Gandhinagar Bharti 2025: ગાંધીનગરમાં ₹ 60,000ની નોકરી મેળવવાની તક, શું જોઈશે લાયકાત? અહીં વાંચો બધી જ માહિતી

Gandhinagar Legal advisor Bharti 2025: ગાંધીનગર ભરતી 2025 અંતર્ગત કાયદા સલાહકાર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર સહિતની માહિતી આ લેખમાં આપેલી છે.

Gandhinagar Legal advisor Bharti 2025: ગાંધીનગર ભરતી 2025 અંતર્ગત કાયદા સલાહકાર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર સહિતની માહિતી આ લેખમાં આપેલી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Bharti 2025| Legal advisor recruitment 2025

ગાંધીનગરમાં ભરતી - photo- unsplash

Gandhinagar Legal advisor Bharti 2025, ગાંધીનગર કાયદા સલાહકાર ભરતી : ગાંધીનગરમાં પરીક્ષા વગર અને સારા પગારની નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. અધીક્ષક ઈજનેરની કચેરી પાચનગર યોજના વર્તુળ, ગાંધીનગર દ્વારા લીગલ એડવાઈઝર એટલે કે કાયદા સલાહકારની જગ્યા ભરવા માટે જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવાર પસંદ કરવા માટે સંસ્થાએ અરજીઓ મંગાવી છે. જેમાં ભાગ લેવા માટે સંસ્થાએ ઉમેદવારોને આમંત્રિત કર્યા છે.

Advertisment

ગાંધીનગર ભરતી 2025 અંતર્ગત કાયદા સલાહકાર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર સહિતની માહિતી આ લેખમાં આપેલી છે.

ગાંધીનગર ભરતી 2025 ની મહત્વની માહિતી

સંસ્થાઅધીક્ષક ઈજનેર કચેરી પાટનગર યોજના વર્તુળ, ગાંધીનગર
પોસ્ટલીગલ એડવાઈઝર કે કાયદા સલાહકાર
જગ્યા1
નોકરીનો પ્રકાર11 માસ કરાર આધારિત
નોકરીનું સ્થળગાંધીનગર
વય મર્યાદા50 વર્ષથી વધુ નહીં
એપ્લિકેશન મોડઓફલાઈન
અરજી મોકલવાની છેલ્લી તારીખભરતી જાહેરત થયાના 15 દિવસની અંદર
ભરતી જાહેર થયાની તારીખ13-12-2025

Gandhinagar bharti 2025 માટે પોસ્ટની વિગતો

અધીક્ષક ઈજનેર કચેરી પાટનગર યોજના વર્તુળ, ગાંધીનગરની કચેરીમાં કાયદા સલાહકારની તદ્દન હંગામી ધોરણે 11 માસના કરારના ધોરણે ભરતી કરવાની છે. આ માટે ભરતી જાહેર થયાના 15 દિવસની અંદર અરજીઓ મોકલવાની રહેશે.

Advertisment

કાયદા સલાહકાર ભરતી માટે શૈક્ષણિક લાયકાત

  • ભારતની માન્ય યુનિવર્સિટીના કાયદાના સ્નાતકની પદવી(L.L.B.)કાયદાની પ્રેક્ટીસ માટે માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ.
  • ccc+ કક્ષાનું કમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
  • ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ.
  • ઉમદેવાર બાર કાઉન્સીલ ઓફ ગુજરાત અથવા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયામાં નોધણી ધરાવતા હોવા જોઈએ.

કાયદા સલાહકાર માટે અનુભવ

વકીલાતની કામગીરીનો લઘુતમ 5 વર્ષનો અનુભવ તે પૈકી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ઓછામાં ઓછો ત્રણ વર્ષની વકિલાતનો અનુભવ અથવા સરકારી વિભાગો-વિભાગીય કચેરીઓમાં સરકારી વતી નામદાર સુપ્રીમકોર્ટ-હાઈકોર્ટ કેસમાં બચાવની કામગીરીનો ત્રણ વર્ષનો અનુભવ.

લીગલ એડવાઈઝર ભરતી માટે વય મર્યાદા

કાયદા અધિકારીની ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની મહત્તમ ઉંમર 50 વર્ષ હોવી જોઈએ.

કાયદા અધિકારી ભરતી માટે પગાર ધોરણ

કાયદા અધિકારી ભરતી અંતર્ગત 11 માસના કરાર આધારિત આ પોસ્ટ ઉપર ઉમેદવારોની નિમણૂંક અપાશે. ઉમેદવારોને પ્રતિ માસ ₹60,000 ફિક્સ વેતન મળવા પાત્ર રહેશે.

અરજી કેવી રીતે કરવી

સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલું અરજી પત્રક જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી 15 દિવસ સુધીમાં રજિસ્ટર એડીથી મળે તે રીતે મોકલવાનું રહેશે.

અરજી મોકલવાનું સરનામું

અધીક્ષક ઈજનર, પાટનગર યોજના વર્તુળ
બ્લોક નંબર - 11/2
ડો.જે.એમ.ભવન, ગાંધીનગર- 282010

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરતીની જાહેરાત પીડીએફ

ખાસ નોંધ

જાહેરાત અંગે વિગતવાર માહિતી તથા કાયદા અધિકારીની જગ્યાની બોલીઓ-શરતો અને ફરજો-કામગીરી માર્ગ અને મકાન વિભાગની વેબસાઈટ http://rnbgujarat.org ઉપર મુકલાવમાં આવેલી છે.

લીગલ-ન્યૂઝ ગાંધીનગર નોકરી કરિયર ભરતી