/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/GPHC-Recruitment-2023.jpg)
ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમમાં મદદનીશ ઇજનેરની ભરતી
GPHC Recruitment 2023, notification, online apply last date : ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લી. માટે મદદનીશ ઈજનેર (સિવિલ) સંવર્ગની નવી કુલ 26 જગ્યા પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યો હતું. આ માટે જીપીએચસીએ ઓનલાઈન અરજી મંગાવી છે. રસધરાવતા અને લાયક ઉમેદવારો માટે અરજી કરવાની છેલ્લી તક છે. કારણ કે ઓનલાઈન અરજી કરવા માટે આજે છેલ્લી તારીખ છે. રસ ધરાવતા ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર અરજી કરી શકે છે.
GPHC Recruitment 2023 : ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમમાં મદદનીશ ઇજનેરની ભરતીની મહત્વની માહિતી
| સંસ્થાનું નામ | ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ |
| પોસ્ટ | મદદનીશ ઇજનેર |
| કુલ જગ્યા | 26 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 10-8-2023 |
| ક્યાં અરજી કરવી | https://ojas.gujarat.gov.in |
GPHC Recruitment 2023 : ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમમાં મદદનીશ ઇજનેરની ભરતી કેટેગરી પ્રમાણે વિગત
| કેટેગરી | કુલ ભરવાની જગ્યા | જે પૈકી મહિલા માટે આરક્ષિત |
| જનરલ | 11 | 6 |
| અનુસૂચિત જાતિ | 2 | 1 |
| અનુસૂચિત જનજાતિ | 3 | 1 |
| SEBC | 8 | 3 |
| EWS | 2 | 1 |
| કુલ | 26 | 12 |
GPHC Recruitment 2023 : ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમમાં મદદનીશ ઇજનેરની ભરતી વયમર્યાદા
ઉમેદવારની ઉંમર તા.10.8.2023ના રોજ લઘુત્તમ 25 વર્ષ થી મહત્તમ 35 વર્ષ હોવી જોઈએ.
GPHC Recruitment 2023 : ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમમાં મદદનીશ ઇજનેરની ભરતી નોટિફિકેશન
GPHC Recruitment 2023 : ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમમાં મદદનીશ ઇજનેરની ભરતી શૈક્ષણિક લાયકાત
ભરતી માટે અરજી કરવા રસ ધરાવતા ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ એન્જીનિયર, બીટેક ઇન સિવિલની પદવી (ઓછામાં ઓછા પ્રથમ વર્ગ મેળવેલો હોવો જોઈએ)
GPHC Recruitment 2023 : ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમમાં મદદનીશ ઇજનેરની ભરતી અનુભવ
સ્નાતકની પદવી મેળવ્યા પછી બાંધકામના પ્રોજેક્ટની સાઈટ પર કામ કરવાનો ઓછામાં ઓછો 2 વર્ષ અને તથી વધુ અનુભવ હોય તેવા ઉમેદવાર જ અરજી કરી શકશે. સંબંધિત ઉમેદવારને 10-8-2023ના રોજ બે વર્ષનો અનુભવ પૂર્ણ થયેલો હોવો જોઈએ.
GPHC Recruitment 2023 : ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમમાં મદદનીશ ઇજનેરની ભરતી પગાર ધોરણ
જોગવાઈ મુજબ પ્રથમ પાંચ વર્ષ માટે 38,090 પ્રતિ મહિના ફિક્સ પગારથી નિમણૂંક આપવામાં આવશે. તેમજ આ ઠરાવથી થયેલ અન્ય લાભો મળવાપાત્ર રહેશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us