ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ભરતી : વડોદરામાં સારા પગારની નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

Gati Shakti Vishwavidyalaya recruitment : ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

Written by Ankit Patel
March 20, 2025 11:27 IST
ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ભરતી : વડોદરામાં સારા પગારની નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ભરતી - photo - GSV facebook

Gati Shakti Vishwavidyalaya recruitment, ગતિ શક્તિ યુનિવર્સિટી ભરતી : વડોદરા સહિત ગુજરાતમાં રહેતા અને સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. વડોદરામાં સ્થિત ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર સારા ઉમેદવારોને પસંદ કરવા માટે સંસ્થાએ રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ભરતીની મહત્વની માહિતી

સંસ્થાગતિ શક્તિ વિશ્વવિદ્યાલય (GSV)
પોસ્ટવિવિધ
જગ્યા8
એપ્લિકેશન મોડઓનલાઈન
વય મર્યાદા35 વર્ષ
અરજી કરવાની છેલ્લી તારીખ25 એપ્રિલ 2025
ક્યાં અરજી કરવીhttps://gsv.ac.in/careers/

ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ભરતી પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
સેક્શન ઓફિસર2
સુપ્રીટેન્ડેન્ટ4
લાઈબ્રેરી અને ઈન્ફોર્મેશન આસિસ્ટન્ટ2
કુલ8

શૈક્ષણિક લાયકાત

સેક્શન ઓફિસર

  • કોઈપણ માન્ય સંસ્થા / યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી.
  • કોઈપણ કેન્દ્ર/રાજ્ય સરકાર/ યુનિવર્સિટી/ PSU અને અન્ય કેન્દ્રીય અથવા રાજ્ય સ્વાયત્ત સંસ્થાઓમાં સ્તર 6માં અધિક્ષક તરીકે અથવા આઠ વર્ષનો અધિક્ષક તરીકેનો ત્રણ વર્ષનો અનુભવ અથવા ઓછામાં ઓછા રૂ.200/- કરોડ કે તેથી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી કોઈપણ પ્રતિષ્ઠિત ખાનગી કંપનીઓ/બેંકમાં સમકક્ષ હોદ્દા ધરાવનાર.
  • કોમ્પ્યુટર ઓપરેશન, નોટિંગ અને ડ્રાફ્ટિંગમાં નિપુણતા.

સુપ્રીટેન્ડેન્ટ

  • માન્ય યુનિવર્સિટી / સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી. UDC તરીકે ત્રણ વર્ષનો અનુભવ અથવા કેન્દ્ર/રાજ્ય સરકાર/યુનિવર્સિટી/પીએસયુ અને અન્ય કેન્દ્રીય/રાજ્ય સ્વાયત્ત સંસ્થાઓમાં સ્તર 4માં અથવા સમકક્ષ પગાર પેકેજ ઓછામાં ઓછા રૂ.200/- કરોડ અથવા તેથી વધુના લઘુત્તમ વાર્ષિક ટર્નઓવર સાથે પ્રતિષ્ઠિત ખાનગી કંપનીઓ/કોર્પોરેટ બેંકોમાં.
  • ટાઈપીંગ, કોમ્પ્યુટર એપ્લીકેશન, નોટીંગ અને ડ્રાફ્ટીંગમાં નિપુણતા.

લાઈબ્રેરી અને ઈન્ફોર્મેશન આસિસ્ટન્ટ

  • યુનિવર્સિટી/સંશોધન સ્થાપના/કેન્દ્ર/રાજ્ય સરકારમાં સંબંધિત ક્ષેત્રમાં 02 વર્ષના અનુભવ સાથે કોઈપણ માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી પુસ્તકાલય અને માહિતી વિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રી. / PSU અને અન્ય સ્વાયત્ત સંસ્થાઓની પુસ્તકાલય. અથવા યુનિવર્સિટી / સંશોધન સ્થાપના / કેન્દ્ર / રાજ્ય સરકારમાં સંબંધિત ક્ષેત્રમાં 03 વર્ષના અનુભવ સાથે કોઈપણ માન્ય સંસ્થા / યુનિવર્સિટીમાંથી પુસ્તકાલય / પુસ્તકાલય અને માહિતી વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી. / PSU અને અન્ય સ્વાયત્ત સંસ્થાઓની પુસ્તકાલય.
  • કોમ્પ્યુટર એપ્લિકેશનનું જ્ઞાન. પ્રતિનિયુક્તિ:
  • કેન્દ્ર/રાજ્ય સરકાર, સ્વાયત્ત અથવા વૈધાનિક સંસ્થા, PSU, યુનિવર્સિટી અથવા માન્ય સંશોધન સંસ્થાના કર્મચારીઓ;
  • પિતૃ સંવર્ગ અથવા વિભાગમાં નિયમિત ધોરણે સમાન પોસ્ટ હોલ્ડિંગ.
  • લેવલ 5 માં અર્ધ વ્યાવસાયિક સહાયક/ સમકક્ષ અથવા પિતૃ સંવર્ગ અથવા વિભાગમાં સમકક્ષ તરીકે 5 વર્ષની સેવા સાથે.
  • ઉપર નિર્ધારિત લાયકાત ધરાવવી.

વય મર્યાદા

ગતિ શક્તિ યુનિવર્સિટી ભરતી માટે અરજી કરનાર ઉમેદવારો માટે વય મર્યાાદની વાત કરીએ તો અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદા 35 વર્ષ નક્કી કરવામાં આવી છે.

પગાર ધોરણ

પોસ્ટપે સ્કેલ
સેક્શન ઓફિસર7th CPC
સુપ્રીટેન્ડેન્ટ7th CPC
લાઈબ્રેરી અને ઈન્ફોર્મેશન આસિસ્ટન્ટ7th CPC

અરજી કેવી રીતે કરવી

  • આ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમદેવારોએ પહેલા ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયની વેબસાઈટ https://gsv.ac.in/ ની મુલાકાત લેવી
  • અહીં કરિયર ઓપ્શન પર જવું જ્યાં વિવિધ પોસ્ટની ભરતી દેખાશે
  • અહીં એપ્લાય નાઉ પર ક્લિક કરવું
  • જ્યાંથી અરજી કરી શકાશે.
  • અરજી ફાઈન સબમિટ કર્યા બાદ પ્રીન્ટ કાઢી લેવી

ભરતીની જાહેરાત

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

ઉમેદવારોને સૂચન છે કે ગતિ શક્તિ યુનિવર્સિટી ભરતી અંતર્ગત અરજી કરતા પહેલા યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ ઉપર ભરતી અંગે આપેલી બધી જ માહિતી ધ્યાન પૂર્વક વાંચી લેવી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ