Gandhinagar Bharti 2026: ગાંધીનગરમાં કોઈપણ પરીક્ષા વગર ₹ 60,000ની નોકરી મેળવવાની સુવર્ણ તક, કોણ કરી શકશે અરજી?

Gandhinagar Legal advisor Bharti 2026: ગાંધીનગર ભરતી 2026 અંતર્ગત કાયદા સલાહકાર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર સહિતની માહિતી આ લેખમાં આપેલી છે.

Gandhinagar Legal advisor Bharti 2026: ગાંધીનગર ભરતી 2026 અંતર્ગત કાયદા સલાહકાર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર સહિતની માહિતી આ લેખમાં આપેલી છે.

author-image
Ankit Patel
New Update
legal Consultant Recruitment, Job in Gandhinagar

કાયદા સલાહકાર ભરતી, ગાંધીનગરમાં નોકરી - photo - freepik

Gandhinagar Legal advisor Bharti 2026, ગાંધીનગર કાયદા સલાહકાર ભરતી : ગાંધીનગરમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ગાંધીનગરમાં પરીક્ષા વગર અને સારા પગારની નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગમાં કાયદા સલાહકારની  એક જગ્યા માટે ભરતી બહાર પડી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ અરજીઓ મંગાવી છે.
 
ગાંધીનગર ભરતી 2026 અંતર્ગત કાયદા સલાહકાર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર સહિતની માહિતી આ લેખમાં આપેલી છે. 

Advertisment

ગાંધીનગર ભરતી 2026 ની મહત્વની માહિતી

સંસ્થાઅન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ, ગાંધીનગર
પોસ્ટકાયદા સલાહકાર
જગ્યા1
નોકરીનો પ્રકાર11 માસ કરાર આધારિત
નોકરીનું સ્થળગાંધીનગર
વય મર્યાદા50 વર્ષથી વધુ નહીં
એપ્લિકેશન મોડઓફલાઈન
અરજી મોકલવાની છેલ્લી તારીખભરતી જાહેરત થયાના 10 દિવસની અંદર
ભરતી જાહેર થયાની તારીખ17-1-2026

Gandhinagar bharti 2026 માટે પોસ્ટની વિગતો

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગમાં કાયદા સલાહકારની તદ્દન હંગામી ધોરણે 11 માસના કરારના ધોરણે ભરતી કરવાની છે. આ માટે ભરતી જાહેર થયાના 10 દિવસની અંદર અરજીઓ મોકલવાની રહેશે. 

કાયદા સલાહકાર ભરતી માટે શૈક્ષણિક લાયકાત

  • ભારતની માન્ય યુનિવર્સિટીના કાયદાના સ્નાતકની પદવી(L.L.B.)કાયદાની પ્રેક્ટીસ માટે માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ.
  • ccc+ કક્ષાનું કમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
  • ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ.
  • ઉમદેવાર બાર કાઉન્સીલ ઓફ ગુજરાત અથવા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયામાં નોધણી ધરાવતા હોવા જોઈએ.
Advertisment

કાયદા સલાહકાર માટે અનુભવ

વકીલાતની કામગીરીનો લઘુતમ 5 વર્ષનો અનુભવ તે પૈકી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ઓછામાં ઓછો ત્રણ વર્ષની વકિલાતનો અનુભવ અથવા સરકારી વિભાગો-વિભાગીય કચેરીઓમાં સરકારી વતી નામદાર સુપ્રીમકોર્ટ-હાઈકોર્ટ કેસમાં બચાવની કામગીરીનો ત્રણ વર્ષનો અનુભવ.

કાયદા અધિકારી ભરતી માટે વય મર્યાદા

કાયદા અધિકારીની ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની મહત્તમ ઉંમર 50 વર્ષ હોવી જોઈએ.

કાયદા અધિકારી ભરતી માટે પગાર ધોરણ

કાયદા અધિકારી ભરતી અંતર્ગત 11 માસના કરાર આધારિત આ પોસ્ટ ઉપર ઉમેદવારોની નિમણૂંક અપાશે. ઉમેદવારોને પ્રતિ માસ ₹60,000 ફિક્સ વેતન મળવા પાત્ર રહેશે.

અરજી કેવી રીતે કરવી

સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલું અરજી પત્રક જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી 10 દિવસ સુધીમાં રજિસ્ટર એડીથી મળે તે રીતે મોકલવાનું રહેશે. સમાચાર પત્રમાં ભરતી તારીખ 17 જાન્યુઆરી 2026ના રોજ પ્રકાશિત થઈ હતી.

અરજી મોકલવાનું સરનામું

નાયબ સચિવ (મહેકમ), અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગના નામે..
રજીસ્ટ્રી શાખા, અન્ન, નાગરિક પુરવાઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ, બ્લોક નં.14, 5મો માળ
સરદાર ભવન, સચિવાલય
ગાંધીનગર

આ પણ વાંચોઃ-ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરતીની જાહેરાત પીડીએફ

ખાસ નોંધ 

જાહેરાત અંગે વિગતવાર માહિતી તથા કાયદા અધિકારીની જગ્યાની બોલીઓ-શરતો અને ફરજો-કામગીરી માર્ગ અને મકાન વિભાગની વેબસાઈટ http://fcsca.gujarat.gov.in ઉપર મુકલાવમાં આવેલી છે. 

ગાંધીનગર ભરતી નોકરી કરિયર