GERMI Recruitment 2024: ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ભરતી : શું તમે ગુજરાતમાં સારા પગારની નોકરીની શોધમા છો? તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સિનિયર એક્ઝિક્યુટ ફાઇનાન્સ માટે ભરતી બહાર પાડી છે. સંસ્થા દ્વારા આ જગ્યા ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ માંગાવી છે.
ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ,અરજી ફી અને અરજી કેવી રીતે, પગાર ધોરણ સહિતની તમામ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર ચોક્કસ વાંચવા જોઈએ.
GERMI Recruitment 2024 માટે મહત્વની સૂચના
સંસ્થા ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ પોસ્ટ સિનિયર એક્ઝિક્યુટીવ-ફાઇનાન્સ અરજી મોડ ઓનલાઈન વય મર્યાદા 32થી વર્ષથી વધારે નહીં છેલ્લી તારીખ 21 ઓગસ્ટ 2024 વેબસાઈટ https://www.germi.org
ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ભરતી, પોસ્ટની માહિતી
ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સિનિયર એક્ઝિક્યુટીવ-ફાઇનાન્સ પોસ્ટની એક જગ્યા ભરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ભરતી માટે શૈક્ષણિક લાયકાત
માન્ય યુનિવર્સિટીમાંથી કોમર્સમાં સ્નાતકની લઘુત્તમ લાયકાત તેમજ એકાઉન્ટિંગ સોફ્ટવેર “Tally” નો ઉપયોગ કરીને કમ્પ્યુટરમાં તમામ નાણાકીય રેકોર્ડ જાળવવા અને હાર્ડ કોપી રેકોર્ડ રાખવા ડ્રાફ્ટિંગ ક્ષમતા સાથે સારી સંચાર કૌશલ્ય અત્યંત ઇચ્છનીય છે. આ ઉપરાંત ફાઇનાન્સ અને એકાઉન્ટનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ જરૂરી છે
GERMI Recruitment 2024 માટે વય મર્યાદા અને પગાર ધોરણ
ગુજરાત એનર્જી રિસર્ચએન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બહાર પાડેલી ભરતી માટે ઉમેદવારોની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારોની ઉંમર ઉંમર 1લી એપ્રિલ, 2024 ના રોજ 32 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ ઉપરાંત કરાર આધારિત આ ભરતી માટે ₹ 40,000 પ્રતિ મહિના પગાર ઉપરાંત સંસ્થાના ધોરણો મુજબ અન્ય લાભો મળવા પાત્ર રહેશે.
ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ભરતી નોટિફિકેશન
ઓનલાઇન અરજી કઈ રીતે કરવી ?
- ઉમેદવારોએ ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ અધિકૃત વેબસાઇટની એટલે કે https://www.germi.org/ઓપન કરો
- https://www.germi.org/recruitmentForm.php#Apply વેબસાઈટ પર Apply વિકલ્પ પર ક્લિક કરો.
- ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.
ઉમેદવારોને સૂચન કરવામાં આવે છે કે આ ભરતી માટે અરજી કરતા પહેલા લેખમાં આપેલા નોટિફિકેશનને ધ્યાન પૂર્વક વાંચવું. નોંધ- આ નોટિફિકેશન https://www.germi.org/ ઉપર આપવામાં આવેલી ભરતીની માહિતીનો સ્ક્રીન સોર્ટ લઈને બનાવવામાં આવ્યું છે.