Gati shakti Vishwavidyalaya recruitment 2025, ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ભરતી: વડોદારમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. વડોદારમાં આવેલી ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય દ્વારા વિવિધ બિન શૈક્ષણિક પદોની ભરતીની જાહેરાત બહાર પાડી છે. ભરતી જાહેરાત પ્રમાણે હિસાબી અધિકારીથી લઈને પબ્લિક રિલેશન અધિકારી સુધીની વિવિધ કૂલ 21 જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ ઉમાદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, નોકરીનું સ્થળ, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, પગાર ધોરણ, અરજી ફી સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ભરતી અંગેની મહત્વની માહિતી
સંસ્થા ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય, વડોદરા પોસ્ટ વિવિધ જગ્યા 21 નોકરીનો પ્રકાર સરકારી એપ્લિકેશન મોડ ઓનલાઈન વયમર્યાદા વિવિધ અરજી કરવાની છેલ્લી તારીખ 17 ફેબ્રુઆરી 2025 ક્યાં અરજી કરવી https://gsv.ac.in/
ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ભરતી પોસ્ટની વિગતો
પોસ્ટ જગ્યા મુખ્ય નાણાં અને હિસાબી અધિકારી 1 સંયુક્ત કુલ સચિવ 2 ડેપ્યુટી કુલ સચિવ 2 ડેપ્યુટી ગ્રંથપાલ 1 વરિષ્ઠ ટેક્નોલોજી અધિકારી 1 વરિષ્ટ હિસાબી અધિકારી 1 એક્ઝિક્યુટિવ ઈજનેર (સિવિલ) 1 વરિષ્ઠ જાહેર સંબંધો અધિકારી 1 સહાયક કુલ સચિવ 3 આઈટી અને સિસ્ટમ્સ અધિકારી 1 સહાયક નિયામક-શારીરિક શિક્ષણ 1 સહાયક ઈજનેર(ઇલેક્ટ્રિકલ) 1 સહાયક ગ્રંથપાલ 1 સહાયક પ્રોગ્રામર 1 વરિષ્ઠ વિભાગ અધિકારી 1 પબ્લિક રિલેશન્સ અધિકારી 1 પ્લેસમેન્ટ અધિકારી 1 કુલ 21
શૈક્ષણિક લાયકાત
ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય દ્વારા વિવિધ 17 પોસ્ટ પર ઉમેદવારો પસંદ કરવા માટે વિવિધ શૈક્ષણિક લાયકાતો માંગી છે. માટે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત વિશે વિગતે જાણવા માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.
પગાર ધોરણ
પોસ્ટ પગાર ધોરણ (પે મેટ્રિક લેવલ) મુખ્ય નાણાં અને હિસાબી અધિકારી 14 સંયુક્ત કુલ સચિવ 13 ડેપ્યુટી કુલ સચિવ 12 ડેપ્યુટી ગ્રંથપાલ 12 વરિષ્ઠ ટેક્નોલોજી અધિકારી 11 વરિષ્ટ હિસાબી અધિકારી 11 એક્ઝિક્યુટિવ ઈજનેર (સિવિલ) 11 વરિષ્ઠ જાહેર સંબંધો અધિકારી 11 સહાયક કુલ સચિવ 10 આઈટી અને સિસ્ટમ્સ અધિકારી 10 સહાયક નિયામક-શારીરિક શિક્ષણ 10 સહાયક ઈજનેર(ઇલેક્ટ્રિકલ) 10 સહાયક ગ્રંથપાલ 10 સહાયક પ્રોગ્રામર 8 વરિષ્ઠ વિભાગ અધિકારી 8 પબ્લિક રિલેશન્સ અધિકારી 8 પ્લેસમેન્ટ અધિકારી 10
વય મર્યાદા
ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય દ્વારા વિવિધ 17 પોસ્ટ પર ઉમેદવારો પસંદ કરવા માટે વિવિધ વય મર્યાદા માંગી છે. માટે ઉમેદવારોએ વય મર્યાદા વિશે વિગતે જાણવા માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.
અરજી ફી
અનારક્ષિત અને ઓબીસી જગ્યાઓ પર અરજી કરતા ઉમેદવારોએ 1000 રૂપિયા ઉપરાંત જીએસટીની નોન રિફંડેબલ એપ્લિકેશન ફી લાગુ પડશે. બાકીની કેટેગરીના ઉમેદવારોને કોઈ અરજી ફી નથી.
નોટિફિકેશન
ક્યાં અરજી કરવી
વિગતવાર માહિતી અને ઓનલાઈન અરજી ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયની વેબસાઈટ gsv.ac.in/careers પર કરવાની રહેશે. ઉમેદાવારોએ 17 ફેબ્રુઆરી 2025 રાત્રે 11.59 વાગ્યા પહેલા અરજી કરવાની રહેશે.





