રોજગારની સ્થિતિ : તમારા ઘરે ખાવાનું લઈ આવનાર 45 ટકા યુવાનો ગ્રેજ્યુએટ, અથવા ટેક્નિકલ, બે વર્ષમાં 100,000 નોકરી ગઈ

India employment situation and problem : ભારતમાં નવા યુગની નોકરીઓમાં, કંપનીઓ જે કહે છે તેના કરતા ત્રણ ગણા વધુ કર્મચારીઓ તેમની નોકરી ગુમાવી રહ્યા છે. આવી સ્થિતિમાં, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, નોકરી ગુમાવનારા લોકોની સંખ્યા 120,000 હોઈ શકે છે.

India employment situation and problem : ભારતમાં નવા યુગની નોકરીઓમાં, કંપનીઓ જે કહે છે તેના કરતા ત્રણ ગણા વધુ કર્મચારીઓ તેમની નોકરી ગુમાવી રહ્યા છે. આવી સ્થિતિમાં, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, નોકરી ગુમાવનારા લોકોની સંખ્યા 120,000 હોઈ શકે છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
India employment situation and problem

India employment situation and problem : ભારતમાં બેરોજગારીની ચર્ચા થાય છે. પરંતુ હજુ પણ ગુણવત્તાયુક્ત નોકરીઓ અંગે કોઈ ચર્ચા થતી નથી. યંગ ઈન્ડિયાનો એક મોટો વર્ગ અલ્પ રોજગારીનો શિકાર છે. આનું સૌથી મોટું ઉદાહરણ ફૂડ ડિલિવરી એજન્ટ્સ છે.

Advertisment

નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER) એ 28 શહેરોમાં ફેલાયેલી ફૂડ ડિલિવરી કંપનીઓના 924 કામદારો સાથે એક સર્વે હાથ ધર્યો હતો. આ કામદારોના બાયોડેટા અને વર્ક લાઈફ વિશે સર્વેક્ષણના પરિણામોમાંથી મળેલી માહિતી જરા પણ આશ્ચર્યજનક નથી. સર્વેમાં સામેલ લગભગ બે તૃતીયાંશ કામદારો 30 વર્ષથી ઓછી ઉંમરના હતા. ફૂડ ડિલિવરીનું કામ લગભગ સંપૂર્ણ રીતે પુરુષોનું વર્ચસ્વ ધરાવતું હોય છે, એટલે કે મોટા ભાગના ફૂડ ડિલિવરી એજન્ટ પુરુષો હોય છે.

45% કૉલેજ સ્નાતક અથવા તકનીકી તાલીમથી સજ્જ

ફૂડ સપ્લાયમાં રોકાયેલા આ કામદારોના શિક્ષણનું સ્તર સામાન્ય નથી. 45% થી વધુ ક્યાં તો કોલેજ સ્નાતક છે અથવા તકનીકી ટેક્નિકલ નોલેજ ધરાવે છે. 32.7 ટકાએ ગ્રેજ્યુએશન અથવા તેનાથી આગળનો અભ્યાસ કર્યો છે. તેવા લોકો ટાયર-2 શહેરોમાં 39.4% કરતાં વધુ છે. 3.6 ટકા ટેક્નિકલ સ્નાતકો પણ આ કામમાં રોકાયેલા છે. જો કે, સર્વેક્ષણમાં સમાવિષ્ટ 51.7 ટકા કામદારો એવા હતા, જેમને અભણથી 12મી પાસ તરીકે વર્ગીકૃત કરી શકાય છે.

આ કામમાં રોકાયેલા કામદારોનો કંપની સાથે ઔપચારિક કરાર હોય છે. પરંતુ ઘણા મીડિયા અહેવાલોમાં તે પ્રકાશમાં આવ્યું છે કે, આ કામદારોની સ્થિતિ રોજિંદા મજૂરો કરતા જરા પણ વધુ સારી નથી.

Advertisment

શક્ય છે કે, આ ડેટા આ સેક્ટર વિશે સચોટ માહિતી ન આપી રહ્યો હોય. પરંતુ લોકો બેરોજગારીનો શિકાર છે, આ સાબિત થઈ રહ્યું છે. તે ભારતના શ્રમ બજારની નબળી સ્થિતિને પણ છતી કરે છે. દેખીતી રીતે આ એવી નોકરીઓ નથી, જે દેશના શિક્ષિત યુવાનો કરવા ઈચ્છે છે.

હવે સવાલ એ થાય છે કે, શિક્ષિત યુવાનો આ કામ કેમ કરી રહ્યા છે? આનો પહેલો જવાબ એ છે કે, ભારતના કુલ બેરોજગાર લોકોમાંથી 80% યુવાનો છે. દેશમાં આ વર્ગ માટે કોઈ અસરકારક સુરક્ષા નેટ નથી, તેથી લોકો બેરોજગાર થઈ શકે તેમ નથી. આવી સ્થિતિમાં લોકો પોતાની જાતને ઓછી રોજગારીમાં અનુભવ લઈ રહ્યા છે. NCAER સર્વેમાં સામેલ વર્કર્સે જણાવ્યું હતું કે, તેઓ આ કામ વધારે કમાણી અને કામના ફ્લેક્સિબલ કલાકોને કારણે કરે છે.

India employment situation and problem
વર્કફોર્સમાં કઈ ઉંમરના લોકોની કેટલી ભાગીદારી

ત્રણ વર્ષમાં કમાણી 11 ટકા ઘટી છે

NCAER એ પોતે જ તેના રિપોર્ટમાં કહ્યું છે કે, 2019 અને 2022 વચ્ચે ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ માટે કામ કરતા કામદારોની માસિક કમાણી 11 ટકા ઘટી છે. રિપોર્ટ અનુસાર, લોંગ શિફ્ટ કર્મચારીઓ (11 કલાકની શિફ્ટમાં કામ કરતા) ની વાસ્તવિક આવક 2019 માં 13,470 રૂપિયા હતી, જે 2022 માં 11.1 ટકા ઘટીને 11,963 રૂપિયા થઈ ગઈ છે. તો, પાંચ કલાકની શિફ્ટમાં કામ કરતા કર્મચારીઓની આવક 7,999 રૂપિયાથી 10.4 ટકા ઘટીને 7,157 રૂપિયા થઈ ગઈ છે.

શોર્ટ-શિફ્ટ કામદારો માટે કામના કલાકો હજુ પાંચ કલાક છે. પરંતુ લાંબી શિફ્ટ કામદારોના કામના કલાકો 19 ટકા વધીને 10.9 કલાક પ્રતિ દિવસ થયા છે.

ચાર્ટ પરથી સમજો કે કઈ શિફ્ટમાં કામ કરતા કામદારોની કમાણીમાં કેટલો ઘટાડો થયો છે.

India employment situation and problem
મે ના અંત સુધી - ડેટા સોર્સ - NCAER

બે વર્ષમાં 100,000 સ્ટાર્ટઅપ કર્મચારીઓએ તેમની નોકરી ગુમાવી દીધી

ભારતમાં ઝડપથી ઉભરી રહેલા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં પણ લોકો ઝડપથી નોકરીઓ ગુમાવી રહ્યા છે. ટેક કર્મચારીઓની ભરતી કરતી ફર્મ, ટોપહાયરના ડેટા દર્શાવે છે કે, 1,400 થી વધુ કંપનીઓએ છેલ્લા 24 મહિનામાં 91,000 કર્મચારીઓની છટણી કરી છે. આ નવા યુગની નોકરીઓમાં, કંપનીઓ જે કહે છે તેના કરતા ત્રણ ગણા વધુ કર્મચારીઓ તેમની નોકરી ગુમાવી રહ્યા છે. આવી સ્થિતિમાં, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, નોકરી ગુમાવનારા લોકોની સંખ્યા 120,000 હોઈ શકે છે.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ કરિયર ટીપ્સ નોકરી દેશ કરિયર ભરતી