જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતી : મહેસાણામાં ₹ 75,000 ની નોકરી મેળવવાની જોરદાર તક, અહીં વાંચો A to Z માહિતી

General hospital Mehsana recruitment, જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતી: મહેસાણા જનરલ હોસ્પિટલ દ્વારા વિવિધ પોસ્ટ ભરવા માટે જાહેરાત બહાર પાડી છે. સંસ્થાએ આ જગ્યાઓ માટે ઉમેદવારો પસંદ કરવા માટે વોક ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કર્યું છે.

General hospital Mehsana recruitment, જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતી: મહેસાણા જનરલ હોસ્પિટલ દ્વારા વિવિધ પોસ્ટ ભરવા માટે જાહેરાત બહાર પાડી છે. સંસ્થાએ આ જગ્યાઓ માટે ઉમેદવારો પસંદ કરવા માટે વોક ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કર્યું છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
General hospital mehsana Bharti, Mehsana Civil hospital recruitment

જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતી - photo - Social Media

General hospital Mehsana recruitment, જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતી: મહેસાણામાં રહેતા અને નોકરી શોધતા ઉમેદવારો માટે ઘર આંગણે જ નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. મહેસાણા જનરલ હોસ્પિટલ દ્વારા વિવિધ પોસ્ટ ભરવા માટે જાહેરાત બહાર પાડી છે. સંસ્થાએ આ જગ્યાઓ માટે ઉમેદવારો પસંદ કરવા માટે વોક ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કર્યું છે. રસ ધરાવતા ઉમેદવારોને 29 ઓગસ્ટ 2024ના દિવસે આમંત્રિત કર્યા છે.

જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, નોકરી પ્રકાર, ઈન્ટરવ્યૂ સ્થળ, ઇન્ટરવ્યૂ તારીખ અને સમય, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા.

જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતી અગત્યની માહિતી

સંસ્થાજનરલ હોસ્પિટલ, મહેસાણા
પોસ્ટવિવિધ
જગ્યા4
નોકરી પ્રકારકરાર આધારિત
નોકરી સ્થળમહેસાણા
ઇન્ટરવ્યૂ તારીખ29 ઓગસ્ટ 2024
ઇન્ટરવ્યૂ સ્થળજનરલ હોસ્પિટલ, મહેસાણા
વેબસાઈટhttps://generalhospitalmehsana.com/

જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતી, પોસ્ટની વિગતો

જનરલ હોસ્પિટલ મહેસાણાના માનસિક રોગ વિભાગમાં એટીએફ પ્રોગ્રામ અંતર્ગત 11 માસના કરાર આધારિત વિવિધ જગ્યાઓ માટે વોક ઈન ઈન્ટરવ્યૂ ગોઠવવામાં આવ્યું છે.

પોસ્ટજગ્યા
મેડિકલ ઓફિસર1
કાઉન્સેલર1
સ્ટાફ નર્સ1
ડેટા મેનેજર1

જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતી માટે શૈક્ષણિક લાયકાત

  • મેડિકલ ઓફિસર - સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી MBBS કરેલું હોવું જોઈએ
  • કાઉન્સિલર - સાયકોલોજી, સોશિયલ વર્ક, સોશિયોલોજીમાં ગ્રેજ્યુએટ, માસ્ટર ડિગ્રી ધરાવતા ઉમેદવારોને પહેલા પ્રાથમિક્તા અપાશે
  • સ્ટાફ નર્સ - સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી જીએનએણ, બીએસસી નર્સિંગનો કોર્ષ કરેલો હોવો જોઈએ
  • ડેટા મેનેજર - સ્નાતક, કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ એકાઉન્ટિંગમાં ગ્રેજ્યુએટ ઉમેદવારને પહેલા પ્રાથમિક્તા અપાશે.

પગાર ધોરણ

જનરલ હોસ્પિટલ મહેસાણાના માનસિક રોગ વિભાગમાં એટીએફ પ્રોગ્રામ અંતર્ગત 11 માસના કરાર આધારિત વિવિધ જગ્યાઓ માટે પસંદ થયેલા ઉમેદવારોને પ્રતિ મહિના ફિક્સ પગાર આપવામાં આવશે.

પોસ્ટ જગ્યા
મેડિકલ ઓફિસર ₹75,000
કાઉન્સેલર ₹20,000
સ્ટાફ નર્સ ₹20,000
ડેટા મેનેજર ₹20,000

જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતી નોટિફિકેશન

જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, નોકરી પ્રકાર, ઈન્ટરવ્યૂ સ્થળ, ઇન્ટરવ્યૂ તારીખ અને સમય, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું સત્તાવાર નોટિફિકેશન વાંચવું.

વોક ઈન ઈન્ટરવ્યૂ સ્થળ અને તારીખ

રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને તા-29/08/2024 ના રોજ સવારે 10.00 વાગ્યે વોક-ઇન-ઇન્ટરવ્યુમાં હાજરી આપવા માટે આમંત્રિત કરવામાં આવે છે.

ઈન્ટરવ્યુ સ્થળ : જનરલ હોસ્પિટલ, મહેસાણા

આ પણ વાંચો

ઉમેદવારો માટે ખાસ સૂચના

રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને તL29/08/2024 ના રોજ રાખવામાં આવેલ છે તેના માટે સવારે ૧૦:૦૦ કલાક સુધી ઉમેદવારી નોંધાવવાની રહેશે. સદર જગ્યા માટે તમામ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો (પ્રમાણિત કરેલ), તાજેતરનો પાસપોર્ટ સાઈઝ નો ફોટો અને ચકાસણી કરવા માટે તમામ પ્રમાણપત્રો અસલમાં સાથે લાવવાના રહેશે. ઉપરોક્ત જગ્યા ભરવા બાબતે અત્રેની ભતી કમિટીનો નિર્ણય બંધનકર્તા રહેશે.

Advertisment
મહેસાણા ગુજરાત નોકરી કરિયર