GMC Recruitment 2024, ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી : ગાંધીનગરમાં સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી (GPSC Recruitment) બહાર પડી છે. ગુજરાત જાહેર સેવા આયોગે બહાર પાડેલા નોટીફિકેશન પ્રમાણે ગાંધીનગર મહાનગરપાલિકાની વિવિધ છ પોસ્ટ માટે કૂલ 13 જગ્યાઓ માટે ભરતી થવાની છે. આ માટે સંસ્થા દ્વારા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવી છે.
ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી માટે વિવિધ પોસ્ટની વિગેત માહિતી, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પગાર ધોરણ, જરૂરી સુચના, અરજી ફી, પસંદી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારો આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.
ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી ની મહત્વની માહિતી
સંસ્થા ગુજરાત જાહેર સેવા આયોગપોસ્ટ વિવિધજગ્યા 13નોકરી સ્થાન ગાંધીનગર મહાનગરપાલિકાઅરજી કરવાની છેલ્લા તારીખ 22 જુલાઈ 2024સત્તાવાર વેબસાઈ https://gpsc.gujarat.gov.in/ક્યાં અરજી કરવી https://gpsc-ojas.gujarat.gov.in/
ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી, પોસ્ટની વિગતે માહિતી
પોસ્ટ ક્લાસ જગ્યા ડેઝીગ્નેટેડ ઓફિસર વર્ગ-2 1 બાગાયત સુપરવાઈઝર વર્ગ-3 1 ફૂડ ઈન્સ્પેક્ટર, ફૂડ સેફ્ટી ઓફિસર વર્ગ-3 3 કચેરી અધિક્ષક-વિજીલન્સ ઓફિસર વર્ગ-3 6 ચીફ ફાયર ઓફિસર, વર્ગ-1 વર્ગ-1 1 ફાયર ઓફિસર વર્ગ-2 1
ડેઝીગ્નેટેડ ઓફિસર વર્ગ-2 માટે લાયકાત
ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી માટે ડેઝીગ્નેટેડ ઓફિસર વર્ગ 2 માટે ઉમેદવારોની લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારોની ઉંમર 44 વર્ષથી વધુ ન હોવી જોઈએ આઉપરાંત પગાર ધોરણ ₹ 44,900થી ₹1,42,400 સુધી પે મેટ્રીક્સ લેવલ 8 મળશે. આ ઉપરાંત શૈક્ષણિક લાયકાત તેમજ અન્ય મહત્વની માહિતી જાણવા માટે આપેલું નોટીફિકેશન વાંચવું.
બાગાયત સુપરવાઈઝર, વર્ગ-3 માટે લાયકાત
ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી માટે બાગાયત સુપરવાઈઝર વર્ગ 3 માટે ઉમેદવારોની લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારોની ઉંમર 18થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ આ ઉપરાંત પગાર ધોરણની વાત કરીએ તો ₹ 39,900થી ₹ 1,26,600 પે મેટ્રિક લેવલ 7 મુજબના ધારાધોરણ પ્રમાણે પગાર મળશે. આ ઉપરાંત ઉમેદવારની શૈક્ષણિક લાયકાત સહિત અન્ય મહત્વની માહિતી જાણવા માટે આપેલુ નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
ફૂડ ઈન્સ્પેક્ટર, ફૂડ સેફ્ટી ઓફિસર , વર્ગ 3 માટે લાયકાત
ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી માટે ફૂડ ઈન્સ્પેક્ટર, ફૂડ સેફ્ટી ઓફિસર વર્ગ 3 માટે ઉમેદવારોની લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારોની ઉંમર 39 વર્ષથી વધારે ન હોવી જોઈએ. આ ઉપરાંત પગાર ધોરણની વાત કરીએ તો ₹ 39,900થી ₹ 1,26,600 પે મેટ્રિક લેવલ 7 મુજબના ધારાધોરણ પ્રમાણે પગાર મળશે. આ ઉપરાંત ઉમેદવારની શૈક્ષણિક લાયકાત સહિત અન્ય મહત્વની માહિતી જાણવા માટે આપેલુ નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
કચેરી અધિક્ષક-વિજીલન્સ ઓફિસર, વર્ગ 3 માટે લાયકાત
ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી માટે કચેરી અધિક્ષક-વિજીલન્સ ઓફિસર વર્ગ 3 માટે ઉમેદવારોની લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારોની ઉંમર 18થી 39 વર્ષ વચ્ચે હોવી જોઈએ આ ઉપરાંત પગાર ધોરણની વાત કરીએ તો ₹ 39,900થી ₹ 1,26,600 પે મેટ્રિક લેવલ 7 મુજબના ધારાધોરણ પ્રમાણે પગાર મળશે. આ ઉપરાંત ઉમેદવારની શૈક્ષણિક લાયકાત સહિત અન્ય મહત્વની માહિતી જાણવા માટે આપેલુ નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
ચીફ ફાયર ઓફિસર, વર્ગ 1 માટે લાયકાત
ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી માટે ચીફ ફાયર ઓફિસર વર્ગ 1 માટે ઉમેદવારોની લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારોની ઉંમર 45 વર્ષથી વધારે ન હોવી જોઈએ. આ ઉપરાંત પગાર ધોરણની વાત કરીએ તો ₹ 56,100થી ₹ 1,77,500 પે મેટ્રિક લેવલ 10 મુજબના ધારાધોરણ પ્રમાણે પગાર મળશે. આ ઉપરાંત ઉમેદવારની શૈક્ષણિક લાયકાત સહિત અન્ય મહત્વની માહિતી જાણવા માટે આપેલુ નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
ઓફિસર, વર્ગ 2 માટે લાયકાત
ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી માટે ફાયર ઓફિસર વર્ગ 2 માટે ઉમેદવારોની લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારોની ઉંમર 18થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ. આ ઉપરાંત પગાર ધોરણની વાત કરીએ તો ₹ 44,900થી ₹ 1,42,400 પે મેટ્રિક લેવલ 8 મુજબના ધારાધોરણ પ્રમાણે પગાર મળશે. આ ઉપરાંત ઉમેદવારની શૈક્ષણિક લાયકાત સહિત અન્ય મહત્વની માહિતી જાણવા માટે આપેલુ નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી માટે કેવી રીતે અરજી કરવી?
- GPSC ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો આપેલા પગલાં અનુસરવા
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
- Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
- https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
- ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
આ પણ વાંચો
- ONGC મહેસાણા ભરતી 2024: ITI અને ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો માટે મહેસાણામાં તગડા પગારવાળી નોકરી મેળવવાની ઉત્તમ તક
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : બાગાયત મદદનીશની 52 જગ્યાઓ માટે કરો અરજી, વાંચો વધુ માહિતી
- ગુજરાત એસટી ભરતી, ધો. 12 પાસ ઉમેદવારો માટે કંડક્ટર કક્ષાની નોકરી મેળવવાની સૂવર્ણ તક
ઉમેદવારોને ખાસ સુચના છે કે ભરતી માટે અરજી કરતા પહેલા ભરતી અંગે જાહેર થયેલા સત્તાવાર નોટિફિકેશનને ધ્યાનપૂર્વ વાંચવું ત્યારબાદ જ અરજી કરવી.