GNFC Recruitment 2024, GNFC ભરતી 2024 : ગુજરાતમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ગુજરાત સરકારની કંપનીમાં નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઈઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી નોટીફિકેશન બહાર પાડ્યું છે. જીએનએફસી દ્વારા આ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
GNFC ભરતી 2024 માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, અરજી પ્રક્રિયા, અરજી કેવી રીતે કરવી સહિતની મહત્વ પૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા જોઈએ
GNFC ભરતી 2024 અંગેની મહત્વ પૂર્ણ માહિતી
સંસ્થા ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઇઝર્સ & કેમિકલ લિમિટેડ પોસ્ટ વિવિધ જગ્યા જાહેરાતમાં ઉલ્લેખન નથી એપ્લિકેશન મોડ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 10 ઓગસ્ટ 2024 ક્યાં અરજી કરવી https://www.gnfc.in/
GNFC ભરતી 2024 અંતર્ગત કઈ કઈ પોસ્ટ પર થશે ભરતી?
- જનરલ મેનેજર (HR)
- એડિશનલ જનરલ મેનેજર – માર્કેટિંગ ફર્ટિલાઇઝર્સ પ્રોડક્ટ
GNFC ભરતી 2024 માટે શૈક્ષણિક લાયકાત
- જનરલ મેનેજર (HR) : પ્રતિષ્ઠિત સંસ્થા/યુનિવર્સિટીમાંથી ફુલ-ટાઈમ MBA(HR)/MHRM/MSW/MLW અન્ય સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ.
- મોટી ઔદ્યોગિક સંસ્થાના એચઆરના ક્ષેત્રોમાં લગભગ 25 વર્ષનો પોસ્ટ લાયકાતનો અનુભવ
- એડિશનલ જનરલ મેનેજર – માર્કેટિંગ ફર્ટિલાઇઝર્સ પ્રોડક્ટ : ઉમેદવારે માન્ય શૈક્ષણિક સંસ્થા, યુનિવર્સિટીમાંથી B.Sc (કૃષિ) / M.Sc. (કૃષિ) કરેલું હોવું જોઈએ. સાથે MBA કરેલા ઉમેદવારને પહેલા પ્રાથમિક્તા આપવામાં આવશે.
- મોટી ઔદ્યોગિક સંસ્થાના યુરિયા/કોમ્પ્લેક્સ ફર્ટિલાઇઝર્સના માર્કેટિંગમાં લગભગ 20 વર્ષનો અનુભવ.
GNFC ભરતી 2024 માટે વય મર્યાાદ અને પગાર
ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઈઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડ દ્વારા બહાર પાડેલી જગ્યાઓ માટે ઉમેદવારોની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારોની ઉંમર 50 વર્ષથી વધારે ન હોવી જોઈએ. આ ઉપરાંત પગાર ધોરણની વાત કરીએ તો ઉમેદવારોને સંસ્થા દ્વારા નક્કી કરેલા ધારા ધોરણ પ્રમાણે પગાર મળશે.
અરજી કઈ રીતે કરવી ?
- ઉમેદવારોએ ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઇઝર્સ & કેમિકલ લિમિટેડ (GNFC) અધિકૃત વેબસાઇટની એટલે કે https://www.gnfc.in/ ઓપન કરો
- https://www.gnfc.in/career-2/ વેબસાઈટ પર Apply વિકલ્પ પર ક્લિક કરો.
- ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.
ભરતીની જાહેરાત
આ પણ વાંચો
- સાબરમતી યુનિવર્સિટી ભરતી : અમદાવાદમાં પ્રોફેસરથી લઈને લેબ આસીસ્ટન્ટ સુધીની નોકરી મેળવવાની જોરદાર તક, વાંચો સંપૂર્ણ માહિતી
- વડોદરા મહાનગરપાલિકા ભરતી : ITI પાસ ઉમેદવારો માટે વડોદરામાં જ નોકરીની જોરદાર તક, ₹ 63,000 સુધી પગાર, વાંચો બધી માહિતી
ઉમેદવારોને ખાસ સૂચન કરવામાં આવે છે કે ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઈઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડની ભરતી માટે અરજી કરતા પહેલા સંસ્થાની સત્તાવાર વેબસાઈ https://www.gnfc.in/ મુલાકાત લઈને પોસ્ટની સંપૂર્ણ માહિતી મેળવી લેવી અને ત્યારબાદ 10 ઓગસ્ટ 2024 છેલ્લી તારીખ સુધીમાં અરજી કરવાની રહેશે.





