/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/GMC-Recruitment-2024.jpg)
ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી photo X @GandhinagarMC
GMC Recruitment 2024, ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં વિવિધ પોસ્ટની ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. જીપીએસસી દ્વારા વિવિધ પોસ્ટની 314 જગ્યાઓ ભરતી કરવા માટે ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે. આ ભરતી અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા માટે વર્ગ-2 અને વર્ગ -3 ની 44 જગ્યાઓ માટે ઉમેદવારો પસંદ કરવામાં આવશે.
ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ગાંધીનગર મહાનગરપાલિકા ભરતીની અગત્યની માહિતી
| સંસ્થા | ગુજરાત જાહેર સેવા આયોગ |
| પોસ્ટ | વિવિધ |
| જગ્યા | 44 |
| નોકરી સ્થળ | ગાંધીનગર મહાનગરપાલિકા |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 30 ઓક્ટોબર 2024 |
| ક્યાં અરજી કરવી | https://gpsc-ojas.gujarat.gov.in/ |
ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો
| પોસ્ટ | વર્ગ | જગ્યા |
| નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) | વર્ગ-2 | 9 |
| અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) | વર્ગ-3 | 23 |
| અધિક મદદનીશ ઈજનેર (વિદ્યુત) | વર્ગ-3 | 12 |
| કુલ | 44 |
શૈક્ષણિક લાયકાત અને અનુભવ
નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) વર્ગ-2
- શૈક્ષણિક લાયકાત - સિવિલ એન્જિનિયરિંગમાં બેચલર ડિગ્રી (B.E/B.TECH).
- અનુભવ - સ્થાનિક સંસ્થાઓ અથવા સરકારી ઉપક્રમમાં એન્જિનિયરિંગ બોર્ડ અથવા કોર્પોરેશન અથવા લિમિટેડ કંપનીમાં સિવિલના ક્ષેત્રમાં ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ
નોટીફિકેશન
અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ-3
- શૈક્ષણિક લાયકાત - સિવિલ એન્જિનિયરિંગમાં બેચલર ડિગ્રી (B.E/B.TECH).
- અનુભવ - સ્થાનિક સંસ્થાઓ અથવા સરકારી ઉપક્રમમાં એન્જિનિયરિંગ બોર્ડ અથવા કોર્પોરેશન અથવા લિમિટેડ કંપનીમાં સિવિલના ક્ષેત્રમાં ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ
નોટીફિકેશન
અધિક મદદનીશ ઈજનેર (વિદ્યુત) વર્ગ-3
- શૈક્ષણિક લાયકાત - ઈલેટ્રીકલ એન્જિનિયરિંગમાં બેચલર ડિગ્રી (B.E/B.TECH).
- અનુભવ - સ્થાનિક સંસ્થાઓ અથવા સરકારી ઉપક્રમમાં એન્જિનિયરિંગ બોર્ડ અથવા કોર્પોરેશન અથવા લિમિટેડ કંપનીમાં વિદ્યુતના ક્ષેત્રમાં ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ હોવો જોઈએ.
નોટીફિકેશન
નોંધ- શૈક્ષણિક લાયકાત અને અનુભવ માટે વધારે જાણકારી માટે ઉપર આપેલા નોટિફિકેશન વાંચવા.
વય મર્યાદા અને પગાર ધોરણ
| પોસ્ટ | વયમર્યાદા | પગાર |
| નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) | 18થી38 વર્ષ | ₹53,100- ₹1,67,800 (લેવલ-9) |
| અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) | 18થી35 વર્ષ | ₹39,900-₹ 1,26,600 (લેવલ-7) |
| અધિક મદદનીશ ઈજનેર (વિદ્યુત) | 18થી35 વર્ષ | ₹39,900-₹ 1,26,600 (લેવલ-7) |
અરજી ફી
- સામાન્ય કેટેગરી (બિન અનામત) ઉમેદવારે ભરવાની ફી ₹ 100 તેમજ પોસ્ટલ સર્વિસ ચાર્જ તથા ઓનલાઈન ફી ભરે તો ₹ 100 ઉપરાંત સર્વિસ ચાર્જ અરજી ફી ભરવાની રહેશે.
- મૂળ ગુજરાતના અનામત કક્ષા ઉમેદવારો, માજી સૈનિકો તથા દિવ્યાંગ ઉમેદવારોએ ફી ભરવાની નથી.
- ગુજરાત રાજ્ય સિવાયના અનામત વર્ગના ઉમેદવારે નિયત ફી ભરવાની રહેશે.
ઓનલાઈ અરજી કેવી રીતે કરવી?
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
- Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
- https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
- ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
આ પણ વાંચોઃ- ગુજરાત સરકારમાં નોકરી મેળવવાની જોરદાર તક, વર્ગ-1,2 અને 3ની ભરતી, વાંચો A to Z માહિતી
ઉમેદવારનો સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ ઉપર જઈને જેતે પોસ્ટનું સત્તાવાર નોટિફિકેશન ઝીણવટ પૂર્વક વાંચવું. ત્યારબાદ જ અરજી કરવી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us