GACL Recruitment 2024: ITI થી લઈને એન્જીનિયર પાસ માટે વડોદરામાં બમ્પર ભરતી, વાંચો સંપૂર્ણ માહિતી

GACL Recruitment 2024, ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ ભરતી : ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે.

Written by Ankit Patel
July 22, 2024 15:12 IST
GACL Recruitment 2024: ITI થી લઈને એન્જીનિયર પાસ માટે વડોદરામાં બમ્પર ભરતી, વાંચો સંપૂર્ણ માહિતી
ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ ભરતી - photo - Facebook

GACL Recruitment 2024, ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ ભરતી : વડોદરામાં નોકરી શોધતા ઉમેદવારો માટે ઘર આંગણે નોકરી મેળવવાની સૂવર્ણ તક આવી ગઈ છે. ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે.

ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ ભરતી માટે પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી ફી, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની તમામ મહત્વ પૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા.

ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ ભરતી અંગે મહત્વની માહિતી

સંસ્થાગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GACL)
પોસ્ટવિવિધ
જગ્યાઉલ્લેખ નથી
વય મર્યાદાવિવિધ
નોકરી સ્થળવડોદરા
અરજી કરવાની છેલ્લી તારીખ27 જુલાઈ 2024
વેબસાઈટhttps://gacl.com

GACL ભરતી 2024, કઈ કઈ પોસ્ટ પર ભરતી

  • એપ્રેન્ટિસ એટેન્ડન્ટ ઓપરેટર કેમિકલ પ્લાન્ટ (AOCP)
  • એપ્રેન્ટિસ ફિટર
  • એપ્રેન્ટિસ ઇલેક્ટ્રિશિયન
  • એપ્રેન્ટિસ મેન્ટેનન્સ મિકેનિક કેમિકલ પ્લાન્ટ (MMCP)
  • એપ્રેન્ટિસ ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક કેમિકલ પ્લાન્ટ (IMCP)
  • એપ્રેન્ટિસ લેબોરેટરી આસિસ્ટન્ટ કેમિકલ પ્લાન્ટ (LACP)
  • એપ્રેન્ટિસ કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (COPA)
  • એપ્રેન્ટિસ ગ્રેજ્યુએટ કેમિકલ એન્જિનિયર
  • એપ્રેન્ટિસ ગ્રેજ્યુએટ મિકેનિકલ એન્જિનિયર
  • એપ્રેન્ટિસ ગ્રેજ્યુએટ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર
  • એપ્રેન્ટિસ ગ્રેજ્યુએટ સિવિલ એન્જિનિયર
  • એપ્રેન્ટિસ ગ્રેજ્યુએટ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર
  • એપ્રેન્ટિસ ગ્રેજ્યુએટ કોમ્પ્યુટર/આઈટી એન્જિનિયર
  • ટેકનિશિયન એપ્રેન્ટિસ કેમિકલ એન્જિનિયર
  • ટેકનિશિયન એપ્રેન્ટિસ સિવિલ એન્જિનિયર
  • ટેકનિશિયન એપ્રેન્ટિસ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર
  • એપ્રેન્ટિસ એકાઉન્ટન્ટ
  • એપ્રેન્ટિસ જુનિયર ડેટા એસોસિયેટ

ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ ભરતી માટે શૈક્ષણિક લાયકાત

ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા બહાર પાડેલી ભરતીમાં વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગી છે. જોકે, આઈટીઆઈ પાસથી લઈને એન્જીનિયર પાસ ઉમેદવારો માટે આ નોકરી મેળવવાની સુવર્ણ તક છે. શૈક્ષણિક લાયકાત અંગે વધારે જાણવા માટે https://gaclportal.gacl.co.in/menuas/hrportal/#b વેબસાઈટની મુલાકાત લેવી.

ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ ભરતીનું નોટિફિકેશન

ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ ભરતી માટે પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી ફી, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની તમામ મહત્વ પૂર્ણ માહિતી જાણવા માટે આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.

GACL ભરતી 2024 માટે કેવી રીતે અરજી કરવી?

ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gaclportal.gacl.co.in/menuas/hrportal/#b
  • Current Opening શોધો અને પછી Apply વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ કાઢી લેવી

આ પણ વાંચો

ઉમેદવારોને સૂચન કરવામાં આવે છે કે ઓનલાઈન અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ ઉપર જઈને જે તે પોસ્ટ માટેની સંપૂર્ણ માહિતી વાંચ્યા બાદ જ અરજી કરવી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ