ESIC Tutor Vacancy 2024: ઇએસઆઈસી માં પરીક્ષા વગર શિક્ષકની નોકરીની તક, 1 લાખથી વધુ પગાર, 14 ઓગસ્ટ છેલ્લી તારીખ

ESIC Tutor Vacancy 2024: ઇએસઆઈસી દ્વારા 25 ટ્યુટર પદ પર શિક્ષકોની પરીક્ષા વગર ભરતી કરવાનું નોટિફિકેશન જારી કર્યું છે. આ સરકારી નોકરી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ છે.

ESIC Tutor Vacancy 2024: ઇએસઆઈસી દ્વારા 25 ટ્યુટર પદ પર શિક્ષકોની પરીક્ષા વગર ભરતી કરવાનું નોટિફિકેશન જારી કર્યું છે. આ સરકારી નોકરી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
ESIC Tutor Vacancy 2024

ESIC Tutor Vacancy 2024 : ઇએસઆઈસી દ્વારા 25 ટ્યુટર ભરતી કરવામાં આવી રહી છે.

ESIC Tutor Vacancy 2024: કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) દ્વારા શિક્ષકોની ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. ઇએસઆઈસી એ ટ્યુટર પોસ્ટ્સ માટે આ ભરતી બહાર પાડી છે. આ ભરતીની ખાસ વાત એ છે કે તેમાં કોઈ લેખિત પરીક્ષા નથી, ઉમેદવારની માત્ર ઇન્ટરવ્યૂના આધારે જ ભરતી કરવામાં આવશે. આ ભરતી માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ છે. રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો ઇએસઆઈસીના esic.gov.in સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે.

Advertisment

ESIC ટ્યુટર ભરતી 2024 (ESIC Tutor Vacancy 2024)

જે ઉમેદવારો સરકારી નોકરી ઇચ્છે છે તેઓએ આ ભરતી માટે શક્ય તેટલી વહેલી તકે અરજી કરવી જોઈએ. અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો, વિવિધ તબીબી શાખાઓમાં ટ્યુટર્સની નિમણૂક માટે તે સંબંધિત ડિગ્રી હોવી જોઇએ. ESIC દ્વારા કુલ 25 પદ પર ટ્યુટરની ભરતી કરવામાં આવશે. ઉમેદવારની મહત્તમ ઉંમર 30 વર્ષ છે. એસસી/એસટી ઉમેદવારને વય મર્યાદામાં 5 વર્ષ અને ઓબીસી ઉમેદવારને 3 વર્ષની છુટછાટ મળશે.

ESIC: ઇએસઆઈસી ટ્યુટર ભરતી 2024

ESIC દ્વારા ટ્યુટપર પદ માટે જે ભરતી કરવામાં આવનાર છે તે પદોમાં - એનાટોમીની 4 પોસ્ટ, બાયોકેમિસ્ટ્રીની 3 પોસ્ટ, કોમ્યુનિટી મેડિસિનની 2 પોસ્ટ, એફએમટીની 2 પોસ્ટ, માઇક્રોબાયોલોજીની 4 પોસ્ટ, પેથોલોજીની 4 પોસ્ટ, ફાર્માકોલોજીની 3 પોસ્ટ, ફિઝિયોલોજીની 3 પોસ્ટ, ફિઝિયોલોજીની 3 પોસ્ટ

ઇએસઆઈસી ટ્યુટર ભરતી 2024 : શૈક્ષણિક લાયકાત

અરજી કરનારા ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી એમબીબીએસની ડિગ્રી હોવી જોઈએ. ઉમેદવારોએ ઇન્ટરવ્યૂની તારીખ સુધીમાં ઇન્ટર્નશિપ પણ પૂર્ણ કરેલી હોવી જોઈએ. ઉમેદવારોએ એનએમસી/એમસીઆઈ/સ્ટેટ મેડિકલ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ.

Advertisment

આ પણ વાંચો |સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી, ₹ 1.42 લાખ સુધી પગાર, વાંચો સંપૂર્ણ માહિતી

ESIC ટ્યુટર ભરતી : 1 લાખ થી વધુ પગાર

ESIC દ્વારા ટ્યુટર પદ પર થનાર ભરતીના પગારધોરણની વાત કરીયે તો ઉમેદવારોની પસંદગી બાદ તેમને દર મહિને 106300 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે. આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે. એસસી, એસટી, પીડબ્લ્યુડી, મહિલા, પૂર્વ સૈનિકો અને પીએચ કેટેગરીના ઉમેદવારોએ કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. અન્ય કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે 225 રૂપિયા ચૂકવવાના રહેશે.

નોકરી કરિયર સરકારી નોકરી