/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/GMU-recruitment-2024.jpg)
ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી ભરતી - photo - Social media
GMU recruitment 2024, ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી ભરતી : ગુજરાતમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ગાંધીનગરમાં નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. ગાંધીનગરમાં આવેલી ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી દ્વારા ટિચિંગ એન્ડ રિસર્ચ એસોસિએટ (લો) પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ ભરવા માટે ઉમેદવાર પસંદ કરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત મેરીટાઈન યુનિવર્સિટી ભરતી માટે પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનું સ્થળ, અરજી કરવાની રીત, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ગુજરાત મેરીટાઈન યુનિવર્સિટી ભરતી માટેની મહત્વની વિગતો
| સંસ્થા | ગુજરાત મેરીટાઈન યુનિવર્સિટી |
| પોસ્ટ | ટિચિંગ એન્ડ રિસર્ચ એસોસિએટ (લો) |
| જગ્યા | 3 |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 1-1-2025 |
| ક્યાં અરજી કરવી | https://gmu.edu.in/recruitment/ |
આવશ્યક લાયકાત અને અનુભવ
- ભારતીય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 55% ગુણ સાથે આંતરરાષ્ટ્રીય કાયદામાં માસ્ટર ડિગ્રી અથવા માન્યતા પ્રાપ્ત વિદેશી યુનિવર્સિટીમાંથી સમકક્ષ ડિગ્રી.
- નવીનતમ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંશોધન વલણો અને સંબંધિત ક્ષેત્રમાં વિકાસનું સારું જ્ઞાન;
- અધ્યાપન/સંશોધન સિવાય આંતરરાષ્ટ્રીય તાલીમ વર્કશોપ અને ઓનલાઈન/ઓન-સાઈટ ચર્ચાઓ વિચારણા અને આયોજન કરવાની ક્ષમતા
- અંગ્રેજી ભાષામાં પ્રવાહિતા.
અત્યંત ઇચ્છનીય
- મેરીટાઇમ લો/આંતરરાષ્ટ્રીય વેપાર કાયદામાં માસ્ટર ડિગ્રી.
- સંબંધિત ક્ષેત્રમાં પ્રીમિયર લો યુનિવર્સિટીઓ/કોલેજોમાં શિક્ષણ/સંશોધનનો અનુભવ;
- નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (NET) UGC, CSIR દ્વારા લેવામાં આવે છે અથવા SLET/SET જેવી UGC દ્વારા માન્યતા પ્રાપ્ત સમાન કસોટી;
- ઉત્તમ આંતર-વ્યક્તિગત અને ટીમ-નિર્માણ કુશળતા;
- શૈક્ષણિક કાર્યક્રમો અથવા સેવાઓમાં નવીનતા લાવવા અને સુધારવાની અને રસપ્રદ નવા વિચારો અને નવી પદ્ધતિઓને અનુસરવાની ક્ષમતા.
- સંશોધનની શૈક્ષણિક પૃષ્ઠભૂમિને પ્રાધાન્ય આપવામાં આવશે.
પગાર ધોરણ
આ પોસ્ટ માટે પસંદ પામેલા ઉમેદવારોને 45000 રૂપિયા પ્રતિ માસ ફિક્સ પગાર મળશે.
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા ઉમેદવારોએ તેમની અરજી નિર્ધારિત ફોર્મેટમાં સબમિટ કરવી જરૂરી છે અને તેને ઈમેલ આઈડી career@gmu.edu.in પર મોકલવી જોઈએ.
નોટીફિકેશન
ઉમેદવારોને સૂચન છે કે ગુજરાત મેરીટાઈન યુનિવર્સિટી ભરતી માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું જોઈએ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us