GERMI Recruitment 2024 : ગાંધીનગરમાં રહેતા નોકરી શોધતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (GERMI Bharti 2024) એ વિવિધ પોસ્ટ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન પ્રમાણે જીઈઆરએમઆઈ દ્વારા મેનેજરની વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. ઉમેદવારો આ પોસ્ટ માટે ફટાફટ અરજી કરો કારણ કે અરજી કરવાનો આજે છેલ્લો દિવસ છે.
ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (GERMI Recruitment 2024) ભરતી માટે શૈક્ષણિક લાયકાત, પગારધોરણ, વય મર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા સહિતની તમામ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા જોઈએ.
GERMI Recruitment 2024 અંગે મહત્વની માહિતી
સંસ્થા ગુજરાત ઉર્જા સંશોધન અને વ્યવસ્થાપન સંસ્થા પોસ્ટ વિવિધ મેનેજર કુલ પોસ્ટ 3 નોકરીનું સ્થળ ગાંધીનગર વયમર્યાદા 31 વર્ષ સુધી અરજી કરવાની છેલ્લી તારીખ 24/04/2024 ક્યાં અરજી કરવી https://www.germi.org/
પોસ્ટ અંગે વિગે માહિતી
પોસ્ટ ખાલી જગ્યા ડેપ્યુટી મેનેજર (પેટ્રોલિયમ રિસર્ચ મેનેજમેન્ટ) 1 આસિસ્ટન્ટ મેનેજર (પેટ્રોલિયમ રિસર્ચ મેનેજમેન્ટ) 2 કુલ 3
GERMI Recruitment 2024 માટેની શૈક્ષણિક લાયકાત
ડેપ્યુટી મેનેજર (પેટ્રોલિયમ રિસર્ચ મેનેજમેન્ટ)
- ફીડસ્ટોક આકારણી, બાયોગેસ ડેવલપમેન્ટ, પ્લાન્ટ એન્જિનિયરિંગ, ઓટોકેડ અથવા અન્ય કોઈપણ ડિઝાઇન સોફ્ટવેર વગેરેનો ઉપયોગ કરીને પ્લાન્ટ ડિઝાઇન વગેરેના ક્ષેત્રોમાં 3 વર્ષ સહિત ઓછામાં ઓછા 6 વર્ષના કામના અનુભવ સાથે મિકેનિકલ / સિવિલ એન્જિનિયરિંગમાં પીજી ડિગ્રી.અથવા
- ફીડસ્ટોક એસેસમેન્ટ, બાયોગેસ ડેવલપમેન્ટ, પ્લાન્ટ એન્જીનીયરીંગ, ઓટોકેડ અથવા અન્ય કોઈપણ ડીઝાઈન સોફ્ટવેર વગેરેનો ઉપયોગ કરીને પ્લાન્ટ ડીઝાઈનના ક્ષેત્રોમાં 3 વર્ષ સહિત ઓછામાં ઓછા 8 વર્ષના કામના અનુભવ સાથે મિકેનિકલ/સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી.
આસિસ્ટન્ટ મેનેજર (પેટ્રોલિયમ રિસર્ચ મેનેજમેન્ટ)
- સિવિલ/મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી
આ પણ વાંચો | સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી : ધોરણ 12 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક, ₹92,000 સુધી પગાર
GERMI Recruitment 2024 માટેની વય મર્યાદા
પોસ્ટ વયમર્યાદા ડેપ્યુટી મેનેજર (પેટ્રોલિયમ રિસર્ચ મેનેજમેન્ટ) 1લી એપ્રિલ, 2024 ના રોજ 32 વર્ષથી વધુ નહીં આસિસ્ટન્ટ મેનેજર (પેટ્રોલિયમ રિસર્ચ મેનેજમેન્ટ) 1લી એપ્રિલ, 2024 ના રોજ 28 વર્ષથી વધુ નહીં
GERMI Recruitment 2024 માટેનું પગાર ધોરણ
પોસ્ટ પગાર ડેપ્યુટી મેનેજર (પેટ્રોલિયમ રિસર્ચ મેનેજમેન્ટ) ₹ 60,500/- દર મહિને (સંસ્થાના ધોરણો મુજબ અન્ય લાભો) આસિસ્ટન્ટ મેનેજર (પેટ્રોલિયમ રિસર્ચ મેનેજમેન્ટ) ₹ 48,850/- દર મહિને (સંસ્થાના ધોરણો મુજબ અન્ય લાભો)
આ પણ વાંચોઃ- ISRO Vacancy 2024 : ઈસરોમાં નોકરીની સુવર્ણ તક, પગાર ₹ 81000 સુધી, જાણો લાયકાત અને અરજી કરવાની છેલ્લી તારીખ
અરજી કઈ રીતે કરવી?
રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://www.germi.org/current-opening.php#ActivityStart મારફતે ઓનલાઇન અરજી કરી શકે છે.





