ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી : આ પોસ્ટની સંખ્યા અને અરજી તારીખમાં કરાયો સુધારો, ફટાફટ વાંચો શું કર્યા ફેરફાર?

GMC Recruitment 2024, ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકામાં વર્ગ 2 ફાયર ઓફિસર અને વર્ગ 3 ફૂડ ઈન્સ્પેક્ટરની ભરતી માટે જગ્યા અને છેલ્લી તારીખમાં સુધાર કર્યો છે.

Written by Ankit Patel
Updated : July 24, 2024 10:27 IST
ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી : આ પોસ્ટની સંખ્યા અને અરજી તારીખમાં કરાયો સુધારો, ફટાફટ વાંચો શું કર્યા ફેરફાર?
ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી photo X @GandhinagarMC

GMC Recruitment 2024, GPSC Recruitment 2024, ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ પોસ્ટની ભરતી બહાર પાડી હતી. આ તમામ પોસ્ટની ઓનલાઈન અરજી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે ત્યારે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકામાં ફાયર ઓફિસર વર્ગ -2 અને ફૂડ ઇન્સ્પેક્ટર, ફૂડ સેફ્ટી ઓફિસર વર્ગ 3ની ભરતી માટે જગ્યાની સંખ્યામાં વધારો કરાયો છે અને ઓનલાઈન અરજી કરવાની તારીખ પણ લંબાવાઈ છે. બંને પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરવા અલગ અલગ છેલ્લી તારીખ રાખવામાં આવી છે.

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી ની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ
પોસ્ટફૂડ ઇન્સ્પેક્ટર, ફાયર ઓફિસર
જગ્યા13
નોકરી સ્થાનગાંધીનગર મહાનગરપાલિકા
અરજી કરવાની છેલ્લા તારીખવિવિધ
સત્તાવાર વેબસાઈhttps://gpsc.gujarat.gov.in/
ક્યાં અરજી કરવીhttps://gpsc-ojas.gujarat.gov.in/

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી, સુધારા કરાયેલી પોસ્ટ

પોસ્ટપહેલા જગ્યાસુધારેલી જગ્યા
ફાયર ઓફિસર12
ફૂડ ઇન્સ્પેક્ટર311

ઓનલાઈન અરજી કરવાની તારીખમાં કરાયેલો સુધારો

પોસ્ટઅરજી કરવાની છેલ્લી તારીખ
ફાયર ઓફિસર29 જુલાઈ 2024 (23:59)
ફૂડ ઇન્સ્પેક્ટર07 ઓગસ્ટ 2024 (23:59)

ફૂડ ઈન્સ્પેક્ટર, ફૂડ સેફ્ટી ઓફિસર , વર્ગ 3 માટે લાયકાત

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી માટે ફૂડ ઈન્સ્પેક્ટર, ફૂડ સેફ્ટી ઓફિસર વર્ગ 3 માટે ઉમેદવારોની લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારોની ઉંમર 39 વર્ષથી વધારે ન હોવી જોઈએ. આ ઉપરાંત પગાર ધોરણની વાત કરીએ તો ₹ 39,900થી ₹ 1,26,600 પે મેટ્રિક લેવલ 7 મુજબના ધારાધોરણ પ્રમાણે પગાર મળશે. આ ઉપરાંત ઉમેદવારની શૈક્ષણિક લાયકાત સહિત અન્ય મહત્વની માહિતી જાણવા માટે આપેલુ નોટિફિકેશન ચોક્કસ વાંચવું.

ફાયર ઓફિસર, વર્ગ 2 માટે લાયકાત

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી માટે ફાયર ઓફિસર વર્ગ 2 માટે ઉમેદવારોની લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારોની ઉંમર 18થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ. આ ઉપરાંત પગાર ધોરણની વાત કરીએ તો ₹ 44,900થી ₹ 1,42,400 પે મેટ્રિક લેવલ 8 મુજબના ધારાધોરણ પ્રમાણે પગાર મળશે. આ ઉપરાંત ઉમેદવારની શૈક્ષણિક લાયકાત સહિત અન્ય મહત્વની માહિતી જાણવા માટે આપેલુ નોટિફિકેશન ચોક્કસ વાંચવું.

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

  • GPSC ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો આપેલા પગલાં અનુસરવા
  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
  • Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
  • https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

આ પણ વાંચો

ઉમેદવારોને ખાસ સુચના છે કે ભરતી માટે અરજી કરતા પહેલા ભરતી અંગે જાહેર થયેલા સત્તાવાર નોટિફિકેશનને ધ્યાનપૂર્વ વાંચવું ત્યારબાદ જ અરજી કરવી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ