GMDC ભરતી 2024 : અમદાવાદમાં નોકરી મેળવવાની ઉત્તમ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

GMDC Recruitment 2024, GMDC ભરતી 2024 : જીએમડીસી ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની 7 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. ભરતી અંગે આ લેખમાં મહત્વની વિગતો આપવામાં આવી છે.

Written by Ankit Patel
July 10, 2024 14:11 IST
GMDC ભરતી 2024 : અમદાવાદમાં નોકરી મેળવવાની ઉત્તમ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
જીએમડીસી ભરતી photo-X/ @OfficialGMDC

GMDC Recruitment 2024, GMDC ભરતી 2024 : અમદાવાદમાં રહેતા અને નોકરીની શોધ કરતા ઉમેદવારો માટે અમદાવાદમાં જ નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. જીએમડીસી ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની 7 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

GMDC ભરતી માટે વિવિધ પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, નોકરીનું સ્થળ, અરજી પ્રક્રિયા, પગાર ધોરણ, વય મર્યાદા સહિતની તમામ અગત્યની જાણકારી મેળવવા માટે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.

GMDC ભરતી 2024 માટે મહત્વની માહિતી

સંસ્થાગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (GMDC)
પોસ્ટવિવિધ
ખાલી જગ્યા7
નોકરીનું સ્થળઅમદાવાદ
સત્તાવાર વેબસાઈwww.gmdcltd.com

GMDC ભરતી 2024, પોસ્ટની વિગત

પોસ્ટજગ્યાલોકેશન
ડીરેક્ટર(એક્સપ્લોરેશન)1અમદાવાદ
ડીરેક્ટર(રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ)1અમદાવાદ
ડીરેક્ટર(ડ્રિલિંગ)1અમદાવાદ
ડીરેક્ટર(માઈનિંગ)1અમદાવાદ
પ્રોજેક્ટ મેનેજર(જીઓયોલજી-I બેસ મેટલ)1અમદાવાદ એન્ડ ફિલ્ડ એરિયા
પ્રોજેક્ટ મેનેજર(જીઓયોલજી-IV Coal)1ભુવનેશ્વર એન્ડ ફિલ્ડ એરિયા
આસિસ્ટન્ટ મેનેજર(સર્વે)1અમદાવાદ એન્ડ ફિલ્ડ એરિયા

GMDC ભરતી 2024 લાયકાત અને અનુભવ

  • ડીરેક્ટર(એક્સપ્લોરેશન) – સત્તાવાર યુનિવર્સિટીમાંથી જીઓલોજી, એપ્લાઈડ જીયોલોજીમાં પ્રોસેસર માસ્ટર ડીગ્રી, જીયોલોજીમાં પીએડી,મેટલ એક્સપ્લોરેશન ફિલ્ડમાં 30 વર્ષ કરતા વધારે અનુભવ
  • ડીરેક્ટર(રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ) – સત્તાવાર યુનિવર્સિટીમાંથી જીઓલોજી, એપ્લાઈડ જીયોલોજીમાં પ્રોસેસર માસ્ટર ડીગ્રી, જીયોલોજીમાં પીએડી, મિનરલ પ્રોસેસિંગ અને મિનરલને લગતી લેબોરેટરી સંભાળવાનો 30 વર્ષ કરતા વધારે અનુભવ
  • ડીરેક્ટર(ડ્રિલિંગ) – માન્ય યુનિવર્સિટીમાંથી ડ્રિલિંગ, મિકેનિકલ, ઓટોમોબાઈલ એન્જીનિયરની બેચલર કે માસ્ટર ડિગ્રી, ડ્રિલિંગ ટેક્નોલોજીમાં 30 વર્ષનો અનુભવ

  • ડીરેક્ટર(માઈનિંગ) – માન્ય યુનિવર્સિટીમાંથી માઇનિંગ એન્જિનિયરિંગની બેચલર કે માસ્ટર ડિગ્રી, સંલગ્ન ફિલ્ડમાં 30 વર્ષ કરતા વધારે અનુભવ
  • પ્રોજેક્ટ મેનેજર(જીઓયોલજી-I બેસ મેટલ)- સત્તાવાર યુનિવર્સિટીમાંથી જીઓલોજી, એપ્લાઈડ જીયોલોજીમાં પ્રોસેસર માસ્ટર ડીગ્રી, જીયોલોજીમાં પીએડી,મેટલ એક્સપ્લોરેશન ફિલ્ડમાં 15 વર્ષ કરતા વધારે અનુભવ
  • પ્રોજેક્ટ મેનેજર(જીઓયોલજી-IV Coal) – સત્તાવાર યુનિવર્સિટીમાંથી જીઓલોજી, એપ્લાઈડ જીયોલોજીમાં પ્રોસેસર માસ્ટર ડીગ્રી, જીયોલોજીમાં પીએડી,કોલ એક્સપ્લોરેશન ફિલ્ડમાં 15 વર્ષ કરતા વધારે અનુભવ
  • આસિસ્ટન્ટ મેનેજર(સર્વે) – સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા, એક્સપ્લોરેશન અને માઇનિંગ ફિલ્ડમાં 20 વર્ષ કરતા વધારે અનુભવ.

GMDC ભરતી માટેની જાહેરાત

GMDC ભરતી માટે વિવિધ પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, નોકરીનું સ્થળ, અરજી પ્રક્રિયા, પગાર ધોરણ, વય મર્યાદા સહિતની તમામ અગત્યની જાણકારી મેળવવા માટે આ જાહેરાત વાંચવી. જાહેરાતમાં જણાવ્યા પ્રમાણે ભરતી અંગે વધારે માહિતી માટે સંસ્થાની www.gmdcltd.com વેબસાઈટની મુલાકાત લેવી.

આ પણ વાંચો

ઉમેદવારોને ખાસ સુચના છે કે ભરતી માટે અરજી કરતા પહેલા ભરતી અંગે જાહેર થયેલા સત્તાવાર નોટિફિકેશનને ધ્યાનપૂર્વ વાંચવું ત્યારબાદ જ અરજી કરવી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ