/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Jobs-in-Ahmedabad.jpg)
અમદાવાદમાં નોકરીઓ - photo-freepik
EMRI Green Recruitment 2025, EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ભરતી : અમદાવાદમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે નોકરી મેળવવાની તક આવી ગઈ છે. ગુજરાતમાં કાર્યરત ઈમર્જન્સી 108 એમ્બ્યુલન્સ સેવા અંતર્ગત જનરક્ષક ERSS પ્રોજેક્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા જનરક્ષક ERSS પ્રોજેક્ટ માટે ઉમેદવારો પસંદ કરવા માટે સીધી ભરતીનું આયોજન કર્યું છે. સંસ્થાએ બે દિવસ માટે વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે.
EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ભરતીની મહત્વની માહિતી
| સંસ્થા | EMRI ગ્રીન હેલ્થ સર્વિસ |
| પોસ્ટ | પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, ઓપરેશન સપોર્ટ, ટીમ લિડર સહિત વિવિધ |
| જગ્યા | જાહેરાતમાં ઉલ્લેખ નથી |
| નોકરી પ્રકાર | કરાર આધારિત |
| અરજી પ્રક્રિયા | વોક ઈન ઈન્ટરવ્યૂ |
| વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ | 28 અને 29 એપ્રિલ 2025 |
EMRI ગ્રીન હેલ્થ સર્વિસ પોસ્ટની માહિતી
- પ્રોજેક્ટ કોઓર્ડિનેટર
- ઓપરેશન સપોર્ટ
- ક્વોલિટી ઓફિસર
- ટીમ લિડર
- કોલ સેન્ટર એક્ઝિક્યુટીવ
EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ભરતી, શૈક્ષણિક લાયકાત
પ્રોજેક્ટ કોઓર્ડિનેટર
- MBA/MSW
- એમએસ ઓફિસ, કન્ટેન્ટ ડેવલોપિંગ અને ડેક્યુમેન્ટેશન અને ડ્રાફ્ટિંગમાં સારી પકડ હોવી જોઈએ.
- ઉમેદવાર ગુજરાતમાં ક્યાંય પણ કામ કરવા માટે તૈયાર હોવો જોઈએ.
ઓપરેશન સપોર્ટ
- કોઈપણ માસ્ટર ડિગ્રી અથવા કોઈપણ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાં કોર્ષ
- કમ્યુનિકેશન સ્કિલ સારી હોવી જોઈએ
- એમએસ ઓફિસનું પુરતું જ્ઞાન હોવું જોઈએ
ક્વોલિટી ઓફિસર
- ઉમેદવાર પાસે MBA/MSW ની ડિગ્રી હોવી જોઈએ
- લેખિત અને મૌખિક સારીકમ્યુનિકેશન સ્કિલ હોવી જોઈએ
- ઉમેદવાર સિફ્ટ પ્રમાણે કામ કરવા તૈયાર હોવો જોઈએ
ટીમ લિડર
- કોઈપણ ગ્રેજ્યુએટ ઉમેદવાર અરજી કરી શકે છે
- કમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું જોઈએ.
- ઉમેદવાદ સિફ્ટ પ્રમાણે કામ કરવા માટે તૈયાર હોવા જોઈએ.
કોલ સેન્ટર એક્ઝિક્યુટીવ
- ઉમેદવાર ધોરણ 12 પાસ હોવો જોઈએ
- કમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ.
- ઉમેદવારની ટાયપિંગ સ્પીડ એક મીનિટમાં ઓછામાં ઓછા 20 શબ્દોની હોવી જોઈએ.
અનુભવ
| પોસ્ટ | અનુભવ |
| પ્રોજેક્ટ કોઓર્ડિનેટર | સમાન ક્ષેત્રમાં ત્રણ વર્ષથી વધુનો અનુભવ |
| ઓપરેશન સપોર્ટ | 3થી 5 વર્ષનો અનુભવ |
| ક્વોલિટી ઓફિસર | 3 વર્ષ સુધીનો અનુભવ |
| ટીમ લિડર | 3 વર્ષથી વધુનો અનુભવ |
| કોલ સેન્ટર એક્ઝિક્યુટીવ | ફ્રેશર અરજી કરી શકશે |
વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ અને સમય
EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા ડ્રાઈવરની જગ્યા ભરવા માટે વોક ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે. ઉમેદવારોએ નીચે આપેલા સ્થળ પર તારીખ 28 અને 29 એપ્રિલ 2025, સવારે 10 વાગ્યા પહેલા પહોંચી જવું. વોક ઈન ઈન્ટરવ્યૂનો સમય સવારે 10 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધીનો છે.
ઈન્ટરવ્યુ સ્થળ
ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસીસ, 108 ઇમરજન્સી મેનેજજર સેન્ટર નરોડા- કઠવાડા રોડ, અમદાવાદ
ભરતી જાહેરાત
ગુજરાત અને દેશમાં ચાલતી ભરતીઓ વિશે અને કરિયર સંબંધી અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ઉમેદવારો માટે ખાસ સૂચના
ગુજરાતમાં કાર્યરત ઈમર્જન્સી 108 એમ્બ્યુલન્સ સેવા અંતર્ગત જનરક્ષક ERSS પ્રોજેક્ટ માટે ભરતી અંતર્ગત પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને ક્વોલિટી ઓફિસર પોસ્ટ માટે પસંદ પામેલા ઉમદેવારોએ ગુજરાતની કોઈપણ જગ્યાએ કામ કરવા માટે તૈયાર રહેવું પડશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us