EPFO ભરતી 2025: પરીક્ષા વગર કેન્દ્ર સરકારના આ વિભાગમાં મેળવો નોકરી, વાંચો તમામ માહિતી

EPFO ​​Recruitment 2025 : કેન્દ્ર સરકારના પીએફ વિભાગમાં યંગ પ્રોફેશનલની ભરતી બહાર પડી છે. આ ભરતીમાં ઉમેદવારોની લાયકાત, પગાર ધોરણ, અનુભવ સહિતની તમામ વિગતો અહીં આપવામાં આવેલી છે.

EPFO ​​Recruitment 2025 : કેન્દ્ર સરકારના પીએફ વિભાગમાં યંગ પ્રોફેશનલની ભરતી બહાર પડી છે. આ ભરતીમાં ઉમેદવારોની લાયકાત, પગાર ધોરણ, અનુભવ સહિતની તમામ વિગતો અહીં આપવામાં આવેલી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
epfo ​​Recruitment 2025 for Young Professional

EPFO ભરતી 2025 અંતર્ગત યંગ પ્રોફેશનલની નોકરી - photo - Social media

EPFO Recruitment 2025, EPFO ભરતી 2025 : પીએફ વિભાગમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ કામચલાઉ યંગ પ્રોફેશનલ કાયદાની જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ જગ્યા પર ઉમેદવાર પસંદ કરવા માટે ઈપીએફઓએ રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે.

EPFO ભરતી 2025 અંતર્ગત યંગ પ્રોફેશનલ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી કેવી રીતે કરવી અને અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

EPFO ભરતી 2025 માટે મહત્વની માહિતી

સંસ્થાએમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)
પોસ્ટયંગ પ્રોફેશનલ (કાયદા)
જગ્યાજરૂર પ્રમાણે
નોકરીનો પ્રકારકામચલાઉ
વય મર્યાદા32 વર્ષ
ભરતી નોટીફિકેશન જાહેર થયાની તારીખ24 જાન્યુઆરી 2025
અરજી કરવાની છેલ્લી તારીખભરતી જાહેર થયાની તારીખથી 21 દિવસની અંદર
ક્યાં અરજી કરવીyp.recruitment@epfindia.gov.in
EPFOની સત્તાવાર વેબસાઇટepfindia.gov.in

EPFO ભરતી 2025 અંતર્ગત યંગ પ્રોફેશનલ પોસ્ટની વિગત

EPFO અનુસાર આ ભરતી તેની કાનૂની બાબતોના વધુ સારા સંચાલન માટે કરવામાં આવી રહી છે. પસંદ કરાયેલા ઉમેદવારોને EPFOની વિવિધ કાયદાકીય બાબતોને સંભાળવાની જવાબદારી સોંપવામાં આવશે. આ ભરતી અંતર્ગત યંગ પ્રોફેશનલ પોસ્ટ માટે ઉમેદવારોને કામચલાઉ ધોરણે નિમણૂંક આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

  • માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે.
  • LLB અથવા BA LLB ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • સંશોધનનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.

વધારાની લાયકાત

  • એલએલએમ અથવા પીએચ.ડી. ડિગ્રી ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • સંશોધન, પ્રકાશન અથવા લાયકાત પછીનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પણ ફાયદો થશે.

પસંદગી પ્રક્રિયા

  • જે ઉમેદવારો અરજી કરે છે તેમની EPFO ​​દ્વારા નિર્ધારિત ધોરણોના આધારે તપાસ કરવામાં આવશે. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને આગળની પસંદગી પ્રક્રિયામાં સામેલ કરવામાં આવશે.

વય મર્યાદા

  • અરજી કરનાર ઉમેદવારની મહત્તમ ઉંમર 32 વર્ષ કે તેથી ઓછી હોવી જોઈએ.

કેટલો પગાર મળશે?

  • આ પોસ્ટ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને ₹65,000નો પગાર મળશે.

કેવી રીતે અરજી કરવી?

  • ઉમેદવારે EPFOની સત્તાવાર વેબસાઇટ epfindia.gov.in પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે.
  • તમામ જરૂરી દસ્તાવેજો સાથેની અરજીઓ ઈમેલ દ્વારા yp.recruitment@epfindia.gov.in પર મોકલવાની રહેશે.
  • EPFO પાસે અરજી સ્વીકારવા કે નકારવાનો સંપૂર્ણ અધિકાર હશે.
  • ભરતી પ્રક્રિયાની શરતો પણ બદલી શકાય છે.
  • ભરતી જાહેર થયાની તારીખથી 21 દિવસની અંદર ઉમેદવારે અરજી કરવાની રહેશે.

ગુજરાતમાં અને દેશ વિદેશમા ચાલતી વિવિદ ભરતીઓ વિશે વધુ અહીં વાંચો

નોટિફિકેશન

ઉમેદવારોએને સૂચન છે કે ઈપીએફઓ ભરતી અંતર્ગત અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું ભરતીનું નોટિફિકેશન ધ્યાન પૂર્વ વાંચવું અને ત્યારબાદ અરજી કરવી.

Advertisment
નોકરી કરિયર ભરતી સરકારી નોકરી