Exim bank recruitment : બેંકમાં ₹ 1 લાખ સુધીના પગારવાળી નોકરી મેળવવાનો ગોલ્ડન ચાન્સ, અહીં વાંચો બધી માહિતી

Exim bank Recruitment 2025 : એક્ઝિમ બેંક ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

Written by Ankit Patel
March 24, 2025 12:10 IST
Exim bank recruitment : બેંકમાં ₹ 1 લાખ સુધીના પગારવાળી નોકરી મેળવવાનો ગોલ્ડન ચાન્સ, અહીં વાંચો બધી માહિતી
એક્સિમ બેંક ભરતી 2025 - photo - FE

Exim bank recruitment 2025, એક્ઝિમ બેંક ભરતી 2025: અત્યારે વિવિધ બેંકોમાં ભરતીઓ ચાલી રહી છે ત્યારે વધુ એક બેંક દ્વારા ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. એક્સપોર્ટ-ઈમ્પોર્ટ બેંક ઓફ ઈન્ડિયા (એક્સીમ બેંક) દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા હાથધરી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે બેંકે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

એક્ઝિમ બેંક ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

એક્ઝિમ બેંક ભરતી 2025 ની મહત્વની માહિતી

સંસ્થાએક્સપોર્ટ-ઈમ્પોર્ટ બેંક ઓફ ઈન્ડિયા (એક્સીમ બેંક)
પોસ્ટવિવિધ
જગ્યા28
વય મર્યાદા28થી 40 વર્ષ વચ્ચે
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ15 એપ્રિલ 2025
ક્યાં અરજી કરવીeximbankindia.in

એક્સિમ બેંક ભરતીની પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
મેનેજમેન્ટ તાલીમાર્થી-ડિજિટલ ટેકનોલોજી10
મેનેજમેન્ટ તાલીમાર્થી-સંશોધન અને વિશ્લેષણ5
મેનેજમેન્ટ તાલીમાર્થી -રાજભાષા2
મેનેજમેન્ટ ટ્રેઇની-લીગલ5
ડેપ્યુટી મેનેજર-લીગલ (ગ્રેડ/સ્કેલ જુનિયર મેનેજમેન્ટ I)4
ડેપ્યુટી મેનેજર (ડેપ્યુટી કમ્પ્લાયન્સ ઓફિસર) (ગ્રેડ/સ્કેલ જુનિયર મેનેજમેન્ટ I)1
ચીફ મેનેજર (અનુપાલન અધિકારી) (ગ્રેડ/સ્કેલ મિડલ મેનેજમેન્ટ III)1
કુલ28

શૈક્ષણિક લાયકાત

એક્સિમ બેંક ભરતી અંતર્ગત મેનેજમેન્ટ તાલીમાર્થીથી લઈને ચીફ મેનેજર સુધીની પોસ્ટ પર ઉમેદવારો પસંદ કરવા અરજી પ્રક્રિયા ચાલું છે. આ ભરતી અંતર્ગત સંસ્થાએ વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગી છે. માટે ઉમેદવારોએ એક્સિમ બેંક ભરતી માટે શૈક્ષણિક લાયાકત અંગે વિગતે જાણવા માટે આ લેખમાં આપેલું ભરતીનું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.

પગાર ધોરણ

  • ડેપ્યુટી મેનેજર (I): ₹ 48,480 થી ₹ 85,920
  • ચીફ મેનેજર (III): ₹85,920 થી ₹1,05,280
  • બેંકમાં એક વર્ષની તાલીમનો સમયગાળો સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી, મેનેજમેન્ટ તાલીમાર્થીઓને જુનિયર મેનેજમેન્ટ (JM-I) ગ્રેડમાં ડેપ્યુટી મેનેજર તરીકે સમાઈ જશે. તાલીમ સમયગાળા દરમિયાન, તેઓને માસિક રૂ. 65,000 નું સ્ટાઈપેન્ડ મળશે.

વય મર્યાદા

એક્સિમ બેંક ભરતી અંતર્ગત મેનેજમેન્ટ તાલીમાર્થીથી લઈને ચીફ મેનેજર સુધીની ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારોની વય મર્યાદાની વાત કરીએ તો વિવિધ પોસ્ટ માટે અલગ અલગ વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેમાં 28 વર્ષથી 40 વર્ષ વચ્ચેના ઉમદેવારો અરજી કરી શકશે. અનામત કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

અરજી કેવી રીતે કરવી

  • એક્સિમ બેંક ભરતી અંતર્ગત અરજી કરવા માટે બેંકની વેબસાઈટ eximbankindia.in ઉપર જવું
  • અહીં કરિયર ઓપ્શન દેખાશે જેના પર ક્લિક કરવું
  • અહીં ઓનલાઈન એપ્લિકેશન કરવાનો ઓપ્શન દેખાશે જેના પર ક્લિક કરવું
  • અહીં અરજી ફોર્મ ખુલશે જ્યાં માંગેલી માહિતી ભરીને અરજી સબમીટ કરવી
  • અરજી ફાઈનલ સબમીટ કર્યા બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી

નોટિફિકેશન

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

ઉમેદવારોને સૂચન છે કે એક્સિમ બેંક ભરતી અંતર્ગત ઓનલાઈન અરજી કરતા પહેલા આ લેખમાં આપેલનું ભરતીનું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ