કચ્છમાં નોકરી: ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં ભરતી, પરીક્ષા વગર મળશે સીધી નોકરી, વાંચો સંપૂર્ણ માહિતી

Kutch Recruitment 2024, કચ્છમાં નોકરી : કચ્છ કલેક્ટર ઓફિસ ઉપર જાહેર કરવામાં આવેલા નોટિફિકેસન પ્રમાણે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ગાંધીધામ માટે વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારો પસંદ કરવા માટે રૂબરુ અથવા ટપાલ દ્વારા અરજીઓ મંગાવી છે.

Written by Ankit Patel
September 03, 2024 13:03 IST
કચ્છમાં નોકરી: ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં ભરતી, પરીક્ષા વગર મળશે સીધી નોકરી, વાંચો સંપૂર્ણ માહિતી
ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ગાંધીધામ ભરતી - Photo - X @CollectorKutch

Kutch Recruitment 2024, કચ્છમાં નોકરી : કચ્છમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે નોકરી મેળવવાનો જોરદાર તક આવી ગઈ છે. કચ્છ કલેક્ટર ઓફિસ ઉપર જાહેર કરવામાં આવેલા નોટિફિકેસન પ્રમાણે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ગાંધીધામ માટે વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારો પસંદ કરવા માટે રૂબરુ અથવા ટપાલ દ્વારા અરજીઓ મંગાવી છે.

ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ગાંધીધામ માટેની ભરતી માટે વિવિધ પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ, વય મર્યાદા, મહત્વની તારીખ, અરજી ફી સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર ચોક્કસ વાંચવા જોઈએ.

કચ્છ ભરતી માટે મહત્વની માહિતી

સંસ્થાકચ્છ કલેક્ટર કચેરી
પોસ્ટવિવિધ 8 પોસ્ટ
જગ્યા48
નોકરીનું સ્થળઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર, ગાંધીધામ
એપ્લિકેશન મોડરૂબરૂ અથવા ટપાલ દ્વારા
અરજી કરવાની છેલ્લી તારીખ30 સપ્ટેમ્બર 2024
ક્યાંથી ફોર્મ મેળવવુંhttps://kachchh.nic.in અથવા https://collectorkutch.gujarat.gov.in

કચ્છમા નોકરી માટે પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
ડિવિઝનલ ફાયર ઓફિસર1
સ્ટેશન ઓફિસર1
લીડીંગ ફાયરમેન4
ફાયરમેન29
ડ્રાઇવર કમ ઓપરેટર10
ઓટોમોબાઈલ એન્જિનિયર1
ઓટોમોબાઈલ ઇલેક્ટ્રીશિયન1
મિકેનિક1
કૂલ48

કચ્છ ભરતી માટે લાયકાત

ડીવીઝનલ ફાયર ઓફિસર

શૈક્ષણિક લાયકાત – ડીવીઝનલ ઓફીસરનો કોર્ષ અથવા નેશનલ ફાયર સર્વિલ કોલેજ નાગપુરનો એડવાન્સ ડિપ્લોમા ઈન ફાયર એન્જિનિયર કોર્ષ આ ઉપરાંત કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડીગ્રી અથવા સમકક્ષઅનુભવ – મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા રાજ્ય સરકારના ફાયર બ્રીગેડ સ્ટેશનના સ્ટેશન ઓફીસર તરીકેનો પાંચ વર્ષનો વર્ષ

સ્ટેશન ઓફિસર

શૈક્ષણિક લાયકાત – માન્ય યુનિવર્સિટીના સ્નાતક અથવા સમકક્ષ, નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરનો સ્ટેશન ઓફિસર અથવા ડિપ્લોમા ઈન ફાયર એન્જિનીયર અથવા નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુરનો સબ ઓફિસરનો કોર્સ પાસ, આ ઉપરાંત હેમ રેડીયો લાઈસન્સ ધરાવનારને પ્રાથમિક્તા આપવામાં આવશેઅનુભવ – સબ ઓફિસર તરીકે સરકારી કે અર્દ સરકારી ફાયર સ્ટેશનનો પાંચ વર્ષનો અનુભવ

લીડીંગ ફાયરમેન

શૈક્ષણિક લાયકાત – 12 પાસ અથવા સમકક્ષ, સરકાર માન્ય ફાયર ટ્રેનિંગ સ્કૂલમાંથી પ્રાથમિક ફાયર ફાયટિંગ ટ્રેનિંગ કોર્ષ પાસ, હેમ રેડિયો લાઈસન્સ ધરાવનારને પ્રાથમિક્તા આપવામાં આવશેઅનુભવ – સરકારી અર્ધસરકારી ફાયર સ્ટેશનમાં ફાયરમેન તરીકેનો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિક્તા

ફાયરમેન

શૈક્ષણિક લાયકાત – ધો- 10 પાસ અથવા સમકક્ષ, સરકાર માન્ય ફાયર ટ્રેનિંગ સ્કૂલમાંથી પાથમિક ફાયર ફાયટીંગ ટ્રેનિંગ કોર્ષ, છ માસની ફાયરમેન તરીકેની ટ્રેનિંગ લીદેલ ઉમેદવારને પ્રાથમિક્તા આપવામાં આવશેઅનુભવ – સરકારી અર્ધસરકારી ફાયર સ્ટેશનમાં ફાયરમેન તરીકેનો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિક્તા

ડ્રાઈવર કમ ઓપરેટર

શૈક્ષણિક લાયકાત – ધોરણ 10 પાસ અથવા સમકક્ષ, હેવી મોટર વ્હીકલ ચલાવવાનું વેલીડ લાઈસન્સ પાંચ વર્ષ જૂનું ધરાવતા હોવું જોઈએ, ફાયર બ્રિગેડના વાહનોમાં આવતા તમામ પ્રકારના ઉપકરણોને ઓપરેટ કરવાની જાણકારી જરૂરીઅનુભવ – ફાયરમેન તરીકનો અથવા ફાયરબ્રિગેડ પંપ ઓપરેટર તરીકેનો ત્રણ વર્ષનો અનુભવ

ઓટોમોબાઈલ એન્જીનીયર

શૈક્ષણિક લાયકાત – ઓટોમોબાઈલ ઇજનેરનો ડિપ્લોમા કોર્ષ પાસ કરેલોઅનુભવ – પેટ્રોલ- ડિઝલના વર્કશોપનો 5 વર્ષનો અનુભવ

ઓટો મોબાઈલ ઈલેક્ટ્રીશીયન

શૈક્ષણિક લાયકાત – ઓછામાં ઓછો ઓટોમોબાઈલ ઈલેક્ટ્રીસીયનનો આઈ.ટી.આઈ. કોર્ષઅનુભવ – પેટ્રોલ- ડિઝલના વર્કશોપનો 5 વર્ષનો અનુભવ

મિકેનિક

શૈક્ષણિક – મોટર મીકેનીક વ્હીકલ અથવા મિકેનિક ડીઝલનો 2 વર્ષનો કોર્ષ, ધોરણ 10 પાસ ફરજિયાતઅનુભવ – પેટ્રોલ- ડિઝલના વર્કશોપનો 7 વર્ષનો અનુભવ

ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ગાંધીધામમાં વય મર્યાદા અને પગાર

પોસ્ટવયમર્યાદાપગાર
ડિવિઝનલ ફાયર ઓફિસર48 વર્ષ સુધી₹ 35,000
સ્ટેશન ઓફિસર20થી 35 વર્ષ વચ્ચે₹28,500
લીડીંગ ફાયરમેન20થી 35 વર્ષ₹23000
ફાયરમેન20થી35 વર્ષ₹20,000
ડ્રાઇવર કમ ઓપરેટર20થી35 વર્ષ₹20,000
ઓટોમોબાઈલ એન્જિનિયર20થી35 વર્ષ₹23,000
ઓટોમોબાઈલ ઇલેક્ટ્રીશિયન20થી35 વર્ષ₹23,000
મિકેનિક20થી35 વર્ષ₹23,000

આ પણ વાંચોઃ- 108 એમ્બ્યુલન્સ ભરતી : ગુજરાતમાં ધોરણ 10 પાસ ઉમેદવારોને મળશે પરીક્ષા વગર સીધી નોકરી, વાંચો તમામ માહિતી

નોટિફિકેશન

ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ગાંધીધામ માટેની ભરતી માટે વિવિધ પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ, વય મર્યાદા, મહત્વની તારીખ, અરજી ફી સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન વાંચવું.

અરજી કેવી રીતે કરવી

  • ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ગાંધીધામ માટે વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારો પસંદ કરવા માટે રૂબરુ અથવા ટપાલ દ્વારા અરજીઓ મંગાવી છે.
  • આ જગ્યાઓ માટે અરજી ફોર્મ https://kachchh.nic.in અથવા https://collectorkutch.gujarat.gov.in ડાઉનલોડ કરવું
  • ફોર્મમાં માગેલી વિગતો ફરીને નોટિફિકેશનમાં આપેલા સરનામા પર રૂબરુ અથવા ટપાલ દ્વારા મોકલવાની રહેશે.

સરનામું

પ્રાંત કચેરી – અંજાર, જીમખાનાની બાજુમાં, આદિપુર રોડ, મું. અંજાર, જિ. કચ્છ, ફો- 02836 – 243345

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ