GMDC ભરતી 2024 : ITI થી લઈને એન્જીનિયર ઉમેદવારો માટે નોકરી મેળવવાની જોરદાર તક, અહીં વાંચો બધી માહિતી

GMDC Recruitment 2024 : ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. જીએમડીસી ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટ પર ઉમેદવારો પસંદ કરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

Written by Ankit Patel
November 11, 2024 10:13 IST
GMDC ભરતી 2024 : ITI થી લઈને એન્જીનિયર ઉમેદવારો માટે નોકરી મેળવવાની જોરદાર તક, અહીં વાંચો બધી માહિતી
જીએમડીસી ભરતી photo-X/ @OfficialGMDC

GMDC Recruitment 2024, GMDC ભરતી 2024 : નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરીની એક સારી તક આવી ગઈ છે. ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. જીએમડીસી ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટ પર ઉમેદવારો પસંદ કરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

GMDC ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પદ્ધતિ, નોકરીનો પ્રકાર, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ અને ભરતી અંગે અન્ય મહત્વની માહિતી જાણવા માટે ઉમદેવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા જોઈએ.

GMDC ભરતી અંગે મહત્વની માહિતી

સંસ્થાગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટે
પોસ્ટએપ્રેન્ટિસ
જગ્યા14
એપ્લિકેશન મોડઓફલાઇન
વય મર્યાદા18થી 25 વર્ષ
અરજી કરવાની છેલ્લી તારીખ20-11-2024

GMDC ભરતી પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
ખાણકામ ઇજનેર4
ઇલેક્ટ્રિકલ એન્જિનિયર1
મિકેનિકલ એન્જિનિયર1
ઇલેક્ટ્રિશિયન1
કોમ્પ્યુટર ઓપરેટર3
સ્નાતક એપ્રેન્ટિસ4

GMDC ભરતી માટે શૈક્ષણિક લાયકાત

પોસ્ટશૈક્ષણિક લાયકાત
ખાણકામ ઇજનેરB.E / B.Tech / ડિપ્લોમા (ખાણકામ)
ઇલેક્ટ્રિકલ એન્જિનિયરડિપ્લોમા (ઇલેક્ટ્રિકલ)
મિકેનિકલ એન્જિનિયરડિપ્લોમા (મિકેનિકલ)
ઇલેક્ટ્રિશિયનITI
કમ્પ્યુટર ઓપરેટરITI (COPA)
સ્નાતક એપ્રેન્ટિસB.A / B.Com / BBA / B.Sc / B.C.A

ઉંમર મર્યાદા

GMDC ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 25 વર્ષ વચ્ચે હોવી જોઈએ. નિયમો મુજબ ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ લાગુ પડશે.

નોટિફિકેશન

GMDC ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પદ્ધતિ, નોકરીનો પ્રકાર, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ અને ભરતી અંગે અન્ય મહત્વની માહિતી જાણવા માટે ઉમદેવારોએ આપેલી ભરતી જાહેરાત વાંચવી.

અરજી કેવી રીતે કરવી?

  • ઇચ્છુક ઉમેદવારોએ અરજી બાયોડેટા (મોબાઈલ નંબર અને ઈ-મેઈલ) સાથે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, ફાઈનલ વર્ષની માર્કશીટ, આધારકાર્ડ અને બે ફોટા સાથે નીચેના સરનામે સીલબંધ કરવામાં ટપાથી 20-11-2024 સુધીમાં મોકલવાની રહેશે.
  • અરજી ઉપર એપ્રેન્ટીસ ભરતી વર્ષ 2024-25 તેમજ જે તે ટ્રેડ માટે અરજી કરતા હોય તેનું નામ લખવું
  • એપ્રેન્ટિસને રહેવાની તેમજ ટ્રાન્સપોર્ટ (બસ) સુવિધા આપવામાં આવશે

અરજી મોકરવાનું સરનામું

ઈન. જનરલ મેનેજર (પ્રો), જી.એમ.ડી.સી.લિગ્નાઈટ પ્રોજેક્ટ ઉમરસર, પો. ઘડુલી, તાલુકો- લખપતજિલ્લો- કચ્છપીન નંબર – 370627

આ પણ વાંચોઃ- Coast Guard Bharti 2024: ધોરણ 10 અને ડિપ્લોમા પાસ ઉમેદવારો માટે ભારતીય કોસ્ટમાં ભરતી

ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવું કે એપ્રેન્ટિસ એક્ટની જોગવાઈ અન્વયે પસંદગી પામેલા ઉમેદવાર જો કોઈ કારણોસર ઓનલાઈન પોર્ટ ઉપર કરાર કરવામાં નિષ્ફળ જશે તો ઉમેદવારી આપોઆપ રદબાતલ તશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ