GNFC Recruitment 2024, GNFC ભરતી 2024 : ગુજરાતમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ગુજરાત સરકારની કંપનીમાં નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઈઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડ દ્વારા વિવિધ જનરલ મેનેજરની પોસ્ટ માટે ભરતી નોટીફિકેશન બહાર પાડ્યું છે. જીએનએફસી દ્વારા આ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
GNFC ભરતી 2024 માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, અરજી પ્રક્રિયા, અરજી કેવી રીતે કરવી સહિતની મહત્વ પૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા જોઈએ.
GNFC ભરતી 2024 માટે અગત્યની માહિતી
સંસ્થા ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઇઝર્સ & કેમિકલ લિમિટેડ પોસ્ટ જનરલ મેનેજર જગ્યા જાહેરાતમાં ઉલ્લેખન નથી એપ્લિકેશન મોડ ઓનલાઈન વય મર્યાદા વિવિધ અરજી કરવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર 2024 ક્યાં અરજી કરવી https://www.gnfc.in/
GNFC ભરતી 2024 માટે પોસ્ટની વિગત
ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઈઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડ દ્વારા વિવિધ જનરલ મેનેજરની પોસ્ટ માટે ભરતી નોટીફિકેશન બહાર પાડ્યું છે.
- જનરલ મેનેજર – ફાઇનાન્સ
- જનરલ મેનેજર – માર્કેટિંગ – ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટ – કેમિકલ
GNFC ભરતી 2024 માટે શૈક્ષણિક લાયકાત
ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઈઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડ દ્વારા વિવિધ જનરલ મેનેજરની પોસ્ટ માટે ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર પાસે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગી છે.
જનરલ મેનેજર – ફાઇનાન્સ
- શૈક્ષણિક લાયકાત – CA / CMA
- અનુભવ – એકાઉન્ટ અને ફાઇનાન્સ ક્ષેત્રમાં આશરે 25 વર્ષનો અનુભવ
- વય મર્યાદ – આશરે 54 વર્ષ
જનરલ મેનેજર / એડિશનલ જનરલ મેનેજર – (માર્કેટિંગ – ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ – કેમિકલ્સ)
- શૈક્ષણિક લાયકાત – પ્રતિષ્ઠત સંસ્થા – યુનિવર્સિટીમાંથી ફૂલ ટાઈમ બી.ઈ, કેમિકલમાં બી.ટેક, MBA (માર્કેટિંગ)
- અનુભવ – સમાન ક્ષેત્રમાં 20થી 25 વર્ષનો અનુભવ
- વય મર્યાદ – 50-54 વર્ષ
પગાર ધોરણ
પગાર ધોરણની વાત કરીએ તો ઉમેદવારોને સંસ્થા દ્વારા નક્કી કરેલા ધારા ધોરણ પ્રમાણે પગાર મળશે.સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાતમાં ચોક્કસ રકમનો ઉલ્લેખ કર્યો નથી.
આ પણ વાંચોઃ- ગુજરાત મેટ્રો ભરતી : લાખો રૂપિયાની નોકરી મેળવવાની જોરદાર તક, વાંચો A to Z માહિતી
અરજી કઈ રીતે કરવી ?
- ઉમેદવારોએ ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઇઝર્સ & કેમિકલ લિમિટેડ (GNFC) અધિકૃત વેબસાઇટની એટલે કે https://www.gnfc.in/ ઓપન કરો
- https://www.gnfc.in/career-2/ વેબસાઈટ પર Apply વિકલ્પ પર ક્લિક કરો.
- ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.
ભરતીની જાહેરાત
ઉમેદવારોને ખાસ સૂચન કરવામાં આવે છે કે ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઈઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડની ભરતી માટે અરજી કરતા પહેલા સંસ્થાની સત્તાવાર વેબસાઈ https://www.gnfc.in/ મુલાકાત લઈને પોસ્ટની સંપૂર્ણ માહિતી મેળવી લેવી અને ત્યારબાદ 20 ઓક્ટોબર 2024 છેલ્લી તારીખ સુધીમાં અરજી કરવાની રહેશે.