Govind Guru University Recruitment, ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ભરતી : ગુજરાતમાં નોકરની શોધમાં રહેલા યુવકો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત રાજ્યની શૈક્ષણિક સંસ્થા ગોવિંદ ગુરુ યુનિવર્સિટીએ વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. સત્તાવાર જાહેરાત પ્રમાણે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીએ કો ઓર્ડિનેટર, આસિસ્ટન્ટ પ્રોફેશર, ગ્રંથપાલથી લઈને પટાવાળા સુધીના પોસ્ટ માટે ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે. ઉમેદવારોએ 27 મે 2024 છેલ્લી તારીખ સુધીમાં અરજી કરવાની રહેશે.
ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ભરતી માટે શૈક્ષણિક લાયકાત, પોસ્ટની જગ્યાઓ, અરજી પ્રક્રિયા, અરજી કરાવની છેલ્લી તારીખ, ભરતી પ્રક્રિયા સહિતની મહત્વની વિગતો જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા.
ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ભરતી અંગે મહત્વની માહિતી
સંસ્થા ગોવિંદ ગુરુ યુનિવર્સિટી પોસ્ટ પટાવાળાથી લઈને આસિસ્ટન્ટ પ્રોફેસર સુધી કુલ જગ્યા 22 એપ્લિકેશન મોડ ઓફલાઈન ક્યાં અરજી કરવી સંસ્થાના સત્તાવાર સરનામા પર અરજી કરવી અરજી કરવાની છેલ્લી તારીખ 27 મે 2024
ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ભરતીની પોસ્ટ વિશે વિગતે માહિતી
પોસ્ટ કુલ જગ્યા કો-ઓર્ડીનેટર 01 આસિસ્ટન્ટ પ્રોફેશર 09 ગ્રંથપાલ 01 એકાઉન્ટન્ટ 01 ક્લાર્ક 01 પટાવાળા 02 સફાઈ કામદાર 02 સિક્યોરિટી ગાર્ડ 03 કોમ્પ્યુટર ઓપરેટર 02
ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ભરતીની શૈક્ષણિક લાયકાત
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેરવાની શૈક્ષણિક લાયકાત પદ મુજબ જુદી જુદી રાખવામાં આવેલી છે જે નીચે મુજબ છે.
પોસ્ટ શૈક્ષણિક લાયકાત કો-ઓર્ડીનેટર. M.A. 55 % – Ph.d/NET/SLET તથા પાંચ વર્ષ અનુભવ યુનવર્સિટીના નિયમ અનુસાર આસિસ્ટન્ટ પ્રોફેશર – સમાજશાસ્ત્ર, ગુજરાત અને ઈતિહાસ M.A. 55 % – Ph.d/NET/SLET તથા પાંચ વર્ષ અનુભવ યુનવર્સિટીના નિયમ અનુસાર ગ્રંથપાલ M.Lib 55 % – Ph.d/NET/SLET તથા યુનવર્સિટીના નિયમ અનુસાર એકાઉન્ટન્ટ બી.કોમ – એકાઉન્ટન્સી ક્લાર્ક સ્નાતક પટાવાળા ધોરણ -12 પાસ સફાઈ કામદાર ધોરણ -08 પાસ સિક્યોરિટી ગાર્ડ ધોરણ -12 પાસ કોમ્પ્યુટર ઓપરેટર સ્નાતક
અરજી ફી
ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ભરતી માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી. તમામ વર્ગના ઉમેદવારો એકદમ મફતમાં અરજી કરી શકે છે.
આ પણ વાંચોઃ- દૂધસાગર ડેરી ભરતી: મહેસાણામાં સારા પગારની નોકરીની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
પસંદગી પ્રક્રિયા
જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી છે તેમની પસંદગી માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અથવા મેરેજ ના આધારે તેમની પસંદગી થશે. અથવા તો જો યુનિવર્સિટી ઈચ્છે તો પરીક્ષાનું પણ આયોજન કરી શકે છે.
કેવી રીતે અરજી કરવી
આ ભરતી માટે ઓફલાઇન અરજી કરવાની રહેશે. દર્શાવેલા સરનામા પર જરૂરી દસ્તાવેજો સાથે અરજી મોકલવાની રહેશે.
નોટિફિકેશન
ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ભરતી માટે શૈક્ષણિક લાયકાત, પોસ્ટની જગ્યાઓ, અરજી પ્રક્રિયા, અરજી કરાવની છેલ્લી તારીખ, ભરતી પ્રક્રિયા સહિતની મહત્વની વિગતો જાણવા માટે ઉમેદવારોએ આપેલી જાહેરાત વાંચવી.
અરજી કરવાનું સરનામું
મેનેજીંગ ટ્રસ્ટી, એકલવ્ય કોલેજ (સ્વનિર્ભર), કલારાણી રંગલી ચોકડી, તા- જેતપુર પાવી, જિલ્લો- છોટાઉદેપુર, પીન – 391135