GMDC ભરતી 2025 : ગુજરાત સરકારની આ કંપનીમાં નોકરી મેળવવાની તક, અહીં વાંચો બધી જ માહિતી

GMDC Recruitment 2025 : GMDC ભરતી માટે ડેપ્યુટી જનરલ મેનેજર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, અનુભવ, નોકરીનું સ્થળ, અરજી પ્રક્રિયા, પગાર ધોરણ, વય મર્યાદા સહિતની તમામ અગત્યની જાણકારી મેળવવા માટે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.

GMDC Recruitment 2025 : GMDC ભરતી માટે ડેપ્યુટી જનરલ મેનેજર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, અનુભવ, નોકરીનું સ્થળ, અરજી પ્રક્રિયા, પગાર ધોરણ, વય મર્યાદા સહિતની તમામ અગત્યની જાણકારી મેળવવા માટે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
GMDC Recruitment 2025

જીએમડીસી ભરતી photo-X/ @OfficialGMDC

GMDC Recruitment 2025, GMDC ભરતી 2024 : નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ગુજરાતમાં નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. ગુજરાત સરકારની કંપની ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ડેપ્યુટી જનરલ મેનેજરની કૂલ 3 જગ્યાઓ માટે ઉમેદવારો પસંદ કરવા ઓફલાઈન અરજીઓ મંગાવી છે.

GMDC ભરતી માટે ડેપ્યુટી જનરલ મેનેજર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, અનુભવ, નોકરીનું સ્થળ, અરજી પ્રક્રિયા, પગાર ધોરણ, વય મર્યાદા સહિતની તમામ અગત્યની જાણકારી મેળવવા માટે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.

GMDC ભરતી 2025 માટે મહત્વની માહિતી

સંસ્થાગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (GMDC)
પોસ્ટડેપ્યુટી જનરલ મેનેજર
ખાલી જગ્યા3
એપ્લિકેશન મોડઓફલાઈન
નોકરીનું સ્થળકચ્છ
અરજી કરવાની છેલ્લી તારીખ21-5-2025
સત્તાવાર વેબસાઈwww.gmdcltd.com

પોસ્ટની વિગતો

ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા લાઈમસ્ટોન પ્રોજેક્ટ સાઈટ હેડ, ડેપ્યુટી જનરલ મેનેજરની કૂલ 3 જગ્યાઓ માટે ઉમેદવારો પસંદ કરવા ઓફલાઈન અરજીઓ મંગાવી છે.

શૈક્ષણિક લાયકાત

  • આ પોસ્ટ ઉપર અરજી કરનાર ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી માઈનિંગ એન્જીનિયરિંગની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.
  • આ ઉપરાંત સમાન ક્ષેત્રમાં 15થી 18 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
  • શૈક્ષણિક લાયકાત અને જોબ પ્રોફાઈલ અંગે વધારે માહિતી જાણવા માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.

પસંદગી પ્રક્રિયા

પસંદગી સમિતિ અરજીઓની ચકાસણી કરશે અને યોગ્યતાના આધારે ઉમેદવારોની ટૂંકી યાદી બનાવશે. ટૂંકી યાદીમાં સામેલ ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે (GMDCના કર્મચારીઓને લાગુ પડતું TA આપવામાં આવશે) અથવા GMDC લિમિટેડ દ્વારા નક્કી કરાયેલા નિર્ણય મુજબ વિડિઓ કોન્ફરન્સિંગ દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

ઉમેદવારોની પસંદગી અંગે સક્ષમ અધિકારીનો નિર્ણય અંતિમ રહેશે અને આ વિષય પર કોઈ પત્રવ્યવહાર સ્વીકારવામાં આવશે નહીં. GMDC જાહેરાત રદ કરી શકે છે અને કોઈપણ તબક્કે કોઈપણ સ્પષ્ટતા આપ્યા વિના કોઈપણ અથવા બધી અરજીઓ સ્વીકારવા અથવા નકારવા માટે આગળ ન વધવાનો નિર્ણય લઈ શકે છે.

અરજી કેવી રીતે કરવી?

રસ ધરાવતા ઉમેદવાર નિયત પ્રો-ફોર્મમાં (જોડાયેલ પરિશિષ્ટ મુજબ) અપડેટેડ બાયોડેટા અને આવશ્યક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત નકલો અરજી મોકલવાની રહશે.

અરજી કરવાનું સરનામું

જનરલ મેનેજર (HR), જીએમડીસી લિમિટેડ, "ખાનીજ ભવન", 132 ફૂટ રિંગ રોડ, યુનિવર્સિટી ગ્રાઉન્ડ પાસે, વસ્ત્રાપુર, અમદાવાદ 380052

ગુજરાત અને દેશમાં ચાલતી ભરતીઓ વિશે અને કરિયર સંબંધી અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન

ઉમેદાવોરએ ખાસ ધ્યાનમાં રાખવું

ઉમેદવારોએ નક્કી કરેલી છેલ્લી તારીખ પહેલા અરજી મલી જાય એ રીતે મોકલવું અને અરજી પર પોસ્ટનું નામ સ્પષ્ટ પણે લખવું. અધૂરી અથવા નિયત તારીખ પછી પ્રાપ્ત થયેલી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 21/05/2025 છે.

Advertisment
નોકરી કરિયર ભરતી