108 એમ્બ્યુલન્સ ભરતી : ગુજરાતમાં ધોરણ 10 પાસ ઉમેદવારોને મળશે પરીક્ષા વગર સીધી નોકરી, વાંચો તમામ માહિતી

EMRI Green Recruitment, 108 Ambulance Bharti : ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા ગુજરાતના વિવિધ ભાગોમાં 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સ સેવામાં વિવિધ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે.

Written by Ankit Patel
September 02, 2024 14:09 IST
108 એમ્બ્યુલન્સ ભરતી : ગુજરાતમાં ધોરણ 10 પાસ ઉમેદવારોને મળશે પરીક્ષા વગર સીધી નોકરી, વાંચો તમામ માહિતી
108 ઈમર્જન્સી સર્વિસ ભરતી - photo - Social media

EMRI Green Recruitment, 108 Ambulance Bharti : નોકરીની શોધમાં રહેલા ધોરણ 10 પાસ ઉમેદવારો માટે ગુજરાતમાં નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા ગુજરાતના વિવિધ ભાગોમાં 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સ સેવામાં વિવિધ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા આ જગ્યાઓ ભરવા માટે વોક ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે.

108 એમબ્યુલન્સ ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, વોક ઇન ઇન્ટરવ્યૂ સ્થળ, ઇન્ટરવ્યૂ તારીખ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારો આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.

108 એમ્બ્યુલન્સ ભરતી માટે મહત્વની માહિતી

સંસ્થાEMRI ગ્રીન હેલ્થ સર્વિસ
પોસ્ટડ્રાઈવર, મેડિકલ ઓફિસર, લેબ ટેક્નિશિયન
જગ્યાજાહેરાતમાં ઉલ્લેખ નથી
નોકરી પ્રકારકરાર આધારિત
અરજી પ્રક્રિયાવોક ઈન ઈન્ટરવ્યૂ
વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ3 અને 4 સપ્ટેમ્બર 2024

108 એમ્બ્યુલન્સ ભરતી પોસ્ટની માહિતી

  • ડ્રાઈવર
  • મેડિકલ ઓફિસર
  • લેબ ટેકનિશિયન
  • લેબર કાઉન્સિલર

108 એમ્બ્યુલન્સ ભરતી શૈક્ષણિક લાયકાત

પોસ્ટશૈક્ષણિક લાયકાત
ડ્રાઈવર10 પાસ
મેડિકલ ઓફિસરBHMS/BAMS
લેબ ટેકનિશિયનMLT/DMLT
લેબર કાઉન્સિલરMSW

108 એમ્બ્યુલન્સ ભરતી વય મર્યાદા અને અનુભવ

પોસ્ટવયમર્યાદઅનુભવ
ડ્રાઈવર35 વર્ષ સુધી5 વર્ષ જૂનું એચ.એમ.વી. લાઈસન્સ ધરાવનાર
મેડિકલ ઓફિસરઉલ્લેખ નથીઅનુભવી અને બિન અનુભવી
લેબ ટેકનિશિયનઉલ્લેખ નથીઅનુભવી અને બિન અનુભવી
લેબર કાઉન્સિલરઉલ્લેખ નથીઅનુભવી અને બિન અનુભવી

108 એમ્બ્યુલન્સ ભરતી ડ્રાઈવર માટે વોક ઈન ઈન્ટરવ્યૂ સ્થળ અને તારીખ

EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા ડ્રાઈવરની જગ્યા ભરવા માટે વોક ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે. ઉમેદવારોએ નીચે આપેલા સ્થળ પર તારીખ 3 સપ્ટેમ્બર 2024, સવારે 10 વાગ્યા પહેલા પહોંચી જવું. વોક ઈન ઈન્ટરવ્યૂનો સમય સવારે 10 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધીનો છે.

  • ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસીસ, 108 ઇમરજન્સી મેનેજજર સેન્ટર નરોડા- કઠવાડા રોડ, અમદાવાદ
  • 108 ડિસ્ટ્રિક્ટ ઓફિસ, એસ.એસ.જી. હોસ્પિટલ, ઇમરજન્સી વોર્ડની સામે, વડોદરા
  • 108 ઓફિસ, અમૂલ પાર્લરની ઉપર, સર ટી હોસ્પિટલ, ભાવનગર
  • 108 ઓફિસ એમ્બ્યુલન્સ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, એસટી બસ સ્ટેન્ડ પાસે, રાજકોટ
  • 108 ઓપિસ, જનધન ઔષધિ કેન્દ્ર શામબાગ હોસ્પિટલ પાસે, ગાંધીધામ કચ્છ

108 એમ્બ્યુલન્સ ભરતી મેડિકલ ઓફિસર, લેબ ટેકનિશિયન, લેબર કાઉન્સિલર માટે વોક ઈન ઈન્ટરવ્યૂ સ્થળ અને તારીખ

EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા મેડિકલ ઓફિસર, લેબ ટેકનિશિયન અને લેબર કાઉન્સિલરની જગ્યા ભરવા માટે વોક ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે. ઉમેદવારોએ નીચે આપેલા સ્થળ પર તારીખ 4 સપ્ટેમ્બર 2024, સવારે 10 વાગ્યા પહેલા પહોંચી જવું. વોક ઈન ઈન્ટરવ્યૂનો સમય સવારે 10 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધીનો છે.

  • 108 ડિસ્ટ્રિક્ટ ઓફિસ, એસ.એસ.જી. હોસ્પિટલ, ઇમરજન્સી વોર્ડની સામે, વડોદરા
  • 108 ઓફિસ, કલેક્ટ કચેરી, સેવાસદન-1, ગોધરા, પંચમહાલ
  • 108, ઓફિસ, બ્લોક નો-2, ટ્રોમા સેન્ટર, ગ્રાઉન્ડ ફ્લોર, GMERS હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ),વલસાડ
  • 108 ઓફિસ, રામોસણા અંડરબ્રિજ, રામોસણા સર્કલ, મહેસાણા
  • 108 એમ્બ્યુલન્સ, GMERS નવી સિવિલ હોસ્પિટલ, ગઢોડા રોડ, હિંમતનગર, સાબરકાંઠા
  • 108 ઓફિસ, જૂનાગઢ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, ગીતા લોજની સામે, જૂનાગઢ
  • 108 ઓફિસ, અમૂલ પાર્લરની ઉપર, સર ટી હોસ્પિટલ, ભાવનગર
  • 108, ઓફિસ પંપ હાઉસ, રણજીત સાગર રોડ, પટેલ પાર્ક નજીક, જામનગર
  • 108 ઓફિસ, જનધન ઔષધિ કેન્દ્ર રામબાગ હોસ્પિટલ પાસે, ગાંધીધામ કચ્છ

ભરતીની જાહેરાત

આ પણ વાંચો

ઉમેદવારો માટે ખાસ સૂચના

ભરતીની જાહેરાત પ્રમાણે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારો ગુજરાતમાં કોઈપણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર રહેવું પડશે. આવા ઉમેદવારોને પહેલા પ્રાથમિક્તા આપવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ