Government job Exam New Rules, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી નવા નિયમો: ગુજરાત સરકારમાં વિવિધ વિભાગોમાં સરકારી નોકરી મેળવવા હેતુથી સ્પર્ધાત્મક તૈયારીઓ કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવી ગયા છે. ગુજરાત સરકારના વહિવટી વિભાગ દ્વારા વર્ગ-1 અને વર્ગ-2 માટેની ભરતી અંગેના નવા નિયમો જાહેર કર્યા છે. વિભાગ દ્વારા આ નવા નિયમોને અમલમાં મૂકવા માટે જાહેરાત કરી છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટેની આગામી પરીક્ષાઓ માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
નવા નિયમો શું છે?
સરકારી નોકરી માટે પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમદેવારો આ સમાચાર ખાસ વાંચવા જોઈએ કારણ કે આ સમાચાર તમારી પરીક્ષા સાથે સંકળાયેલા છે. જાહેર કરાયેલા નવા નિયમો પ્રમાણે ગુજરાત જાહેર સેવા આયોગ વર્ગ-1 અને વર્ગ-2ની ભરતી પરીક્ષા બે ભાગમાં લેવાશે. જેમાં પ્રિલિમ અને મુખ્ય એમ બે ભાગ રહેશે.
ઉમેદવારોએ મુખ્ય પરીક્ષા આપતા પહેલા પ્રિલિમ પરીક્ષામાં પાસ થવું ફરજિયાત છે. આ ઉપરાંત પ્રિલિમ પરીક્ષામાં વૈકલ્પિક પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. જ્યારે મુખ્ય પરીક્ષામાંપરીક્ષા આપવાની સાથે ફિઝિકલ ટેસ્ટ એટલે કે પર્સાનાલિટી ટેસ્ટ આપવો પડશે.
ઉમેદવારોએ પરીક્ષા અંગે ખાસ ધ્યાન રાખવાનું છે કે ભરતી પરીક્ષા પહેલા GPSC પરીક્ષાને લઈને સિલેબસ જાહેર કરશે. ઉમેદવારના ઓર્ડર, પ્રેફરન્સ સહિતના નિયમોને લઈ ગેઝેટ જાહેર કરાશે.
કેવું હશે પરીક્ષા માળખું
પહેલા પ્રિલિમ પરીક્ષામાં બે પેપર અને 400 માર્ક હતા જે હવે 200 માર્ક કરી દીધા છે. મુખ્ય પરીક્ષામાં ગુજરાત અંગ્રેજી નિબંધ અને સામાન્ય અભ્યાસના ત્રણ પેપર 150-150 માર્કના હતા જેમાં ફેરફાર કરીને બધા પેપર 250 માર્ક ગુજરાતી અને અંગ્રેજી પેપર ખાલી પાસ કરવા પુરતા રાખ્યા છે. જેમાં દરેક ભાષાના પેપરમાં 75 લાવવાના રહેશે. બાકીના નિબંધ સામાન્ય અભ્યાસના ત્રણના બદલે 4 પેપર કરવામાં આવ્યા છે. હવે ભાષાના પેપરના માર્ક મેરિટમાં ગણાશે નહીં. ખાલી આ પેપરમાં પાસ થવું પડશે.
ગુજરાતમાં ચાલતી ભરતીઓ અને કરિયર વિશેની વધુ માહિતી જાણવા માટે અહીં વાંચો.
ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં પરીક્ષા લેવામાં આવશે
ઉલ્લેખનીય છે કે, ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં પરીક્ષા લેવામાં આવશે. પહેલી ફેબ્રુઆરી 2025ના રોજ જાહેરાત વર્ગ 1 અને 2ની ભરતીની જાહેરાત કરાઈ હતી. જેને ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં રદ કરવામાં આવી હતી.