment 2024, ડીઆરડીઓ ભરતી: સ્નાતક ઉમેદવારો નોકરીની રાહ જોઈ રહ્યા છો. તો તમારા માટે સરકારી નોકરીના સમાચાર સમાચાર આવી ગયા છે. સંરક્ષણ મંત્રાલય હેઠળ ગેસ ટર્બાઇન રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ (GTRE), DRDO વિવિધ પોસ્ટ માટે એપ્રેન્ટિસની ભરતી બહાર પાડી છે. નોટિફિકેશન પ્રમાણે ડીઆરડીઓએ કુલ 150 જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

ડીઆરડીઓ ભરતી નોટિફિકેશન પ્રમાણે આ ભરતીની કુલ 150 પોસ્ટમાંથી 75 સ્નાતક એપ્રેન્ટિસ તાલીમાર્થીઓ (એન્જિનિયરિંગ), 30 ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ તાલીમાર્થીઓ (નોન એન્જિનિયરિંગ) માટે, 20 ડિપ્લોમા એપ્રેન્ટિસ તાલીમાર્થીઓ માટે અને 25 ITl એપ્રેન્ટિસ તાલીમાર્થીઓ માટે છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ પોસ્ટ્સ માટે 09 એપ્રિલ, 2024ના રોજ અથવા તે પહેલાં ઓનલાઈન અરજી કરી શકે છે.

ડીઆરડીઓ ભરતી મહત્વની માહિતી

સંસ્થાDRDO GTRE
પોસ્ટએપ્રેન્ટિસ
કુલ જગ્યા150
લાયકાતસ્નાતક
વયમર્યાદા18થી 37
અરજી કરવાની છેલ્લી તારીખ9 એપ્રલ 2024
સત્તાવાર વેબસાઈટhttps://nats.education.gov.inwww.apprenticeshipindia.org

આ પણ વાંચોઃ- નવોદય વિદ્યાલય ભરતી : નોટ ટિચિંગ સ્ટાફ માટે બંપર જગ્યાઓ, સરકારી નોકરી માટે કરો અરજી

ડીઆરડીઓ ભરતીની પોસ્ટ પ્રમાણેની વિગતો

ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ (એન્જિનિયરિંગ અને નોન-એન્જિનિયરિંગ), ડિપ્લોમા અને અન્ય સહિત વિવિધ શાખાઓમાં કુલ 150 એપ્રેન્ટિસની ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવી હતી.

પોસ્ટખાલી જગ્યા
સ્નાતક એપ્રેન્ટિસ તાલીમાર્થીઓ (એન્જિનિયરિંગ)75
સ્નાતક એપ્રેન્ટિસ તાલીમાર્થીઓ (નોન એન્જિનિયરિંગ)30
ડિપ્લોમા એપ્રેન્ટીસ તાલીમાર્થીઓ20
ITl એપ્રેન્ટિસ તાલીમાર્થીઓ25

શૈક્ષણિક લાયકાત:

સ્નાતક એપ્રેન્ટિસ તાલીમાર્થીઓ (એન્જિનિયરિંગ): કાયદાકીય યુનિવર્સિટી દ્વારા/ સંસદના કાયદા દ્વારા આવી ડિગ્રી આપવા માટે સત્તા આપવામાં આવેલી સંસ્થા દ્વારા આપવામાં આવેલી એન્જિનિયરિંગ અથવા ટેક્નોલોજીની ડિગ્રી. શૈક્ષણિક લાયકાત માટે વધારે માહિતી માટે આપેલું સત્તાવાર નોટિફિકેશન વાંચવું.

સ્ટાઇપન્ડ

કેટેગરીસ્ટાઇપન્ડ
સ્નાતક એપ્રેન્ટિસ₹ 9000/ મહિનો
ડિપ્લોમા એપ્રેન્ટિસ₹ 8000/ મહિનો
ITI એપ્રેન્ટિસ₹ 7000/ મહિનો
જનરલ સ્ટ્રીમ એપ્રેન્ટિસ₹ 9000/ મહિનો

વય મર્યાદા

કેટેગરીવયમર્યાદા
ન્યૂનતમ ઉંમર18 વર્ષ
અસુરક્ષિત શ્રેણી27 વર્ષ
OBC30 વર્ષ
SC/ST32 વર્ષ
PWD37 વર્ષ (વિકલાંગ વ્યક્તિઓ)

આ પણ વાંચોઃ- PhD admissions : UGCનો મહત્વનો નિર્ણય, NET સ્કોરના આધારે હવે PhDમાં મળશે એડમિશન

નોટિફિકેશન

ડીઆરડીઓ ભરતી અંગે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની તમામ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું.

ડીઆરડીઓ ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

  • સ્ટેપ – 1: સત્તાવાર વેબસાઇટ https://www.drdo.gov.in/ ની મુલાકાત લો
  • સ્ટેપ – 2: હોમપેજ પર DRDO GTRE ભરતી 2024 લિંક પર ક્લિક કરો.
  • સ્ટેપ – 3: જરૂરી વિગતો પ્રદાન કરો.
  • સ્ટેપ – 4: અરજી ફોર્મ સબમિટ કરો.
  • સ્ટેપ – 5: જરૂરી દસ્તાવેજો સબમિટ કરો.
  • સ્ટેપ – 6: કૃપા કરીને ભવિષ્યના સંદર્ભ માટે તેની પ્રિન્ટઆઉટ રાખો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ