Mission Recruitment : 2023ના અંત સુધીમાં 10 લાખની થશે ભરતી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

Modi Government Mission Recruitment : મિશન રિક્રૂટમેન્ટ અંતર્ગત અત્યાર સુધીમાં ભરતી કરાયેલા દર છ ઉમેદવારો પૈકી લગભગ એ મહિલા ઉમેદવાર હતી. સરકાર દ્વારા આયોજીત 6 રોજગાર મેળા દરમિયાન કમ સે કમ 4,40,546 ઉમેદવારોને ક્લાર્ક અને ટાઇપિસ્ટ, શિક્ષક અને ડોક્ટરના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા.

Modi Government Mission Recruitment : મિશન રિક્રૂટમેન્ટ અંતર્ગત અત્યાર સુધીમાં ભરતી કરાયેલા દર છ ઉમેદવારો પૈકી લગભગ એ મહિલા ઉમેદવાર હતી. સરકાર દ્વારા આયોજીત 6 રોજગાર મેળા દરમિયાન કમ સે કમ 4,40,546 ઉમેદવારોને ક્લાર્ક અને ટાઇપિસ્ટ, શિક્ષક અને ડોક્ટરના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Rozgar Mela - રોજગાર મેળાથી બેરોજગારી દૂર થશે? ભારતમાં કેટલા પાસે સરકારી નોકરી છે? સ્વરોજગારથી બેકારીની સમસ્યા ઉકેલાશે? વાંચો તમામ સવાલના જવાબ

ભરતી મેળો

2023ના અંત સુધીમાં 10 લાખ પદો ભરવા માટે સરકારે મોટું ભરતી અભિયા ચલાવ્યું છે. સત્તાવાર આંકડાઓથી જાણવા મળે છે કે મિશન રિક્રૂટમેન્ટ અંતર્ગત અત્યાર સુધીમાં ભરતી કરાયેલા દર છ ઉમેદવારો પૈકી લગભગ એ મહિલા ઉમેદવાર હતી. સરકાર દ્વારા આયોજીત 6 રોજગાર મેળા દરમિયાન કમ સે કમ 4,40,546 ઉમેદવારોને ક્લાર્ક અને ટાઇપિસ્ટ, શિક્ષક અને ડોક્ટરના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. કાર્મિક, લોક ફરિયાદ, પેન્શન મંત્રાલય પાસેથી મળતા આંકડાઓથી જાણવા મળે છે કે આ પૈકી 3,61,763 (84%) પુરુષ ઉમેદવાર અને 68,783(16%)મહિલાઓ હતી.

Advertisment

પીએમ મોદીની સૂચના બાદ શરુ થયું મેગા ભરતી અભિયાન

જૂન 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 18 મહિનાની અંદર 10 લાખ પદોને ભરવા માટેના આદેશ બાદ મેગા ભરીત અભિયાન શરૂ થયું હતું. થોડા મહિના બાદ 14 ઓક્ટોબરના રોજ પહેલો રોજગાર મેળો આયોજીત કરવામાં આવ્યો હતો. મોટાભાગની ભરતીઓ રેલવે મંત્રાલય (1,38,986) માટે કરવામાં આવી હતી. ત્યારબાદ પોસ્ટ વિભાગ (68,225) અને ગૃહ મંત્રાલય (43,592) માટે કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ- GPSC bharti 2023 : ગુજરાત જાહેર સેવા આયોગે વર્ગ -2 ની ભરતી બહાર પાડી, કેટલી જગ્યાઓ, છેલ્લી તારીખ સહિતની સંપૂર્ણ માહિતી

નાણાંકિય સેવા વિભાગ માટે 33,743 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે રક્ષા મંત્રાલયમાં 18,635, રાજસ્વ વિભામાં14,952 અને ઉચ્ચ શિક્ષા વિભાગમાં 11,536 નવી ભરતીઓ કરવામાં આવી હતી. આ ભરતીઓ માટે પ્રમાણમાં ગ્રૂપ બી અને ગ્રુપ સી સ્તરના પદો પર થાય છે. દરેક ભરતીઓ સમયબદ્ધ અને પારદર્શીત રીતે એસએસસી, યુપીએસસી અને આરઆરબી જેવી ભરતી એજન્સીઓ થકી કરવામાં આવે છે.

Advertisment

આ પદો ઉપર થઈ ભરતીઓ

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં ડોક્ટર, ચિકિત્સા વિશેષજ્ઞ, સહાયક, એસોસિએટ, એડિશનલ પ્રોફેસર, ફિજિયોથેરાપિસ્ટ, ટેક્નિકલ ઓફિસર, સ્વચ્છતા પરિચારક, થેરેપિસ્ટ, નેત્ર ટેક્નિશિયન બંને પદો પર ભરતી થઈ છે. જ્યારે સ્કૂલ શિક્ષા વિભાગમાં પ્રિંસિપલ, પ્રશિક્ષિત સ્નાતક શિક્ષક, પીજી શિક્ષકના પદો પર ભરતીઓ છે. રેલવે મંત્રાલયમાં કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક, જૂનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ, જૂનિયર એકાઉન્ટ ક્લાર્ક, ટ્રેક મેંટેનર, પોઇન્ટ્સ મેન, સહાયકોની ભરતી છે.

આ પણ વાંચોઃ-GSPHC Bharti 2023 | ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશને બહાર પાડી ભરતી, છેલ્લી તારીખ સહિત તમામ માહિતી વાંચો

નાણાકીય સેવા વિભાગમાં પ્રોબેશન ઓફિસર, કૃષિ ક્ષેત્ર અધિકારી, ક્લાર્ક, સિંગલ વિંડો ઓપરેટર, ડેવલોપમેન્ટ આસિસ્ટન્ટ, ગાર્ડ, જૂનિયર આસિસ્ટન્ટની નિયુક્તિ છે. ડાક વિભાગમાં ગ્રામીણ ડાક સેવક, ડાક નિરીક્ષકની ભરતી છે.

ભરતી પ્રક્રિયામાં મોદી સરકાર દરમિયાન બદલાવ

કાર્મિક, લોક શકયત અને પેંશન મંત્રી અને પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે ભરતી પ્રક્રિયામાં મોદી સરકાર દરમિયાન બદલાવ જોવા મળ્યા છે. તેમણે કહ્યું કે નિચેના પદો માટે સાક્ષાત્કારને ખતમ કરી દીધું છે. આવી પરિસ્થિતિમાં પસંદગી કોઈપણ પક્ષપાત ભાઈ-ભતીજાબાદ અથવા હેરાફેરી માટે ખુબ જ ઓછી જગ્યા બચે છે. પસંદગી સંપૂર્ણ પણે લિખિત પરીક્ષાના આધારે હોય છે. જ્યારે સ્કિલ ટેસ્ટ માત્ર ક્વોલિફાઇંગ હોય છે.

કેન્દ્ર સરકાર નોકરી કરિયર સરકારી નોકરી