Recruitment News : ITI પાસ ઉમેદવારો માટે કચ્છમાં નોકરી મેળવવાની તક, અહીં વાંચો બધી માહિતી

GMC recruitment 2025 : ગાંધીધામ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો,શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી પ્રકાર, નોકરીનો પ્રકાર સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમદેવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

GMC recruitment 2025 : ગાંધીધામ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો,શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી પ્રકાર, નોકરીનો પ્રકાર સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમદેવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
gandhidham municipal corporation recruitment, job in kutch

ગાંધીધામ મહાનગરપાલિકા ભરતી - photo - Social media

GMC recruitment 2025, ગાંધીધામ મહાનગરપાલિકા ભરતી : કચ્છમાં રહેતા અને આઈટીઆઈ પાસ કરેલા ઉમેદવારો જો નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર આવી ગયા છે. ગાંધીધામ મહાનગરપાલકા દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ માટે સંસ્થાએ ઉમેદવારો પાસેથી ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે.

ગાંધીધામ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો,શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી પ્રકાર, નોકરીનો પ્રકાર સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમદેવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગાંધીધામ મહાનગરપાલિકા ભરતીની મહત્વની માહિતી

સંસ્થાગાંધીધામ મહાનગરપાલિકા ભરતી
પોસ્ટવિવિધ એપ્રેન્ટીસ
સંખ્યા92
એપ્લિકેશન મોડઓફલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ20-4-2025
ક્યાં અરજી કરવીનીચે આપેલા સરનામા પર

પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
હેલ્થ સેનેટરી ઈન્સ્પેક્ટર15
સર્વેયર10
કેડ ઓપરેટર4
મિકેનિક ડીઝલ4
ક્લાર્ક કમ કમ્પ્યુટર ઓપરેટર30
પ્લંબર10
વાયરમેન5
ફિટર5
ઈલેક્ટ્રિશિયન5
મિકેનિક મોટર વ્હીકલ4
કુલ92

શૈક્ષણિક લાયકાત

ગાંધીધામ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત વિવિધ ટ્રેડમાં એપ્લેન્ટીસ માટે ઉમેદવારો પસંદ કરવાના છે. આ ભરતી માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો વિવિધ ટ્રેડ માટે વિવિધ આઈટીઆઈ પાસ માંગ્યું છે.

પગાર ધોરણ

ગાંધીધામ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને સંસ્થાએ નક્કી કરેલા ધારધારોણ પ્રમાણે સ્ટાઈપેન્ડ મળવા પાત્ર રહેશે.

અરજી કેવી રીતે કરવી?

  • ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોએ જરૂરી માહિતી સાથે લેખિત અરજી, 20 એપ્રિલ 2025 સુધીમાં ચાલુ ઓફિસના દિવસોમાં ગાંધીધામ મહાનગરપાલિકામાં પહોંચાડવાની રહેશે.
  • મુદત બાદ રજૂ થયેલી અરજી અમાન્ય રહેશે.
  • અરજીમાં પાસપોર્ટ સાઈઝના ફોટા ચોંટાડવાના રહેશે.
  • જરૂરી આધાર પુરાવાની પ્રમાણિત નકલો રજૂ કરવાની રહેશે.

ભરતી જાહેરાત

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

ઉમેદવારોને ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો

  • ઉપરોક્ત જગ્યાઓ માટે નિયત મિનિમમ જે તે ટ્રેડમાં આઈટીઆઈ પાસ લાયકાતો ધરાવતા ઉમેદવારોની જ અરજી ધ્યાને લેવામાં આવશે. બોનાફાઈટ સર્ટી ધ્યાને લેવામાં નહીં આવે.
  • એપ્રેન્ટીસને એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ તદન હંગામી ધોરણે એપ્રેન્ટીસ તરીકે નિમણૂંક આપવામાં આવશે.
  • નિમણૂંક પામેલા એપ્રેન્ટીસને મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના હેઠળની જોગવાઈઓ અને ધારાધોરણ અનુસાર સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે.
  • આ ઉપરાંત કોઈપણ પ્રકારના પગાર, વેતન એલાઉન્સ, ચાર્જ, ભાડા-ભથ્થા વગેરે ચૂકવવામાં નહીં આવે.
  • ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા એપ્રેન્ટી-મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના હેઠળ નિમણૂંક કરવા માટે નક્કી કરવામાં આવેલી પદ્ધિ મજુબ મેરિટ લિસ્ટ બનાવી નિમણૂંક આપવામાં આવશે.
Advertisment
kutch નોકરી કરિયર ભરતી